SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પાતે ખાદી વાપરતા અને શ્રાવકોને પણ ખાદીના ઉપયોગ માટે સતત ઉપદેશ આપતા. એમની દૃષ્ટિ બહુ જ સૂક્ષ્મ હતી. તેઓ જે ભાતમાંથી પાણી કાઢવામાં આવતું તે નહીં લેતા. ભાતમાંથી પાણી કાઢવાથી તે ખુલ્લા થાય છે, પણ તેમાંથી પોષક દ્રવ્યા ચાલ્યાં જાય છે. એટલે પ્રત્યક્ષ રીતે સમાજને પોષક તત્ત્વા ન છેડવાના ઉપદેશ આપતા. એમના યુવા-શકિતમાં વિશ્વાસ હાવાથી એએ યુવાને ઉદ્દેધન આપવા યુવક-પરિષદોમાં હાજરી આપતા. કોંગ્રેસનું જેમ સમર્થન કરતા, તેમજ સ્થાનકવાસી સમાજની કોન્ફરન્સને પણ પ્રેરકબળ આપતા. મુંબઈમાં ભરાંદાનજી શેઠિયાની અધ્યક્ષતામાં જે કોન્ફરન્સ થયેલ, તેમાં હાજરી આપી હતી. અને ઉદ્દેાધન પણ કરેલું. એમના વિશ્વાસ હતા કે, જૈનધર્મમાં વિશ્વધર્મ થવાની ક્ષમતા છે. જે વિશ્વના ધર્મો થઈ સંસારની સમસ્યાના ઉકેલ કરી શકે તે સમાજ અને રાષ્ટ્રની સમસ્યા કેમ નહીં ઉકેલી શકે? એટલે સાધુધર્મની સીમામાં રહીને સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. ગુજરાતના જૈનિયા પર શ્રીમદ્ તથા ગાંધીજીના પ્રભાવ હતા, તેમાં કવિશ્રીએ વૃદ્ધિ કરેલ. સુપ્રસિધ્ધ રાષ્ટ્રસંત સતબાલજી; એ આ કવિશ્રીએ સમાજ અને રાષ્ટ્રને અનુપમ ભેટ આપેલ, જેમણે વ્યાપક ક્ષેત્રમાં ઘણું રચનાત્મક કાર્ય કરી સમાજ અને રાષ્ટ્રની અનુપમ સેવા કરેલ છે. સંતબાલજીના વિચારો વધારે ક્રાન્તિકારક હાવાને લીધે તેઓ ગુરુથી અલગ થયા. પરંતુ કવિશ્રીએ એમના ઉપર એવી અમી દૃષ્ટિ રાખેલ કે છેવટ સુધી એમના અદર પરસ્પર સ્નેહ અને આત્મીયતા રહી શકેલ. આવુ બહુ જ એન્ડ્રુ જોવામાં આવે છે. કવિશ્રીએ અંત સુધી સંતબાલજી પ્રત્યે અમી દૃષ્ટિ રાખેલ અને આને લીધે સંતબાલજીની પોતાના ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ જોવામાં આવે છે. કવિશ્રી; ઉપનિષદના ઋષિની જેમ ક્રાન્તર્દષ્ટા હતા. એમણે સમાજનુ ભાવિ હિત ઓળખીને યોગ્ય માર્ગદર્શન આપ્યુ. સાંપ્રદાયિકતાનાં બંધન દૂર કરી જનજનના માટે વ્યાપક ધર્મનો પ્રચાર કરેલ. ધર્મની વ્યાપક વ્યાખ્યા અને પ્રચારનાં સાધનામાં વ્યાપકતા લાવવાની વાત રૂઢિચુસ્ત લેાકેાને પ્રતિકૂળ લાગતી. તે તેના વિરોધ પણ કરતાં. પરંતુ તે નિર્ભયતાપૂર્વક પોતાની વાત કહેતા. એમણે લેાકેાની સગવડ ખાતર રાતના વ્યાખ્યાન આપવાનું પણ શરુ કરેલ. આમ તેઓએ સમાજહિતની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી શુભ ક્રિયાઓને પ્રેરણા આપેલ, પરંતુ વૃત્તિથી તેઓ આધ્યાત્મિક હોવાને લીધે તેમને એકાંત અને નિવૃત્તિ વધારે પસંદ હતી. અને જ્યારે જ્યારે અનુકૂળતા મળતી ત્યારે ત્યારે તે આત્મસાધનામાં વખત વિતાવતા. એમનું હૃદય ભક્તનું હતું. એમનાં કાન્યામાં પણ ભક્તિરસ જોવાને મળે છે. એમની ભવ્યમુદ્રા ભક્તિરસમાં તરમેળ થયેલી જોવાન જેમને પ્રસંગ મળ્યો, તેઓના માટે એ અપૂ લહાવા હતા. આવા યુગદ્રષ્ટા પરંતુ પોતાના સાધુત્વની મર્યાદાએનુ સચેત અને અપ્રમત્ત ધ્યાન રાખવાવાળા સાધક જેમનુ દન જવલ્લે જ થાય એવા કવિશ્રીના પ્રત્યે આદરાંજલિ અર્પણ કરતા પ્રસન્નતા અનુભવું છું અને પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે કે, તેઓના સદ્ગુણાનું અનુસરણ કરવાની શકિત આપે ! વંદનીય ગુરુદેવ શ્ર્વ સમતાબેન અમુલખ અમીચંદ પૂજ્ય ગુરુદેવ મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ સાથેના અમારા કુટુંબના પરિચય સાથી વધુ વર્ષ જુના છે. મારા પતિના તેઓશ્રી પરત્વેનાં ભકિત અને આદર અનેરાં હતાં. અદ્ભુત વ્યકિતત્ત્વની એમના પર ઊંડી અને વેધક અસર હતી. આ અસર અમારા કુટુંબમાં પણ મેટા નાના સૌ પર એકધારી હતી. મારાં લગ્ન સંવત ૧૯૭૬ માં થયાં. તે પહેલાંની વાત છે. પૂજ્ય મહારાજસાહેમ તેએશ્રીના ગુરુદેવ પૂજ્યશ્રી દેવચંદ્રજી મહારાજની ખીમારીના કારણે લીબડીમાં સ્થિરવાસ હતા. મારા સસરા અમીચંદભાઈ સંસ્કારી વ્યકિત હતા પણ સ્વભાવે તામસી હતા. તે વખતના શિક્ષકોના તાપ અને પ્રભાવ અને તેમનામાં હતા. પૂજ્ય મહારાજશ્રીના તેઓ અનુયાયી [૭૬] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private Personal Use Only www.jairnel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy