________________
પૂજ્ય ગુરુદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જોઈએ, સાંસારિક પ્રવૃત્તિઓ સાથે તેમને કઈ સંબંધ ન હોવો જોઈએ. મોક્ષમાર્ગને જ ઉપદેશ આપે. અહિંસા અને આરંભ-સમારંભ વિષે આપણુમાં એવા ખ્યાલે પ્રવર્તે છે કે જૈન સાધુ સમાજસુધારણુ કે સામાજિક સેવા અથવા લેકકલ્યાણનાં કાર્યોને ઉપદેશ આપે તે તેમને દેષ લાગે. કવિશ્રીએ એ જમાનામાં પણ આજથી ૬૦ વર્ષ પહેલાં પ્રગતિશીલ વિચાર ધરાવતા હતા. માણસનું અને સમાજનું જીવન નીતિમય ન હોય તે માત્ર મોક્ષમાર્ગને ઉપદેશ આપવો અથવા શાસ્ત્રોનું જ વાંચન કરવું એથી ધર્મની અભિવૃદ્ધિ થતી નથી. પાયે ન હોય ત્યાં ઈમારત ચણવા જેવું થાય! કવિશ્રી માનતા કે માનવતા એજ સાચા ધર્મને પામે છે.
તે જમાનામાં સ્ત્રીઓની મુક્તિ કે ઉન્નતિની વાત કરવી અને તે પણ જૈન સાધુએ-એ અકય હતું. પણ કવિશ્રી માનતા કે, પુરુષ જેટલો જ સ્ત્રીને અધિકાર છે. સ્ત્રીને નિરક્ષર કે દબાયેલી રાખવાથી સમાજની અધગતિ થાય છે. તેથી કવિશ્રીના ઉપદેશથી મહિલા-મંડળની સ્થાપના થઈ હતી જે હજી પણ ચાલે છે.
લીંબડીમાં ગામડાનાં વિદ્યાથીઓના અભ્યાસની અનુકૂળતા માટે તેમના જ ઉપદેશથી સ્થાનકવાસી બેટિંગની સ્થાપના થઈ હતી જેને સેંકડે વિદ્યાર્થીઓને લાભ મળે છે. દરેક પ્રકારના કલ્યાણના કાર્યો માટે કવિશ્રી પ્રેરણા આપતા.
પિતાને નવું જાણવાની જીજ્ઞાસા એટલી બધી હતી કે રાત્રે ઉપાશ્રયમાં દીવાબત્તી - તે વખતે તે ફાનસથી–છોટાલાલ હરજીવન – “સુશીલ’ સારા અંગ્રેજી પુસ્તક વાંચી તેમને સમજાવતા. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ કાળધર્મ પામ્યા પછી કવિશ્રી બધે વિચર્યા. સર્વે સ્થળે માનવતા અને લેક કલ્યાણના સત્કર્મોને ઉપદેશ અને પ્રેરણા આપતા. વિશેષમાં કવિશ્રી માનતા કે જૈન સાધુને ઉપદેશ માત્ર જેને માટે જ નથી, સકળ જનતાને તેને લાભ મળવો જોઈએ. તેથી ગામડાઓમાં વિચરતા ત્યારે રાત્રિ પ્રવચને રાખતા અને ગ્રામજનતા મોટી સંખ્યામાં તેમના ઉપદેશને લાભ લેતી. બુલંદ અવાજ હતે અને કંઠ મધુર હતું. પિતે કવિ હતા અને ભકિતના સુંદર કાવ્ય અને પદે રચતા અને ગાતા.
સ્વભાવમાં આગ્રહ પણ હતું. સાચી અને સારી વસ્તુ થવી જ જોઈએ. પિતાના અનુયાયીઓને આગ્રહપૂર્વક સત્કાર્યો માટે પ્રેરણા આપતા. સેંકડો ભાઈઓ અને બહેને એ કવિશ્રીથી પ્રભાવિત થઈ પિતાનું જીવન સન્માર્ગે વાળ્યું છે. તેમના ઉપદેશથી ઘણા લોકકલ્યાણના કાર્યો થયા છે.
આપણા દેશમાં ગાંધીયુગ શરૂ થયું ત્યારે કવિશ્રી પોતે ગાંધીજીના વિચારોથી આકર્ષાયા અને ખાદી પહેરવી, ફેંટી કાંત, ગ્રામોદ્યોગને ઉત્તેજન આપવું, અસ્પૃશ્યતા નિવારણ વિગેરે રચનાત્મક કાર્યક્રમે માટે ઉપદેશ આપતા. પિતે ખાદી પહેરતા. મારી વિસ્મૃતિ થતી ન હોય તે- હાથે દળેલે લેટ જ વાપરો એ આગ્રહ રાખતા. જૈન સાધુ માટે આ પગલું કાન્તિકારી હતું.
શાસ્ત્રોના જ્ઞાનમાં એમના કરતાં કદાચ વધારે વિદ્વાન એવા સાધુઓ હતા. પણ યુગબળને ઓળખી યુગધર્મને ઉપદેશ આપવામાં તેઓ વિરલ હતા. રૂઢિચુસ્ત તરફથી ટીકા થાય તેની બહુ પરવા ન કરતા. આપણામાં એક માન્યતા એવી છે કે ક્રિયાઓ ચુસ્તપણે પાળે એ સાચા સાધુ ગણાય- એ દ્રષ્ટિએ કવિશ્રીએ દેશકાળ પ્રમાણે સારા પ્રમાણમાં છૂટ લીધી હતી.
કવિશ્રીને જીવનમાં કસોટીના પ્રસંગો પણ આવ્યા એમાંના એકાદ પ્રસંગને, જેને હું સાક્ષી છું, તેને અહીં ઉલ્લેખ કરું છું.
તેમના શિષ્ય, જે પાછળથી સંતબાલ ને નામે જાણીતા થયા, તેમની સાથે તીવ્ર મતભેદ થશે. સંતબાલે કવિશ્રી પાસેથી જ પ્રેરણા મેળવી બે ડગલા આગળ જવા તૈયાર થયા. સંતબાલમાં તરવરાટ ઘણે. માત્ર ઉપદેશ આપી બેસી રહેવું એ તેમને પ્ય ન લાગ્યું. સામાજિક સેવા અને લોકકલ્યાણના કાર્યોમાં સક્રિય ભાગ લે અને ઉપદેશ આપીયે તે કરી બતાવવું એવી તેમની ભાવના થઈ. જૈન સાધુ આટલે સુધી જાય તે કવિશ્રીને માન્ય ન હતું. ચર્ચામાં અહીં નથી ઊતરતે. સંતબાલ મક્કમ હતા. ગુરુ-શિષ્ય વચ્ચેની ચર્ચામાં હું સાક્ષી અને કેટલેક દરજે ભાગીદાર હતે. મુંબઈમાં વરસવા ઉપર જીવણલાલ ચિનાઈના બંગલે બને હતા ત્યારે આ વિવાદ ચાલતું હતું. તેમાં મેં પણ છેડે ભાગ લીધે હતે. મુખ્ય પ્રશ્ન એ હતે જૈન સાધુને વેષ રાખીને આવી પ્રવૃત્તિમાં પડવું કેટલે દરજે યોગ્ય લેખાય એ | [૬]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org