________________
- bપવા ગરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
--
પ્રશ્ન હજી અણઉકલે છે. છેવટ ગુરુ-શિષ્ય ભારે હૈયે છૂટા પડ્યા. સંતબાલે પિતાને માથે લીધું. અંતઘડી સુધી ગુરુ પ્રત્યે ભકિત એવી જ રહી. ગુરુએ પણ તેમના પ્રત્યે છેવટ સુધી પ્રેમભાવ રાખે.
કવિશ્રીએ પોતાના દીર્ધ જીવનકાળમાં ઘણા ભાઈઓ અને બહેને ધર્માભિમુખ કર્યા. મને તેમના મીઠાં સંસ્મરણે યાદ છે. જૈનશાળામાં નાની વયે તેમના પ્રતાપે ધાર્મિક સંસ્કાર મળ્યા તે જીવનભર મારા વારસામાં રહ્યાં છે.
આપણા શ્રમણવર્ગના ઘણા પાયાના પ્રશ્નોની પુનઃ વિચારણા કરવાની જરૂર છે. તેમાં કવિશ્રીનું જીવન માર્ગદર્શક બને તેવું છે. કવિશ્રીની જન્મશતાબ્દિ પ્રસંગે હું અંતઃકરણપૂર્વક તેમને શ્રદ્ધાંજલિ અર્પ છું.
પૂ. ગુરુદેવને શ્રદ્ધાંજલિ
સર્વે પ્રમુખ : શ્રી સ્થાનકવાસી જૈન સંઘ -- સુરેન્દ્રનગર
શ્રી સુરેન્દ્રનગર સંઘના ત્રણેય સંપ્રદાયના આગેવાની આગ્રહભરી વિનંતીને માન આપીને પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સંવત ૨૦૧૦ માં ચાતુર્માસ માટે સુરેન્દ્રનગર પધાર્યા હતા.
પૂજ્ય ગુરુદેવને વ્યાખ્યાનમાં જૈન-જૈનેતર ઘણું મોટી સંખ્યામાં આવતા હતા, અને પૂ. ગુરુદેવની સમન્વયકારી દિવ્ય વાણીથી મંત્રમુગ્ધ થઈ જતાં. એમની કહેવાની શિલી ખૂબ જ હદયસ્પર્શી હતી. તેમાં યે માનવતાની વાત કહેતી
1 તેઓ એવા ખીલી ઉઠતા કે સાંભળનાર વર્ગ રસપૂર્વક એકાગ્રતાથી સાંભળતે, તેઓ કહેતા કે પ્રથમ માનવતા પ્રગટાવો, માનવતા પ્રગટશે તે જ પ્રભુતા પ્રગટશે. તેઓ રાષ્ટ્રીય વિચારસરણીથી રંગાયેલા હતા.
આ જ વર્ષે બિહારમાં રેલસંકટ આવેલું. તે અંગે સટ્ટા હોલમાં તેઓશ્રીએ જાહેર પ્રવચન આપેલું અને લોકોના દિલમાં માનવતાને નાદ જાગૃત કરેલ અને ત્યાં ને ત્યાં બહુ મોટી રકમ ફાળામાં થયેલી. તેઓમાં એવી દિવ્યશક્તિ હતી કે આમજનતા ભક્તિભાવપૂર્વક તેઓ પ્રત્યે આકર્ષતી.
જનસમાજને હિતકારી રાત્રિ પ્રાર્થના અને પ્રવચનની પ્રવૃત્તિ તેઓએ ચાલુ રાખી હતી. અમારા શહેરમાં એ કાન્તિકારી વાત હતી. છતાં પણ તે વખતે આમ જનતા સારે લાભ લેતી. પ્રસંગે પ્રસંગે તેઓશ્રી ભક્તિગીત ગાતા અને એક એક પદને વિસ્તૃત રીતે ભાવાર્થ સમજાવતા એટલે શ્રોતાજને તેમનામાં તન્મય થઈ જતાં, અને ભાવવિભોર બની જતાં. એ રીતે તેઓની રાત્રિ પ્રાર્થના અને પ્રવચન ખૂબ સફળ બન્યા હતા. સહને એની અગત્યતા સમજાણી, જીવનમાં નિયમિત પ્રાર્થના માટે એમને ખૂબ આગ્રહ હતું. તેથી અહીં એમનું ભક્તમંડળ પણ થયેલું. જેણે ઘણા વર્ષો સુધી પ્રાર્થના ચાલુ રાખી હતી.
શ્રી સુરેન્દ્રનગર સંઘમાં ત્રણ સંપ્રદાયે છે. (૧) લીંબડી માટે સંપ્રદાય, (૨) લીંબડી નાને સંપ્રદાય, (૩) દરીયાપુરી સંપ્રદાય. એ રીતે ત્રણેય સંપ્રદાયને વહીવટ અલગ અલગ રહેતું. જે સંપ્રદાયનું ચાતુર્માસ હોય તે ચાતુર્માસને ખર્ચ તે સંપ્રદાય ભેગવતે અને જે સંપ્રદાયનું ચાતુર્માસ હોય તે જ સંપ્રદાયના સભ્ય તે ચાતુર્માસમાં વધુ રસ ધરાવતા. પૂ. ગુરુદેવે આ જોયું અને તેમના હૃદયને આ વાત ખટકી. તેમણે એકયતા પર ખૂબ ભાર મૂકે, આગેવાનોને પ્રેમભરી રીતે સમજાવ્યા ઐકયતા અને સંગઠનના ફાયદાઓ બતાવ્યા. તે વખતે શ્રી લીંબડી મેટા સંપ્રદાયના આગેવાન શ્રી જાદવજીભાઈ મગનલાલ વકીલ હતા. શ્રી લીંબડી નાના સંપ્રદાયના આગેવાન શ્રી દોશી ફતેચંદ ત્રિભવનદાસ હતાં. અને શ્રી દરીયાપુરી સંપ્રદાયના આગેવાન શ્રી દેશી વલ્લભભાઈ લહેરાભાઈ હતા. તેઓના અને તેમની સાથેના સહ-કાર્યકરેના હૃદય પૂ. ગુરુદેવે જીતી લીધા અને પરિણામે ત્રણેય સંઘને વહીવટ એકયતાથી કરવાને ત્રણ વર્ષ પૂરતો ઠરાવ કર્યો. અને પરિણામે તે ઠરાવ લંબાવતા આજે છેલ્લા ૨૦–૨૨ વર્ષથી એકયતાની ભાવનાપૂર્વક સંઘને વહીવટ ચાલે છે. સંઘ સંગઠનના પરિણામે શ્રી સંઘની ખૂબ ખૂબ પ્રગતિ થઈ છે. સૌરાષ્ટ્રભરમાં પ્રથમ પંકિતમાં તેનું સંગઠનબળ ગણાય છે અને ખૂબ નવી નવી પ્રવૃત્તિઓ વિકસી છે. જેમ કેશ્રી દેશી વલમભાઈ લહેરાભાઈ આયંબીલ ગૃહ, શ્રી છબલબેન લક્ષ્મીચંદ જૈન પાઠશાળા, શ્રી સી. યુ. શાહ સંસ્મરણે
[૮૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org