________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ નિર્ભય અને હિમ્મતવાન શ્રમણ
ૐ શ્રી જયતીભાઇ ગાંધી, સુદામડા
પૂ. ગુરુદેવ એક જૈન શ્રમણ હતા. એથી વિશેષ તેઓ ચીલાચાલુ ગાડરીઆ પ્રવાહે ચાલતાં આઘસ જ્ઞાએ જીવતા શ્રાવક અને સાધુ સમાજને દિવ્યદૃષ્ટિ આપનાર દિવ્ય પુરુષ હતા. ગુરુદેવ જુદી જ માટીનાં અનેલ હતા. સાધુ અને શ્રાવક ધની મૂળ પરંપરાનાં પ્રાણને સુરક્ષિત રાખી, નૂતન ચેતના-નવી જાગૃતિ લાવવાના હિંમતભર્યો પ્રયાસ તેઓશ્રીએ કર્યા જે ખરેખર યોગ્ય અને પ્રશંસનીય છે.
સૂત્ર એ અણમેાલ વસ્તુ છે. પરંતુ જેમ કનકપાત્ર વિના સિંહણનું દૂધ રહી શકે નહીં. તેમ અમુક કક્ષા સુધીની યેાગ્યતા પ્રાપ્ત થયા પહેલાં એ ઉત્તમ સૂત્ર શ્રવણ પણ ફળદાયી નીવડે નહી.
અદર રૂવાડે રૂવાડે રાગ ભર્યાં છે તેવા રોગીને કિંમતી વસ્ત્રાલંકારોથી સુશેાલિત કરીયે તે પણ તેનાં ચહેરા પર નૈસર્ગિક આનંદ કે પ્રક્રુલ્લિતતા દેખી શકાતાં નથી. તેમ પ્રથમ તે વ્યક્તિ માણસ અને. માનવતાનાં પ્રાથમિક લક્ષણા પ્રાપ્ત કરે પછી જ શ્રાવક બનાય–જૈન અનાય એવુ તેએશ્રીનું સ્પષ્ટ મતવ્ય હતું.
પૂજ્યશ્રી સાયલા આવતા ત્યારે કોઈ વાર સુદામડા પણ આવતાં. ત્યારે તેઓશ્રીની અમૃત વાણીના કર્દિ કર્દિ લાભ મળતા હતા. તેઓશ્રીની વકતવ્યતા-કકળાથી સૌ કોઇ પ્રભાવિત થતાં હતાં.
ઘણાં વર્ષો પહેલાં તેઓશ્રીનાં ઉપદેશના સાદ–“પ્રથમ માણસાઇ પ્રગટાવા અને માનવભવનુ મૂલ્ય સમજવા કોશિષ કરો.” પૂજ્યશ્રીએ આ સૂત્ર ઠસાવવા એક રૂપક કહેલું તે હજુ મારા સ્મૃતિપટ પરથી ભુસાયું નથી. એ રૂપક થોડી સજાવટ સાથે લેખ તરીકે આપેલ છે.
યુગા પુરુષની વિશેષતા
શ્રી ચીમનલાલ મણિલાલ શાહ
અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રય બંધાયા બાદ પહેલુ જ ચાતુર્માસ સને ૧૯૫૬ મા કવિવર્ય પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ તથા તેમના સુશિષ્ય પૂજ્ય શ્રી ચુનીલાલજી મહારાજનુ થયુ` હતુ`. ચાતુર્માસ દરમ્યાન અવારનવાર તેમના પ્રવચનો સાંભળવા હું જતેા. તેમનાં પ્રવચનેાના મુખ્ય સુર વ્યવહારસુધારણા, સમાજસુધારણા, કુરિવાજોના ત્યાગ, સાદાઈ અપનાવી, માનવતાનાં ગુણા પ્રગટાવી, અધ્યાત્મ માર્ગે આગળ વધવું: વિ. પ્રકારનો રહેતો. રાષ્ટ્રીય ભાવનાની પણ તેઓ પુષ્ટિ કરતા.
પૂજ્ય કવિ મહારાજશ્રી એક યુગદ્રષ્ટા પુરુષ હતા. આવા યુગદ્રષ્ટા પુરુષોનાં કાર્યનું મહત્વ તેમનાં જીવનકાળ દરમ્યાન જણાય છે તેથી વિશેષ તેમની હૈયાતી બાદ સમજાય છે. એ સૌ કોઈને સુવિદિત છે કે સમાજને ઉપયોગી ઘણી સંસ્થાઓના જન્મ તેમની પ્રેરણાથી થયા છે. આજે તે સંસ્થાએ સમાજને આશીર્વાદરૂપ થઈ પડી છે.
અંગત રીતે મને પોતાને શુદ્ધ ખાદીનાં વસ્ત્રો પહેરવાની પ્રેરણા તેમનાં ઉપદેશમાંથી મળી, તેથી ૧૯૫૬ થી ખાદીના વસ્ત્રા પહેરૂ છુ.
તેમનાં પ્રવચનોમાંથી યાદ રહેલા કેટલેક ભાગ મેં ટપકાવી લીધેા હતા, તે મારી પાસે સચવાઈ રહ્યો છે. પૂજ્ય મહારાજશ્રીની જન્મશતાબ્દિ પ્રસંગે તેમનાં વચનામૃત સ્મૃતિ ગ્રંથમાં દાખલ કરતાં હું આનંદ
અનુભવું છું.
[૮]
Jain Education International
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainelibrary.org