________________
ક
૨ ડાવિય પ, નાનજી મહારાજ જન્મશતાહિદ ર
સદગુરુદેવ અને સત્યમની શ્રધ્ધાનું અમોઘ ફળ
૪ શ્રી કંચનબેન કાન્તિલાલ,
મહાપુરુષ કોઈ જન્મથી થતું નથી. સંયમસાધના અને કર્તવ્યનિષ્ઠા, વિવેક અને સમજણપૂર્વકના ત્યાગ, તપ
તેમનામાં એવા સદ્દગુણો અને સચ્ચારિત્રની શકિત ઉપલબ્ધ થાય છે કે ગમે તેવો ભયંકર માણસ શાંત બની જાય છે. કેધી ક્ષમાશીલ બની જાય છે. રાગી વીતરાગી અને રેગી નિગી બની જાય છે. તેઓ ચમત્કાર કરતા નથી. તેમનું જીવન જ ચમત્કારમય હોય છે. તેમની સાધનાથી પવિત્ર થયેલા દેહમાંથી શાંત પરમાણુઓની નિરંતર વર્ષ થયા કરે છે. એટલે જ સંત કબીરે ગાયું છે કે પારસમણિ અને સંતની શી તુલના? પારસમણિ તે બહુબહુ લોઢાને સોનું બનાવે પણ પારસમણિ ન બનાવે, જ્યારે સંત તે અધમમાં અધમ અને પાપીમાં પાપી માણસને પણ પિતાના જેવા સંત બનાવી દે છે. એવા સંતપુરુષોના નામસ્મરણથી પણ દોષ દૂર થાય છે તે શ્રદ્ધાની તે શી વાત?
“પારસમણિ ઔર સંતમેં, બડા અંતર જાણું,
વે લેહા કંચન કરે, વ કરે આપ સમાન." વિ. સં. ૨૦૧૨ ની સાલમાં પંડિતરત્ન પરમ ઉપકારી પૂ. કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજસાહેબનું ચાતુર્માસ અમદાવાદ નગરશેઠના વંડે હતું. મારા પરમોપકારિણું (સંસાર પક્ષના બેન) પરમ વિદુષી દમયંતીબાઈ મહાસતીજી આદિ ઠા. ૪ પણ ત્યાં ચાતુર્માસ બિરાજતા હતાં.
તે વખતે મને વમન (ઉલટી)ની બીમારી હતી, પણ એ તકલીફ એટલી અસહ્ય હતી કે મારી ધીરજ ખૂટી જતી. કચ્છમાં તેમ જ મુંબઈમાં નિષ્ણાત ડોકટરની સલાહ લીધી, પણ તકલીફ વધતી જતી હતી. કર્મની વિચિત્રતા એવી હતી કે બબ્બે મિનિટે ઉલટી થાય. ભલભલા સ્પેશ્યાલિસ્ટ ડોકટરની ટ્રીટમેન્ટ ચાલુ છતાં, સફળતા ન મળી. શરીર કૃશ થઈ ગયું, મન હતાશ થઈ ગયું, આખું કુટુંબ ચિંતિત હતું. હું અને મારા માતાપિતા કચ્છથી મુંબઈ જઈ રહ્યા હતાં. વચ્ચે અમદાવાદ પૂ. ગુરુદેવના દર્શને આવ્યા. મને ગુરુદેવે પૂછયું, આટલી બધી નિરાશ કેમ છે? મેં મારી દર્દભરી વાત કરી. કરુણા ગુરુદેવે મને ભકતામર સ્તોત્રને પ્રભાવ સમજાવ્યું અને કહ્યું- ભગવાનની સ્તુતિથી નરકનાં ઘેર દુઃખને અંત આવે છે. આકરામાં આકરી ભવબંધનની જેલ પણ તૂટી જાય છે. ભવાંતરના નિબિડમાં નિબિડ બંધ પણ ભગવાનના નામસ્મરણ્ય માત્રથી છેદાઈ જાય છે.
મને પૂ. ગુરુદેવના વચન પર અતૂટ શ્રદ્ધા થઈ મેં મુંબઈ આવી ભકતામર સ્તોત્ર બોલવાનું શરૂ કર્યું. વાંચનારને કદાચ આશ્ચર્ય થાય, પણ આ તે શ્રદ્ધાને વિષય છે. જે તેત્રથી માનતુંગ આચાર્યના જેલનાં બંધને તૂટયાં હતાં, શ્રદ્ધાપૂર્વક એ જ સ્તોત્રથી મારું અશાતા વેદનીય કર્મ પણું હુઠી ગયું અને એક મહિને અસહ્ય ઉલટીઓ પણ બંધ થઈ ગઈ તે વખતે મેં દઢ સંકલ્પ કરેલ કે આ તકલીફમાંથી મુકત થાઉં તે પ્રથમ સદ્દગુરુદેવના દર્શને જવું. તે મુજબ મેં દર્શનનો લાભ લીધે.
આજે ૧૮ વર્ષ થયા ભકતામરને પાઠ કરું છું ને આરોગ્ય જોગવું છું. મારું મસ્તક શ્રદ્ધાપૂર્વક ગુરુદેવના ચરણોમાં નમે છે. મને ગુરુદેવના સ્મરણમાં પણ અપૂર્વ શ્રધા છે. એટલે ભીડમાં પણ હું સ્મરણ કરું છું ત્યારે મારા સંકટ દૂર થાય છે. પછી તે સાયલા, લીંબડી જ્યાં જ્યાં સત્સંગને લાભ મળતો ત્યાં અમે પહોંચી જતાં. અમારું ગૃહસ્થ જીવન કેમ ઉન્નત બને, સદાચારની સૌરભ જીવનમાં મઘમઘે અને ભાવિ પેઢીમાં સુંદર સંસ્કાર કેવી રીતે રેડવા વિ. ઉપદેશ આપતા. એ ઉપકારી જગગુરુને અમારા કેટ કેટ વંદન.
zauzeti mational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org