________________
-
-
-
-
પષ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
s
- ડાવવટ પ, નાનજી મહારાજ જસતiાદ આ
હતા. એક વખતે મારા સસરા ઉપર પૂજ્ય મહારાજની દષ્ટિ પડી. “અમીચંદભાઈ તમે આવા? આ ટેવને તમારા સંસ્કાર સાથે મેળ ખાય છે? આ તે માનવજીવનનું અમૃત શેષી જાય તેવો દૈત્ય છે.”
અને મહારાજશ્રીના આ શબ્દએ મારા સસરાનું હૃદય વધ્યું. તેમના સ્વભાવમાં પરિવર્તન આવ્યું. અમારા કુટુંબમાં મહારાજસાહેબના સંસ્કારસીંચનનું આ મંગળ પગરણ બન્યું.
પૂજ્ય મહારાજસાહેબના પરિચયમાં અમે જેમ જેમ આવતા ગયા તેમ તેમ તેમના વ્યકિતત્વની ઊંડી છાપ અમારા કુટુંબ પર પડતી ગઈ. સદાય મિત વેરતા, વાત્સલ્યભાવનાના અમી વરસાવતા અને જ્ઞાનતની સુરખી પ્રસરાવતા ગુરુદેવનું મરણ આજે પણ અમારી નજર સમક્ષ એ પ્રભાવશાળી મંગળમૂ તેજોમયતા ખડી કરે છે.
પૂજ્ય મહારાજસાહેબના શબ્દ મારા પતિ માટે આજ્ઞા સમ નીવડતા. કોઈવાર ઉતાવળે ઢીલે જવાબ અપાઈ જાય તે તેની વ્યથા એમના અંતરમાં થતી. મહારાજશ્રી પાસે જઈને, દિલની વેદના પ્રગટ થાય નહિ ત્યાં સુધી મન હળવું બને નહિ. મહારાજશ્રીનું લાક્ષણિક મિત એમના હૃદયને હળવું અને નરવું બનાવી શકતું.
લીંબડીમાં પિતાના પુસ્તક – સંગ્રહને જાહેર પુસ્તકાલયનું સ્વરૂપ આપવાને નિર્ણય લેવાયે. પૂજ્ય મહારાજશ્રીએ એમણે કહ્યું “ અમુલખભાઈ! પુસ્તકાલય માટે મકાનની વ્યવસ્થા વિચારવાની છે.” અને તેવી જ રીતે લીંબડી જેવા સાધુસાધ્વીઓના આવાગમનથી ઉભરાતા સ્થળમાં સાધ્વીજી માટે ઉપાશ્રય ન હતું. મહારાજશ્રીને આ વાત ખટકતી હતી. એ વાત પણ પૂજ્ય મહારાજશ્રીએ એમને કરી. આ બંને માટે ફંડમાં પહેલ કરવા અને જવાબદારી લેવાને તેમને સંકેત કર્યો. “ગુરુદેવ ! આપની ઈચ્છા એ મારા માટે આદેશ છે. ફંડ કરવાનું નથી. આ લાભ મારે લેવાને છે.” મહારાજશ્રીએ હાસ્ય વેરતાં પૂછયું. “કેટલા પૈસા આ કાર્ય માટે ગણ્યા છે?’ સાહેબ ! જરૂર પડે જેટલા જશે તેટલા, જુદા રાખ્યા છે. નહિ રાખ્યા હોય તે ઊભા કરીશ. આમ પુસ્તકાલય અને આર્યાજીને ઉપાશ્રય ઊભાં થયાં. પૂજ્ય મહારાજ સાહેબની ઈચ્છાના પ્રતીક સમા આ બંને કાર્યો અમારા કુટુંબના હદય–સંતેષનાં નિમિત્ત બન્યાં.
૧ લથડતી જતી હતી. પ્રજ્ય મહારાજશ્રીનાં છેલ્લાં દર્શન કરવાની તીવ્રતમ ઝંખના હતી. કાર્યક્રમ નકકી થાય પરંતુ તબિયત સધિયારો આપે નહિ, પરિણામે જવાને કાર્યક્રમ ઠેલાતો જાય તે કારણે એમના હૃદયમાં અપાર દુઃખ થતું. ગુરુદેવના નામનું તે સતત સ્મરણ કરતા હતા. “એક વખત મારા ગુરુદેવનાં દર્શન થઈ જાય પછી નિરાંત.” અને એક સવારે ટેલિફોનની ઘંટડી વાગી. મેં ટેલિફેન ઉપાડે. મુંબઈના કેલમાં પૂજ્ય મહારાજસાહેબને અણધાર્યો દેહવિલય થયાના ખબર હતા ! મારાથી અવાજ નીકળી ગયો. હું શું થઈ ગયું! “તેમના અંતરમાં ચેતા પહોંચી ગયા. તે જમતા હતા. અત્યંત વ્યાકુળ થઈ ગયા.” શું છે? “મેં કહ્યું, કંઈ નથી. તમે જમી લ્યો. નિરાંતે વાત કરું.” આ સમાચારની શી અસર થશે તે મને ખબર હતી ! રાહ જુએ તેમ ન હતું. મેં કંપતા અવાજે કહ્યું-“ગુરુદેવ કાળધર્મ પામ્યા !” આ શબ્દ સાંભળતાં જ હદયને હલાવી મૂકે એ વિલાપ કરી રહ્યા. “મારા કમનસીબે મારા દર્શનની પિપાસા અધૂરી રહી ગઈ! છેલ્લાં દર્શન ન પામ્ય” આ દુઃખ ભૂલતાં મહિનાઓ વીત્યા. કેઈન કેલમાં ગુરુદેવને નિર્દેશ આવે, શબ્દ પણ આવે ત્યારે આંખોમાંથી ટપક ટપક આંસુ સરી રહેતાં. ગુરુદેવના જવાથી એમના જીવનમાં અંધારું ફેલાયું હતું.
એમના જીવનની અંતિમ પળે આવી રહી હતી! થોડી ક્ષણ બેભાનાવસ્થામાં ગાળી, જરાક જાગૃતિ આવી. હોસ્પિટલમાં લઈ જવાના હતા. બેસવા બોલવાની ય શકિત ન હતી. એબ્યુલન્સ આવીને ઊભી હતી. સ્ટ્રેચર પર લેવા માંડયા. કહે “ઊભા રહો, મારે ગુરુદેવનાં દર્શન કરવાં છે !” મહારાજને ફેટે લટકતે હતે. ઊભા રહી નજર નાંખી દિલ ઢાળીને વંદન કર્યા અને સંતોષનું આવું સ્મિત વેર્યું. ત્યાર પછી જ સ્ટ્રેચર પર ગયા – ઘરની છેલ્લી વિદાય લીધી.
હોસ્પિટલમાં હતા. ઘડીક ભાનમાં! ઘડીક બેભાન! કયારેક કયારેક અવાજ નીકળે. ગુરુદેવને યાદ કરે. થોડી પળ બાકી હતી. “મારે હું મારા ગુરુદેવ પાસે જવાનું છે!” અમારાં સૌનાં હૃદય ભીંજવતાં આ શબ્દો સાથે એમણે દેહ છે.
પૂજ્ય મહારાજ સાહેબના વેરાયેલા અમૂલ્ય શબ્દોમાંથી નીપજેલા થોડા રેપા આજે પણ અમારા ઘરમાં ઝગે છે. મહારાજશ્રીની અમી ઝરતી આ જાત અમારા હૃદયમાં પણ પ્રકાશ ફેલાવે છે.
સંસ્મરણે
[૭૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org