________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૧૯૪૮માં મળેલ. લગભગ ૨૧ દિવસ સાથે રહેલાં. “મીરૂભાઈ આવ્યાનું સ્મરણ આજે તાજું થઈ આવે છે. તેમનાં સંસ્મરણ લખવા બેસું તે પાર ન આવે, પણ તેમને ન્યાય આપવા ડાં તે લખું જ. તેમની સાથેના ૨૧ દિવસ જીવનમાં અમૂલ્ય સ્થાન જમાવી ગયા છે ! - સંતબાલજી સાથે મારે પ્રથમ પ્રવાસ તે વખતે સમાજને તથા અમારા નજીકના ઘણાંને ન ગમતું. પૂ. ગુરુદેવ પણ એવું મંતવ્ય ધરાવી મને ટકોર કરતા. પૂ. ગુરુદેવની આજ્ઞા શિરે ચઢાવી પ્રવાસમાં સાથે ન રહેતાં બાવળા આવી. કચ્છ વગેરે સ્થળે દિવસો વિતતા ગયા અને સંતબાલજીને પ્રવાસ ચાલતે રહ્યો. ત્યારબાદ દિલ્હી-કલકત્તાને પૂ. સંતબાલજીનો પ્રવાસ નક્કી થયે. આ પ્રવાસમાં સાથે રહેવાની ઈચ્છા ખરી. આ સમયે ગુરુદેવને મળવાનું થયું. હું, પૂ. સંતબાલજી અને મણિભાઈ ગુરુદેવ પાસે બેસીએ અને જ્ઞાનગોષ્ટિ કરીએ. આ ગેષ્ટિ આંખ સામે તરી આવે છે. આ ગેષ્ટિ દરમ્યાન પૂ. સંતબાલજીના દિલ્હી, કલકત્તા પ્રવાસની વાત નીકળી. પૂ. ગુરુદેવે સામેથી કહ્યું. “કેમ મીરૂભાઈ ! દિલ્હી જવું છે ને ? જરૂર આનંદથી જાઓ! એમ ગુરુદેવે જણાવ્યું અને મારા આનંદને પાર ન રહ્યો. ભાવતું વિદે બતાવ્યા જેવું થયું. જ્યાં સાચે વાત્સલ્યભાવ હોય છે ત્યાં બંધન આપોઆપ હટી જાય છે. દિલ્હી, કલકત્તાને પ્રવાસ લાંબે એટલે પાછા આવતાં ઘણે સમય લાગે. અમે વિદાય લેવા તૈયાર થયા એટલે પૂ. ગુરુદેવ સંતબાલજીના ખભે હાથ મૂકી બારણુ સુધી વિદાય આપવા અમારી સાથે ચાલ્યા અને બોલ્યા “આપણે હવે કયારે મળીશુ ?? તું ક્યારે આવે ? એમ કહેતાં પૂ. ગુરુદેવની આંખ ભીની ભીની થઈ ગઈ. એ દશ્ય આજે પણ મારી આંખ સામે તરી આવે છે.
શિયાલ ગામે ગુરુદેવ પધાર્યા ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે. શિયાલમાં પૂ. ગુરુદેવ અને સંતબાલજીનું મિલન થયું. શ્રી ચિત્ત મુનિજી તથા બીજા શ્રી કિરમુનિજી સાથે હતા. પૂ. ગુરુદેવ સંતબાલજીની પ્રયોગ ભૂમિમાં પધારેલા તેથી પૂ. સંતબાલજીના આનંદનો પાર ન હતું. તેમને મન તે જાણે સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતરી આવ્યું.
પૂ. ગુરુદેવ શિયાલથી અમદાવાદ વિહાર કરવાના હતા. મેં વિહારમાં સાથે રહેવાની અનુમતિ માગી. માગતા પહેલાં મનમાં થયા કરે કે તે આપશે કે નહીં? પરંતુ પૂ. ગુરુદેવે આનંદથી રજા આપી, જાણે કોઈ ચમત્કાર થયો. મારા આનંદને પાર ન રહ્યો. વિહારની તૈયારી થઈ શિયાલ ગામની જનતાએ અને પઢારભાઈઓએ ભજન ગાતાં ગાતાં અમને સૌને વિદાય આપી. પૂ. સંતબાલજી દૂર સુધી આવ્યા, વિહારમાં સાણંદવાળા મણિબેન પણ સાથે હતાં. મારું ગામ બાવળા વચ્ચે આવે. ગુરુદેવને બાવળા પધારવા વિનંતી કરી. તેઓશ્રીએ તે સ્વીકારી આગલા દિવસે હું બાવળા આવી ગઈ. મેં તથા ગામ લોકોએ પૂ. ગુરુદેવનું હાર્દિક સ્વાગત કર્યું. બાવળા સંત આશ્રમમાં ઉતારે કરાવ્યું. આશ્રમની નજીક જ આવેલા મારા મકાનમાં પધારી પૂ. ગુરુદેવને પાવન કરવા વિનંતી કરી. મારા ઘરને પાવન કરશે તે મને ઘણે આનંદ થશે. પૂ. ગુરુદેવથી ચલાતું ન હતું છતાં લાકડીના ટેકે મારા ઘરે પધાર્યા સાથે ચિત્તમુનિજી તથા બીજા મુનિઓ પધાર્યા. મેં ગુરુદેવને બે શબ્દો કહેવા જણાવ્યું એટલે તેમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા: “હજી ય બાકી રહ્યું છે?” મારાથી સહજભાવે બેલી જવાયુંઃ ગુરુદેવ ! અમૃતથી કોણ ધરાયું છે ! પૂ. ગુરુદેવે પોતાની અમૃતધારા વહાવી અને ૨ ગદ્ગદિત થયા.
અમારા વિહારમાં વાઘજીપુરા આવે. પૂ. સંતબાલજીએ અહીં ચાતુર્માસ કરેલું. અહીં શ્રી વાડીલાલ જમનાદાસની વાડી હતી. શ્રી તારાબેન તથા વાડીભાઈએ પિતાની વાડીમાં પધારવા આગ્રહ કર્યો. આવેલા અવસરને અમે જતે કેવી રીતે કરી શકીએ ? ત્યાં પણ પૂ. ગુરુદેવ થેડે વખત રોકાયા.
સરખેજથી અમદાવાદ આવ્યા હીરાબેન ચિનાઈને ત્યાં. દૂધેશ્વર બંગલે અમારે મુકામ રહ્યો. ત્યાં ૧૧ દિવસ રહ્યા. હીરાબેનની પૂ. ગુરુદેવ પ્રત્યેની ભકિતભાવના કહેવી પડે ! તેમના આનંદને પાર ન હતો. તેઓ વૈષ્ણવ ધમી એટલે પિતાના ધર્મગુરૂના ચરણસ્પર્શ કરી શકે. ગુરુદેવના ચરણસ્પર્શ કરવા માટે તેમનું મન ડી ગયું. સામે લેવા માટે હરખભેર દેડી આવ્યાં. હરખમાં અને હરખમાં પડી ગયાં. સમાધિ આવી ગઈ. જૈન સાધુને ચરણસ્પર્શ ન થાય એટલે તેઓએ દરથી દર્શન કરી સમાધાન મેળવ્યું. એક વખતે વિહારમાં પૂ. ચિત્તમુનિને પગે કાંટો વાગ્યો હતો. પગે ધીરથી ચલાતું હતું. અમે એમની સાથે વાત
વ્યકિતત્વ દર્શન For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International