________________
પન્ય ગ્રદેવ કવિવર ૫. નાગરજી મહારાજ જન્મશતાબ્દિ ઋનિયા
જંગમસંસ્થા સ્વરૂપ મુનિપુંગમ
8 શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘ, દાદર
છેલ્લા પચાસસાઠ વરસોમાં સ્થાનકવાસી જૈન સમાજમાં જે પ્રતિભાશાળી સંત-મૂનિવર થયા છે તેમાં લીંબડી સંપ્રદાયના કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ સાહેબનું નામ ઝળકી ઊઠે છે. રાજર્ષિ જેવું ઓજસ્વી અને સેહામણું વ્યકિતત્વ, ભકિત-ઉર્મિલ હદય, અને સર્વધર્મ સમન્વયકારક વિદ્વતા ધરાવતા આ મુનિવર એક જંગમ સંસ્થા સમાન હતા. આત્માના કેઈ અગમ્ય ઓવારેથી ઉદ્ભવત, હદયના ભકિતભાવથી ભીંજાતે, મધુર અને સૂરિલા કંઠથી સીંચા, તેમને વૈરાગ્યપૂર્ણ અને માનવતાલક્ષી ઉપદેશ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતે. આ ઉપદેશ કયારેક મનહરતા ધારણ કરતે, તે કયારેક ગંગાના નીર જેવી પવિત્રતા અપતિ, તે કયારેક વળી સહસ્ત્રદળ કમળની સુવાસની જેમ મઘમઘાટ પ્રસરાવતે ઉપસ્થિત શ્રોતાગણને આધ્યાત્મિક ભાવમાં નિમજજન કરાવતે. તેમની તળપદી, રેચક અને છટાદાર વાણીમાં કવિત્વના ઝંકાર સાથે મધુરતાની ખંજરી બજતી ત્યારે ત્યાં નિર્ભયતાની સાથે નિખાલસતાના રેલા રેલાતા. પ્રાણીમાત્ર પ્રત્યે આત્મોપમ્યની ભાવના સેવતા આ મુનિશ્રેષ્ઠની અહિંસા અને શ્રમણત્વ કિડી-મકેડી પર્વત પર્યાપ્ત ન હતું. પરંતુ માનવજાતિના દુઃખ, દારિદ્રય, કરુણતા અને શોષણખોરીને જોઈને દ્રવી ઉઠતું. તેમની આ દારુણ વેદના અને વ્યથા જોઈને તેમના સદુપદેશથી પ્રેરાઈને સનિષ્ઠ અને સેવાભાવી કાર્યકરોએ માનવકલ્યાણકારી પ્રવૃત્તિઓ શરૂ કરેલી, જેમાંની કેટલીક આજે કબીરવડસમ ફાલફૂલી છે.
ગાંધીયુગના હોવાથી મુનિશ્રીના વિચારોમાં જેમ નવીનતા આવવી રવાભાવિક હતું તેમ તે વિચારોમાં કયારેક કાન્તિની ચીનગારીઓ પ્રગટવી તેટલું જ સ્વાભાવિક હતું. શિષ્ય પ્રત્યે અપાર વત્સલતા હતી તે ભકતે પ્રત્યે પરમ મૈત્રીભાવ હતે. માણસમાં રહેલા ઉત્તમ ગુણેના તેઓ પારખુ હતા અને તેથી જ તેમની નિકટવતી વ્યકિતઓ પાસેથી લકેપગી પ્રવૃત્તિઓ માટે યોગદાન મેળવવામાં તેઓ સફળ થતા.
તેમની તિતિક્ષા અને સમત્વ અન્ય સાધકને પ્રેરણાદાયી બનતું. જૈન શાસન પ્રત્યે તેઓશ્રીને અનન્ય ભક્તિ હતી અને રાષ્ટ્ર પ્રત્યે અપાર પ્રેમ હતે. અપરિગથી ભરેલું તેમનું કવન ભકિતપ્રધાન હતું. તેમના મુંબઈના છેલ્લા ચાતુર્માસ પ્રસંગે દાદર ક્ષેત્રને શેષકાળમાં પાવન કરેલું જે સંસ્મરણો અને આજેય તાજાં લાગે છે. આવા પરમ ઉપકારી ગુરુદેવની જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે અમે ભકિતભાવપૂર્વક આ અંજલિ સાદર અર્પણ કરી કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
મારું તે એ કામ છે ને હું તે કરીશ
8 શાંતિલાલ દામજી નાથાભાઈ
સંયમના શણગારથી શુભતા, જ્ઞાનના તેજથી દીપતા, દિવ્ય પ્રેમના પરિમલથી વાતાવરણને મઘમઘતું બનાવનાર એવા પૂ. ગુરુદેવનું નામ યાદ આવતા હર્ષ અને રોમાંચ થાય છે. એ નામમાં એ જાદુ છે કે નામ લેતાં જ જાણે આપણા ભવભવના પાપ ઓછા થતાં હોય તેમ લાગે. હૃદયમાં એકદમ પ્રસન્નતા અને આનંદ પ્રસરી જાય. ગમે તે વૃદ્ધ માણસ હોય પણ જેણે તેમને જોયા છે તેને પૂછવામાં આવે તે એવો અનુભવ થાય છે કે જાણે કહેવાનું તે ઘણું છે પણ કહી શકતા નથી. એમના અમાપ ગુણને માપવાના શબ્દો પણ અમારી પાસે નથી. ઘડીભર એ વૃદ્ધના મેઢા પર પણ ગુરુદેવનું નામ પડતા સુરખી ખીલી ઊઠે છે અને જાણે વૃદ્ધત્વ વિલીન થઈ જાય છે.
પૂ. ગુરુદેવના જીવન માટે જાણે શું કહેવું ને શું ન કહેવું? આપણું ભારતમાતા આવા પવિત્ર પુત્રરત્નથી ગૌરવવંત છે. એ ભૂમિ ભાગ્યશાળી છે જ્યાં પૂ. ગુરુદેવના પગલાં થયા છે. આજથી લગભગ ૪૪ વર્ષ પહેલાં અમારા સંસ્મરણે
[૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org