________________
પૂષ્ય ગુરૂદેવ કવિય' . તાનમન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કરતાં કરતાં આધ્યાત્મિક જીવનને રસ લૂટતાં ધરાતાં ન હતાં. એમની પૂ. ગુરુદેવ તરફની ભકિન હનુમાન જેવી હતી. પૂ. ગુરુદેવ કયારે શું માગશે તેને પિતાને ખ્યાલ હોય જ. એમની સેવા અને ભક્તિ અનુપમ હતાં. આવા શિષ્ય પૂ. ગુરુદેવને મળ્યા તે પણ એમના જીવનને એક અનુપમ લહાવે હતે.
પૂ. સંતબાલજીનું ચાતુર્માસ કલકત્તા મુકામે હતું ત્યારે જ ગુરુદેવને જીવનદીપ સદાને માટે બુઝાઈ ગયે. અમારા સૌના વિલાપને પાર ન રહ્યો. પૂ. સંતબાલજીએ પૂ. ગુરુદેવને ‘વિરહ-કાવ્ય લખી જાહેરસભામાં ભાવભરી શ્રધ્ધાંજલિ આપી. ગુરુદેવને આ વિરહ અમને ઘણે વખત સા. પૂ. ગુરુદેવને યાદ કરતાં આંખમાં આંસુ આવી જાય છે અને મુખમાંથી સરી પડે છે કે ગુરુ શિષ્યનું સુભગ મિલન આ જિંદગીમાં હવે ફરી જેવા કયારે ય નહીં મળે !
પૂ. ગુરુદેવની શતાબ્દિના પુનિત પ્રસંગે સદ્દગતને, પૂ. ચિત્તમુનિશ્રીને, પૂ. સાધ્વીજીઓને તથા પૂ. સંતબાલજીને મારા કટિ કટિ વંદન છે.
પૂ. ગુરુદેવનાં સંસ્મરણે
મણિભાઈ બાપુભાઈ પટેલ વિશાળ લલાટ, અમીઝરતી આંખે, વાત્સલ્ય ફેલાવતા ચહેરે એમની પ્રથમ મુલાકાતે જ આકર્ષણ જમાવી દેતાં. એવા એ હતા વિદ્વાન જૈન મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ. હું સંતબાલજી મહારાજ સાથે રહેતો હોવાથી તેઓશ્રીના નિમિત્તે મને ઘણીવાર એ જ્ઞાની પુરુષનાં દર્શન, શ્રવણને લાભ મળેલો. વરસો પહેલાં સાયલા મુકામે તેઓશ્રીને પ્રથમ મળવાનું થયું. ઉપાશ્રયની બહાર રાતે જાહેર પ્રાર્થના પ્રવચન હતું ત્યારે એક પાટ ઉપર વચ્ચે પૂ. નાનચંદ્રજી મહરાજ અને તેમની આજુબાજુ પૂ. ચુનીલાલજી મહારાજ અને પૂ. સંતબાલજી બિરાજેલા હતા. જાણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રિપુટી સાક્ષાત બેઠી હોય તેવો ભાસ થતો હતો. જ્યારે પ્રાર્થના શરૂ થઈ ત્યારે ગુરુદેવના અંતિમ કડીના અક્ષરોને ઉચ્ચાર જુદે પડતે ત્યારે એ લય એટલી તાલબદ્ધ લાગતી કે આજે પણ એના ભણકારા કાનમાં ગૂંજે છે. પૂ. ચુનીલાલજી મહારાજ ધૂન બોલતા ત્યારે તેમને મીઠે અને સુરીલે અવાજ વાતાવરણને સભર કરી દેતે. ગુરુદેવની વ્યાખ્યાનશૈલી અને ખી હતી. કેઈપણ ધર્મને માણસ એક જ વાર એમનું પ્રવચન સાંભળવા બેસે તે પછી ઊઠવાનું મન ન કરે. ભનાં પ્રાતઃ પ્રવચન જીવનને સ્પર્શ કરે તેવાં અને આધ્યાત્મિકતાની ભૂખને સતેજ કરે તેવાં લાગતાં. શરીર, મન અને બુદ્ધિના દાખલા હાવભાવ સાથે આપી મુક્તિને પંથ બતાવતા હતા.
તેમની નમ્રતા, જિજ્ઞાસા અને જાગૃતિ નમૂનેદાર હતાં. જિજ્ઞાસુ તે એટલા બધા કે નાના બાળક પાસે વાતે કઢાવે અને સાંભળે. મારી પાસે કલાક સુધી પૂ. સંતબાલજીના ધર્મમય સમાજરચનાના પ્રસંગે રસિકતાથી સાંભળે. તેમના જીવન વહેવાર અંગે પણ પછે. તેઓશ્રીની બીજા પાસેથી વાતે કઢાવવાની રીત અનેખી હતી. આંખોના ભાવ અને હંકાર કરે કે સામી વ્યક્તિ બેલ્યા જ કરે. એક વાર મેં પૂછેલું કે મહારાજશ્રી કેટલીકવાર આપણે અંતરાત્મા એક વાત કહેતે હોય અને બહાર જુદું બોલાતું હોય તે એ અસત્ય ના કહેવાય ? સંતાએ તો પોતાને સત્ય લાગે તે સ્પષ્ટ કહેવું જોઈએ અને તો જ સમાજને સાચી દેરવણી મળે. ત્યારે તેઓ “યદ્યપિ શુદ્ધ કવિરૂદ્ધ નાચરણીય ના કરણીયં શંકરાચાર્યને દાખલે આપી સ્યાદવાદની ભૂમિકા સમજાવતા. પરંતુ મારે એ બાબતમાં છેડે મતભેદ રહેતું. તેઓ ગાંધીવિચારના ચુસ્ત હિમાયતી હતા. પોતે અને પોતાના શિષ્ય શુદ્ધ ખાદીધારી હતા. અસ્પૃશ્યતાનિવારણમાં માનતા. એક વખત સવર્ણ હરિજનના સમૂહભેજન સમારંભમાં હાજર રહી આશીર્વાદ આપેલા. ગ્રામોદ્યોગને ટેકે આપતા. હાથ ઘંટીના દળેલા લેટની જ વસ્તુ વાપરતા. એસાવેલા ભાત ન લેતા, એટલા માટે કે એસામણ દ્વારા પિષણતત્ત્વ ચાલ્યું જાય અને બીજી બાજુ ગરમ ઓસામણ જમીન ઉપર પડે એટલે જીવહિંસા થાય. ખાદીને ઉત્તેજન મળે તે માટે ઘણું વખત સુધી ખાદીધારી બેન કે ભાઈ ભિક્ષા વહેરાવે તે જ લેતા. પિતાના પ્રવચનમાં ગોપાલન ઉપર ખાસ કહેતા. સ્ત્રી સન્માનમાં ખૂબ માનતા, સાધ્વીઓનું સન્માન જાળવતા અને તેમને વિકાસની પૂરી તકે આપતા. સંસ્મરણે
[૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org