SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ - પm Jધ ડવિય પ. નાનયજી મહારાજ તમાતાલિ તિય વિધવાઓને અને ગરીબ સ્ત્રીઓને નોકરી મળે, હુન્નર ઉદ્યોગ મળે તે માટે સક્રિય પ્રયત્ન કરતા. એ માટે તેમણે કેટલીક સંસ્થાઓ પણ ઊભી કરી હતી. એક વખતે હું, છોટુભાઈ અને બચુભાઈ મેરખી મુકામે તેઓશ્રીના દર્શને ગયેલા. ત્યારે વાત થતાં તેમણે કહ્યું. અહીંના શ્રાવકોએ મને કહ્યું કે “મહારાજ! તમે વ્યાખ્યાનમાં માનવતાની વાતો કરે છે, બીજાના ધર્મની વાત કરો છો તેના કરતાં ભગવતી સૂત્ર વાંચે તો સારું. મને થયું કે શું વાંચું !” જીવનની પ્રાથમિક ભૂમિકાઓનું તે ઠેકાણું નથી અને ગગનમાં ઉડવાની વાત કરે છે. કાન પવિત્ર થાય એટલે મોક્ષ મળી શકે એમ માને. તેમના આગ્રહથી છેડો વખત ભગવતી સૂત્ર વાંચ્યું તે ખરું પણ એમાં કંઈ બધાને રસ ના પડે. છેવટે માનવતાની વાતે ઉપર જ આવવું પડયું. લોકે સદાચારી બને તે જ તેઓશ્રી ઉપદેશ આપતા અને એ જ હેતુ માટે સારાં પુસ્તકનું પ્રકાશન કરાવતા. તેમને સાહિત્ય કે તે તે લીંબડીનું પ્ર. દેવચંદ્રજી મહારાજ પુરતકાલયની ભવ્યતા જેવાથી જણાઈ આવશે. તેઓ ખરા અંતરથી સર્વ ધર્મ સમન્વયમાં માનતા હતા અને એજ કારણે ચુસ્ત વૈષ્ણ, ચુસ્ત મુસ્લિમ, પારસીઓ, ખ્રિસ્તીઓ વગેરે ધર્મના લોકો તેમના અનુયાયી બનતા. જૈન ધર્મને નાસ્તિક ધર્મ કહેનાર આર્યસમાજીઓના કેટલાંય સંમેલનમાં તેઓશ્રીને પધારવા અને મંગલ પ્રવચન કરવા આમંત્રણ અપાતાં. આર્યસમાજની સમાજસુધારણા, બ્રહ્મચર્ય, સ્ત્રીશિક્ષણ અને તેમની વીરતા, ધર્મને નામે ચાલતાં પાખંડ અને અંધવિશ્વાસ સામે જેહાદ, ખડતલ શરીરધારી યુવકો તૈયાર કરવા, આભડછેટ દૂર કરવી, વિ. ગુણના તેઓશ્રી ભારે પ્રશંસક હતા. પૂ. સંતબાલજીની ક્રાન્તિકારી વિચારસરણી સમાજ અપનાવી શકે નહીં. તે કારણે તેઓશ્રીએ તે વખત પૂરતા છૂટા કર્યા. પરંતુ પૂ. સંતબાલજીએ પોતાના અંતરથી ગુરુ તરીકેનું સ્થાન છેડયું નહિ. કારણકે ગુરુના અનહદ ઉપકારે કેમ ભૂલાય ? અને ગુરુએ પણ એ શિષ્યને પોતાના અંતરથી કદી દૂર કર્યા નહોતા. મેં અનેકવાર તે બનેની આત્મીયતાના પ્રસંગેના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. છેલ્લે છેલ્લે પૂ. સંતબાલજીને કલકત્તા તરફ જવાનું થયું ત્યારે ગુરુને મળી લેવા સાયલા ગયા. દશેક દિવસ સાથે કાયા અને છેલલી વિદાય વેળા આવી ત્યારે પિતે ડગતા ડગતા બહાર સુધી આવ્યા. સંતબાલજીએ વંદના કરી. પછી ગુરુદેવે અમીભરી અને કરુણાભરી આંખલડીએ શિષ્ય સામે અમુક પળે સુધી મીટ માંડી જોયા કર્યું અને પછી બોલ્યા હવે કયારે મળીશું? મળાય ત્યારે ખરું ! આ દશ્યથી અમારી આંખો અશ્રઓથી છલકાઈ ગઈ અને બન્યું પણ એવું કે આ વિદાય છેલ્લી વિદાય બની. પારસમણિ ગુરૂદેવની કરૂણુપૂર્ણ પ્રસાદી ડે. કાશીબેન છેટુભાઈ મહેતા (૧) જૈનશાસનના ઝળહળતા રત્ન, રાષ્ટ્રપ્રેમી, માનવ ઉદ્ધારક વંદનીય પૂ. ગુરુદેવ જ્યારે શિયાલ પધાર્યા ત્યારે મને તેમને વિશેષ પરિચય થયો. મારા પિતાજી છોટુભાઈ તેમને ગુરુ માનતા. એકવાર સાયલા દર્શન કરવા ગયા ત્યારે તેમના માથામાં લેચ કરી પૂ. ગુરુદેવે એકડો કર્યો. પછી ગુરુદેવે કહ્યું–ભલે, તું સંતબાલજીનું કહ્યું કરે. મારા પિતાશ્રીએ કહ્યું કે એકડો તે તમે કર્યો છે ને ! સંતબાલજી ગમે તેટલા મીંડા ચડાવે પણ આપે જે એકડો ન કર્યો હોત તે શૂન્યની શું કિંમત! (૨) શિયાલમાં એક પાટ પર જ્યારે ત્રિપુટી બિરાજતી ત્યારે પૂ. ગુરુદેવ સંતબાલજની પીઠ પર હાથ ફેરવતાં કહે કે ધૂની છે, ધૂની ! અભ્યાસ કરતા હતા ત્યારે (થંડિલે જાય લેટી ભૂલી આવે.) ખાવા-પીવાનું યાદ ન રહે, સંતબાલ! કેમ બોલતે નથી? મા જેમ પિતાના બાળકને પ્રેમસાગરમાં સ્નાન કરાવે તેમ વહાલ વરસાવતા જાય. એ વાત્સલ્ય નિહાળવાનું સદ્ભાગ્ય અને શિયાલમાં પ્રાપ્ત થયું, તેમણે ગાંધીજીના કેટલાક સિદ્ધાંતે જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધા હતા. પિતે આજીવન ખાદી પહેરે અને અન્યને પ્રેરણા આપે એવા એ રાષ્ટ્રપ્રેમી ગુરુદેવ હતા વ્યકિતત્વ દર્શન Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy