________________
પૂજય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
માનવરાહત કેન્દ્ર વિ. આ બધા યશ પૂ. ગુરુદેવની ઐકયતાના પ્રયાસેાને આભારી છે.
પૂજ્ય ગુરુદેવે સુરેન્દ્રનગર સધને એક અણુમાલ ભેટ આપી છે. અને તે એ કે, ઉપાશ્રયની અંદર ચારેય દીવાલો ઉપર પૂજ્ય ગુરુદેવે અમૂલ્ય સૂત્રા અને વચનામૃતો લખાવ્યા છે.
–બીજાનું બગાડીને, ભલુ પેાતાતણું કરવુ; વિષમ આ વાત છે. કેવી, તમે શું તે વિચાર્યું છે ? -વખત છે. અલ્પને ઊંચા, ઘણા છે કામ કરવાના; ઘણાં જરૂરી તણા સમયે, સૂતેલાં કયાં સુધી રહેશેા ? -સમય સરખા નથી સહુના, સદા તડકા અને છાયા; વખત આવ્યે જરૂર વહાલા, ભલા થઈને ભલું કરજો.
આ અને આવા હિતકારી અનેક સુવાકયા આજે પણ પૂજ્ય ગુરુદેવની યાદ તાજી કરાવે છે. પૂજ્ય ગુરુદેવને અમારા શ્રી સંઘ ઉપર અસીમ ઉપકાર છે. આજે પણ એ મહાપુરુષના ભવ્ય ચહેરા અમારી નજર સમક્ષ તરવરે છે. એવી મહાન વિભૂતિ ગુરુદેવને અમારી હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલિ અપીએ છીએ.
નાગરદાસમાંથી નાનચંદ્રજી
મહારાજ
. શ્રી ગુલામ રસૂલ કુરેશીભાઇ
કુદરતની ગતિ અકળ છે. જગતનાં કેટલાંયે બાળક શિશુકાળમાં માતા ગુમાવતાં સમય વીત્યે તેઓ પોતે જ જગતની માતારૂપ બન્યાનું પદ પ્રાપ્ત કરી ગયા છે. આપણા નાનચંદ્રજી મહારાજ જ્યારે નાગરદાસ હતા ત્યારે ‘મા’ના અંતિમકાળે માળસુલભ પ્રશ્ન પૂછે છે— “ભાઈ! ‘ખા’ આજે ખાટલામાં કેમ સૂતાં છે?” ઉત્તર શે। હોઈ શકે? મધદરિયે જીવનમરણનાં ઝોલાં ખાતી ખા....અને પાક પડે છે, મા ગઈ. લોકો હતા અને ખીજા આવ્યા. પચૂપ આવે છે અને મેસે છે. નનામી તૈયાર થઈ. લોક ઉપાડે છે. નાગર પૂછે છે – “ખાને આંધી આ બધા કયાં લઈ ચાલ્યા.” સ્મશાને જનારા ડાઘુઓની ટેવને કારણે પાષાણુ ખનેલાં હૃદય ઢીલાં પડી આંખમાંથી અશ્રુ ટપકાવે છે. આ ખાળ શું જાણે....“ખા ગઈ !”
બુદ્ધ ભગવાનનો પ્રસંગ યાદ આવે છે. સિદ્ધા મડ ું જુએ છે. પ્રશ્ન ઊઠે છે-“આ શું? જરા શુ? મરણુ શુ?”
આ બાળનાગરના કામળ હૈયામાં કુટુંબના સંસ્કારને આધારે વગર લખ્યું કયાંક કાતરાય છે માનવની આ પીડા !’ હું શું કરી શકું? વખત વીતે છે. શિશુમાંથી તરુણુ અને તરુણમાંથી યુવાન નાગર બને છે નાગરદાસ. પણ તેનો આ બધા સમય એળે નથી ગયા. કાળની ગતિ સાથે ભીતરમાં કંડારાયેલ માનવપીડાને ટાળવા ટાઢમાં ટાઢ અને તડકામાં તડકા સહન કરવાના પોતાના પ્રયાગા જારી છે, ત્યારે ભવ્ય સંસ્કારના ઉદય થાય છે—માનવપીડા મટાડવા સાધુ બનવું! જરામરણનો ઉપાય સમદષ્ટિ ! અને તે સાધવા દેહદમન અને મનના નિગ્રહ ! પણ સાધુ બનવું સહેલું નથી. તેવા વિચારો ઘેરી વળે છે.
Jain Education International
નાગરદાસ કાચી માટીના નથી. દેહદમનના અને મનને વશ કરવાના પોતાના પ્રયાગો ચાલુ છે. તે પ્રયાગામાં દિનરાત–ભૂખતરસ ભૂલી જાય છે. સાધુ બનવાની ધૂન છે. તે માટે જે કઈ સહન કરવુ પડે તે માટેની તૈયારી છે. નાગરદાસ વિચાર કરે છે, જૈન સાધુને તેા લેાચ કરી ઊભી થતી પીડાનો અનુભવ કરવાના હોય છે. પોતે સાધુ પાસે જાય છે અને કહે છે મારે લેાચના અનુભવ લેવા છે. સાધુ સંસારીના લેાચ કરવાની ના પાડે છે. છતાં નાગરદાસ નિરાશ થતા નથી. પરંતુ પોતાના નિશ્ચયબળને દઢ કરવા છેવટે હજામ પાસે લાચ તેા કરાવે જ છે. લોચ થયો. પીડા કારમી ઊઠી તે સમાવવા કોઈ ભલા માણસે માથામાં વાટેલી સૂંઠ ભભરાવાનું કહેતાં આપણા નાગરદાસભાઈ તે પ્રમાણે કરે છે. પછી તેા અગ્નિઝાળ
[૮]
વ્યકિતત્વ દર્શીન
For Private Personal Use Only
www.jainelibrary.org