________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનરસન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ.
અમારા ગામનું ઝળહળતું રતન
૪ શ્રી જેઠાલાલ ઉમરશીભાઈ, પરમ પૂજ્ય પ્રખર વકતા માનવતાના પુરસ્કર્તા કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચન્દ્રજી મહારાજસાહેબની સ્મૃતિ રજૂ કરતા અમને ખૂબ જ આનંદ થાય છે.
અમારા એક નાનકડા બા જેવડા રામાણીઆ ગામમાં પૂ. ગુરુદેવનું સ્મારક અમે કરી શક્યા છીએ અને તે સ્મારક અમને ડગલે ને પગલે તેમની જીવંતતાની યાદ દેવડાવી રહ્યું છે.
અમારા પરમ સદભાગ્યે આજથી ૪૫ વર્ષ પહેલાં પૂ. ગુરુદેવના પુનિત પગલા અમારા ગામમાં થયા અને પ્રબળ પુષ્યોગે અમને પૂ. ગુરુદેવના બે ચાતુર્માસને લાભ મળે છે. જે વખતે હરિજનને ધર્મસ્થાનમાં પગ મૂકવાને પણ અધિકાર ન હતું ત્યારે પૂ. મહારાજસાહેબના વ્યાખ્યાનમાં, પ્રાર્થનામાં તે લોકો મુકતતાથી લાભ લેતા. તેમના ઉપકારથી અમારું ગામ ઋણી છે. અને બીજી રીતે કહીએ તે પૂ. ગુરુદેવના માથે અમારા ગામનું ઋણ છે. કારણ કે પૂ. ગુરુદેવના ગુરુમહારાજ પૂ. આચાર્યશ્રી દેવચન્દ્રજીસ્વામી અમારા ગામના તેજસ્વી હીરા હતા. તેમના નામની પ્રાથમિક શાળા શ્રી દેવચન્દ્રજીસ્વામી જૈન પાઠશાળા અને લાયબ્રેરી પૂ. ગુરુદેવે શરુ કરેલી તે આજે પણ ચાલુ છે, અને એક અતિથિગ્રહ બન્યું. જાણે એ ગુરુશિષ્યની જુગલજોડી આજે પણ અમારા ગામને શોભાવી ગામનું ગૌરવ અને ઉત્કર્ષ વધારી રહ્યાં છે.
આજથી ચાર વર્ષ પહેલા પૂ. મ. શ્રી વિનોદિનીબાઈસ્વામી ઠા. ૬. ને વષીતપ ચાલતો હતો. તેમના પારણા કરાવવા માટે રામાણીઆવાળા શ્રી ભાણજીભાઈ તેજસીએ ભાવના ભાવી. પૂ. મ. શ્રી, મુંબઈથી ગુજરાત બાજુ વિહાર કરી રહ્યા હતા. વજેશ્વરીમાં પારણા કરવા તેવું નકકી થયું. પૂ. મ. શ્રીએ દરખાસ્ત મૂકી કે તે પ્રસંગે જે ફંડ થાય તેનું પૂ. ગુરુદેવના નામનું સ્મારક બને. એ વાતને ભાણજીભાઈએ વધાવી લીધી. વજેશ્વરી જેવા ગામમાં એક પણ જૈનનું ઘર નથી. માત્ર સહેલગાહની જગ્યા છે, ત્યાં જે ભાવિકો પારણાને લાભ લેવા આવેલા તેવી ગણીગાંઠી વ્યકિતઓમાંથી જ રૂા. ૭૦૦૦ જેવી રકમ થઈ અને નાનકડી રકમથી શરુ થયેલું અમારું આ ભવ્ય અતિથિગૃહ પૂ. ગુરુદેવની કૃપાથી ગયા વર્ષે સંવત ૨૦૩૧ અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે પૂર્ણ થયેલ છે. તેની વિશેષતા તે એ છે કે તેની શરુઆત વર્ષીતપના પારણાથી થઈ અને પારણાના દિવસે તે જ મ. શ્રી વિનોદિનીબાઈ સ્વામી આદિ ઠાણાઓના સાનિધ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પૂ. મહાસતીજી પણ અમારા ગામના તેજસ્વી સિતારા છે. તેમની વિદ્વત્તા અને સરળતા અને ગુરુભકિત અજોડ છે. ઉદ્દઘાટન પણ વષીતપ કરતા ચંચળબહેન (શ્રી ભાણજીભાઈના દીકરી)ના હાથે જ કરવામાં આવ્યું. એટલે ઈમારતના કણેકણ જ્ઞાન અને તપના પ્રતિબિંબથી પ્રકાશિત છે.
પૂ. ગુરુદેવની કૃપાથી અમારું આ ગેકુળીયું ગામ વધુ ને વધુ પ્રગતિશીલ બની રહ્યું છે. આજે આ ગામમાં લિજજત-પાપડ કેન્દ્ર પણ ચાલી રહ્યાં છે. તેમાં ઓઝલવાળા ગરાસીયા બહેનો પણ લાભ લઈ રહ્યા છે. જે કેમની સ્થિતિ આજે લગભગ સાવ નબળી થઈ રહી છે, તે લેકે સુખેથી આમાંથી રજી મેળવી રહ્યા છે, અને સ્વાધીનતાપૂર્વક, ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે. જેને જૈનેતર સહ તેને લાભ લે છે. આ ઉદ્યોગથી આખા ગામની શકલ બદલાઈ ગઈ છે. ગુરુદેવ ગૃહઉદ્યોગ ઈચ્છતા તેમાંની એક વાત જાણે સાકાર બની ગઈ છે.
પૂ. ગુરુદેવ મહાન કાન્તિકારી વીરપુરુષ હતા. તેમની અમારા નામ પર ખૂબ જ કૃપાદૃષ્ટિ હતી. અમારા પર તેમના લાખ લાખ ઉપકાર છે. તે ઋણમાંથી મુક્ત થવા માટે જે કંઈ કરીએ તે ઓછું જ છે. તેમના પેલા સંસ્કારબીજ અમારી પેઢી દર પેઢીમાં ફલે ફૂલે ને ફળે અને એમના પવિત્ર વિચારે, મૈત્રી, પ્રેમ, કરુણું, સત્કાર્યના નિર્મલ ઝરણાં અમારા સૌના હૃદયમાં નિશદિન વહો એવી અમારી પ્રાર્થના છે.
સંસ્મરણો Jain Education International
[૩] www.jainelibrary.org
For Private & Personal Use Only
For Private & Personal Use Only