________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
શકે નહીં. તે હતાઃ-જૈન સમાજના જાજવલ્યમાન સિતારા આચાર્ય જવાહરલાલજી અને બીજા કવિ નાનચંદ્રજી મહારાજ. જેમના વિચારો સમયાનકલ વ્યાપક અને સાર્વજનિક હતા. જેમણે સ્થાનકવાસી સમાજની નહીં, પણ જૈનત્વની શોભા વધારી અને સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં મહત્ત્વપૂર્ણ કાળે આપ્યા હતા. જેમને સમાજ તરફથી શતાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવે છે.
આચાર્ય જવાહરલાલજી મહારાજની જન્મભૂમિ માળવા હતી અને કાર્યક્ષેત્ર મુખ્ય રૂપમાં માળવા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર હતું. જ્યારે કવિશ્રીની જન્મભૂમિ સૌરાષ્ટ્ર હતી અને એમનું મુખ્ય કાર્યક્ષેત્ર ગુજરાતી ભાષાનું ક્ષેત્ર, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ હતું. આમ તે આચાર્ય જવાહરલાલજી મહારાજે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ચાતુર્માસ કરેલા; પરંતુ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રાજસ્થાન, માળવા અને મહારાષ્ટ્ર જ ગણાય.
કવિશ્રી નાનચંદ્રજી મહારાજ પણ ગુજરાતી ભાષા પ્રદેશની બહાર એક ચાતુર્માસ આગરા કરેલ અને અજમેર સાધુસમેલન વખતે રાજસ્થાનમાં પણ વિહાર કરેલ, પરંતુ મુખ્ય ક્ષેત્ર ગુજરાતી ભાષાવાળો પ્રદેશ જ રહ્યો.
આ બન્ને મહાપુરુષના વિચારમાં ઘણું સામ્ય હતું. તેઓ જૈન જગતની વિરલ વિભૂતિઓ હતી. બને સમયને જાણનારા હતા. એમના વિચારો વ્યાપક હતા અને તેમની પ્રવૃત્તિ સમાજ અને રાષ્ટ્રધર્મને પિષક હતી. કવિવર્યને સ્થાનકવાસી સમાજ સાથે સંપર્ક વ્યાપક હતું જ. પરંતુ ગુજરાતી ભાષી સામાન્યજન સાથે પણ વ્યાપક સંપર્ક હતે. એમના માટે સામાન્ય જનતામાં પણ આદર હતો. તેના વિચાર ઉદાર હતા. જૈન સંપ્રદાયના મૂર્તિપૂજકે માટે પણ એમને એટલે જ પ્રેમ હત; જેટલે સ્થાનકવાસી સમાજ પ્રત્યે હતે. મૂર્તિપૂજક સમાજ પ્રત્યે એમને વ્યવહાર બહ જ ઉદારતા હતા. તેમની કઈ દિવસે ટીકા ટિપ્પણી નહીં કરતા. પરંતુ બીજા કેઈ ટીકા કરે તે એમને–પસંદ ન હતી. એટલા માટે તેમના શિષ્ય ધર્મપ્રાણ લંકાશાહ નામના જીવનચરિતને ન્યાય આપવા પૂરતી કરેલી ટીકા પણ તેઓ સહન નહીં કરી શકયા.
કવિવર્ય જેનસમાજમાં ધાર્મિક સંસ્કારની સાથે સાથે કેળવણી વધે, સત્સાહિત્યને પ્રચાર થાય, જેમાં પરોપકારની વૃત્તિ વધીને તેઓ સમાજ અને રાષ્ટ્રહિતનાં કાર્યો વધારે પ્રમાણમાં કરે, આવો પ્રયત્ન તેમના ઉપદેશ દ્વારા કરતા. સમાજનાં બને અંગે સ્ત્રી અને પરષ અને ઉત્કર્ષ થાય તે જ સમાજને ઉત્કર્ષ થઈ શકે એ માટે તેઓ સ્ત્રી શિક્ષા અને સ્ત્રીસુધાર માટે મહિલા મંડળ સ્થાપવાની પ્રેરણા આપતા. તેઓએ મહિલા–મંડળ તેમજ છાત્રાલયે, વાંચનાલો અને પાઠશાળા કે વિદ્યાલયે ખેલવાની હિલચાલ કરેલી અને તેનું બહુ સારુ પરિણામ આવ્યું.
ગ્રહથીઓનું જીવન સાદુ અને પરિશ્રમી બને, તેઓ સમાજ અને રાષ્ટ્રનું હિત જુએ, એ માટે ગાંધીજીની પ્રવૃત્તિએને ઉત્તેજન આપતા. નાનચંદ્રજી મહારાજને ગાંધીજી સાથે સંપર્ક હતું. તેઓ તેમને તીથલમાં મળેલા ત્યારે સારી ચર્ચા વિચારણા પણ થઈ હતી. આ ચર્ચામાં તેમણે ગાંધીજીને એક એવો પણ પ્રશ્ન કરેલ કે “મહાભારતમાં ભગવાન કૃષ્ણ પિતે ધર્મરાજ યુધિષ્ઠિરને અર્ધસત્ય (કિંતુ ભાવની દષ્ટિથી અસત્ય) ભાષણ કરાવી દ્રોણાચાર્યની શકિત ક્ષીણ કરાવી. પાંડવેને ન્યાયવિજય અપાવ્યો. આપ ભગવાન કૃષ્ણના અનન્ય ભકત છે તે આપ સત્યના ભેગે સ્વરાજ્ય મળતું હોય તે પસંદ કરો કે નહીં?
આના ઉત્તરમાં ગાંધીજી આ મતલબનું ભલ્યા, “હા, હું ભગવાન કૃષ્ણને અવશ્ય અનન્ય ભાવે ભજું છું; પણ સાથે સાથે સત્યને પણ ભગવાન માનીને ચાલું છું. એથી મહાભારતનું આ અનુકરણ પસંદ નથી કરતે, કરું છું. એટલા માટે સત્યના ભેગે સ્વરાજ્ય પસંદ ન કરું. મારા મને સત્ય જ સર્વોચ્ચ અને ભગવાન છે.
આમ ગાંધીજી રાજકીય નેતા હતા, પરંતુ સાથે સાથે આધ્યાત્મિક અને સાચા ધાર્મિક હોવાને લીધે સાધનશુદ્ધિને આગ્રહ રાખતા. અને પ્રત્યેક કાર્યમાં ધર્મને સર્વોચ્ચ સ્થાન આપતા. એટલા માટે કવિ નાનચંદ્રજી કે આચાર્ય જવાહરલાલજીને એમનાં કાર્યો પ્રત્યે આકર્ષણ હતું. કવિશ્રી તે હરિપુરા કેગ્રેસમાં પણ ગયેલા.
કવિશ્રીને ખાદી અને ગ્રામોદ્યોગમાં અલ્પારંભ લાગવાથી તેઓ પિતે ખાદી અને ગ્રામોદ્યોગની વસ્તુઓને પગ કરતા. જેથી શ્રાવકમાં પણ તેને પ્રચાર થતું. તેઓ હાથચકકીથી દળેલ લેટની જ કેટલી (પ્રાય :) આહારમાં લેતા. સંસ્મરણે
[૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org