SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ વડીલેની વર્ષોની માગણી અને ઝંખના પછી પૂ. ગુરુદેવના પાવન પગલાં અમારા ગામમાં થયા. ત્યાર પછી સંઘના ખૂબ જ આગ્રહને લઈ અમને તેમના એક ચાતુર્માસને લાભ મળે. અમારા માટે એ ચાર માસ એવા બન્યા કે જે તે વખતે કઈ ઈન્દ્ર કસોટી કરવા આવે અને કહે કે ચાલે ભાઈ! તમને વિના તકલીફે સદેહે સ્વર્ગમાં લઈ જાઉં અને તમને કે તમારા કુટુંબને જરા પણ તકલીફ આવવા નહીં દઉં તે પણ અમે ફટ દઈને કહી દઈએ કે આ ચાર મહિના તે અમારે મેક્ષ પણ મળતું હોય તે પણ ન જોઈએ તે તારા સ્વર્ગને શું કરીએ ? શું સ્વર્ગમાં આવા પારસમણિ સંત છે? પૂ. ગુરુદેવની વિદ્વત્તા અને મહાનુભાવતા અજોડ હતા. તેમની વાણીમાં વરદાન હતું. તેમની જીભમાં સરરવતીને આપતા ત્યારે ધારે તેવું વાતાવરણ સર્જી શકતા હતા. જ્યારે કોઈ શૂરવીર માણસના શૌર્યની વાત કરતા ત્યારે શ્રોતાજનેને પણ તેઓ તે સ્ટેજ પર મૂકી દેતા ને તેના રોમેરોમમાં જાણે વીરતા ફરી વળે, તેમ કઈ અનુકંપાની-કરુણાની વાત કહે ત્યારે સાંભળનાર કદાચ પાષાણ હૃદયને હોય તે પણ પીગળી જાય. હાસ્યરસની વાત કરે તે પણ કઈ અનેખી શૈલીથી સાંભળનાર ભલે પેટ પકડીને હસ્યા જ કરે. આવી ધારી અસર ઉપજાવી શકતા હેવા છતાં એ ફૂલગુલાબી હૃદય સદા નિજાનંદના અલૌકિક રસથી ભરપૂર ભરેલું રહેતું. તેમને આત્મા ને કયારે દુષ્ટ થતું કે ન તે કયાંય લેપતે. નિર્લિપ્ત કમલ જેવું તેમનું જીવન હતું. તેમનું દિલ દિલાવર હતું. અહીં ચાતુર્માસ રહ્યા ત્યારે તેમના સહાધ્યાયીઓ સહિત પાંચ ઠાણા હતા. તેમાં પૂ. સુંદરજીસ્વામી અહીંના હતા તે તેમના હૃદયમાં ભાવ જાગ્યો કે તેમના ગામમાં તેમનું કંઈક પણ સ્મારક રહેવું જોઈએ અને તેથી તેમણે તેમના નામની લાયબ્રેરી શરૂ કરી તે હજુ પણ તેમની ઉદારતાના પ્રતીક સમી ચાલુ છે. કયાં પિતાની નામના માટે ખેંચતાણ? અને કયાં આ ગુબંધુ માટેનું ઉદાર ચરિત માનસ ! અહીં કચ્છમાં અમારે બપોરના એક વાગ્યાનું મુખ્ય વ્યાખ્યાન હોય. બપોરના ગૌચરી કરીને જરાવાર આરામ કરવાને સમય હોય ત્યારે દરવાજો બંધ હોય તેથી બપોરે શ્રાવકની બહાર લાઈન લાગે એટલા માટે કે વહેલા જઈશું તે આગળ જગ્યા મળશે, નહીં તે બહાર ઊભા રહેવું પડશે. આજે તે ધર્મસ્થાને મેટા લાગે છે, સામેથી લોકોને કહેવું પડે છે કે કેમ વ્યાખ્યાનમાં નથી આવતા? ત્યારે તે વખતે તેમના પગલાથી એ જ સ્થાનમાં ઊભા રહેવાની પણ જગ્યા ન મળતી. આ વાત અનુભવેલી છે. પિતે સામે ચાલી હરિજનવાસમાં ગયેલા અને ત્યાં પ્રવચન કરેલું અને તેમને સ્થાનકમાં આવવા માટે આમંત્રણ આપ્યું. નાનું બાળક પણ તેમને જુવે તે ભૂલે નર્યું, ત્યારે આ લોકોને સામેથી ગંગા મળી. વળી આકૃતિ, પ્રકૃતિ ને વાણી ત્રણેય ભવ્ય હતા. તેમનું આકર્ષણ અપૂર્વ હતું તેથી તે લોકોની પણ સભામાં ભીડ જામવા લાગી. રૂઢિચુસ્ત લેકેએ જરા વધે ઊઠાવે તો પણ શાંત અને દઢતાપૂર્વક જવાબ આપે. મારું એ કામ છે ને હું કરીશ. સાધુ છે તે સૌને બંધુ, મિત્ર છે. જેને ન રુચે તે ગૌચરી ન વહેરાવે. પણ મારે જે ધર્મ છે તે હું છોડીશ નહીં. વિશ્વના પ્રત્યેક જીવ પ્રત્યે મંત્રીને પાઠ બોલનારા એવા આપણે આપણા માનવબંધુઓ સાથે એક સ્થળમાં માત્ર બેસી પણ ન શકતા હોઈએ તે એ પાઠ પુસ્તકમાં હોય કે આપણી જીભે તે હોય તે તેને અર્થ નથી. ઉપદેશ જુદે અને જીવન કંઈક જુદું જ હોય એવું એમનામાં કયારેય પણ જોવા મળ્યું નથી. આવી એમની દઢતાને લઈને એ હરિજન બંધુઓ આખું ચાતુર્માસ તેમની પવિત્ર વાણીને અણમેલ અલભ્ય લાભ લઈ શક્યા અને પરિણામ એ આવ્યું કે હરિજન સમ દારૂ અને માંસના ભયંકર પાપમાંથી સદ્દબોધ આપી છેડાવ્યા. એમના ગુણાનુવાદ જેટલા કરીએ તેટલા ઓછા જ છે. એ વિરાટ શક્તિધારી માનવ હતા અને અમે અલ્પમતિ ને અલ્પશક્તિવાળા. કહી કહીને પણ છેવટે તે વિરમવાનું જ ને? અમારા સદ્દભાગ્યે ર૦૩૧ માં તેમના શિષ્યા બા.બ્રતેજસ્વી છતાં નમ્ર પૂ. મ. શ્રી વિનંદિનીબાઈ સ્વામીનું ચાતુર્માસ મળ્યું. જાણે વર્ષોની આતુરતા પછી પૂ. ગુરુદેવ તેમના રૂપમાં ફરી અમને મળ્યા અને અમારી સુષુપ્ત ચેતના ફરીને જાગૃત થઈ ઊઠી. પૂ. મ. શ્રીના ઉપદેશથી અમે ગુરુદેવના સમારક તરીકે “કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મહારાજ જૈન અતિથિગૃહ,’ બનાવવવાનું નકકી કર્યું છે. તે માટે ફંડ પણ ૭૦,૦૦૦ નું થઈ ગયું છે અને એક લાખ રૂા. કરવાની ભાવના છે. અતિથિગૃહને નકશે પણ તૈયાર થઈ શકે છે. આ વર્ષથી જ કામ શરૂ કરવાની ભાવના છે અને શતાબ્દિ સુધીમાં કામ પૂર્ણ કરી તન, મન, ધનથી અંજલિ અર્પણ કરી કૃતાર્થ થઈએ એવી પવિત્ર ભાવના સહ વિરમું છું. [[૨] વ્યકિતત્વ દર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy