________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો
વિશિષ્ટતા એ છે કે તેમની પ્રેરણાથી જે જે સંસ્થાઓ ચાલે છે તેનું સંચાલન ભલે જૈન સંસ્થાઓ કરતી હોય પણ તે તે સંસ્થાઓને કાર્ય-વ્યાપ સાર્વજનિક જ છે. આ જ પુરવાર કરી આપે છે કે તેઓ વેશથી ભલે જેન સાધુ હતા પણું કર્તવ્ય પ્રેરણાથી અને ઉપદેશથી ભારતના રાષ્ટ્રીય સાધુ હતાં.
કાર્યકર વ્યકિતના ગુણેના તેઓશ્રી અચ્છા પરીક્ષક હતાં. રત્નપારખુ ઝવેરી હતાં. તેઓશ્રીની પ્રેરણાથી ચાલતી સંસ્થાઓમાં માત્ર “શ્રી” પતિઓને જ નહીં પણ સેવાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને પણ અગ્રિમ સ્થાન મળતું જ હતું. તેમની આ વિવેકશકિતનું પ્રત્યક્ષ પ્રમાણ જેવું હોય તે જુઓ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-બોરીવલી.
આ સંઘનું કાર્યકર જૂથે માત્ર સેવાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરનું જ બનેલું છે. લગભગ બધા જ કાર્યકરે મધ્યમવર્ગના–કરીઆત કાર્યકરે જ છે. છતાં આ સનિષ્ઠ કાર્યકર જૂથે પૂ. ગુરુવર્યની પ્રેરણાથી જે જે સાંપ્રદાયિક અને સાર્વજનિક સેવાપ્રવૃતિઓ ઉપાડી છે તે સર્વે પ્રવૃત્તિઓ આજે સેળે કળાએ ખીલી રહી છે. માનવતાના મહાન પુરસ્કર્તા પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજની પ્રેરણાના જીવન્ત ધબકાર સમી બોરીવલી સંઘની પ્રવૃત્તિઓ મઘમઘી રહી છે. બોરીવલીને સંઘ સેવાના ક્ષેત્રે એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યો છે કે સંતની અસીમ કૃપાપ્રેરણા હોય અને ભલે મધ્યમકક્ષીય છતાં સેવાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરનું જૂથ હોય તે એવી સંસ્થાઓને આર્થિક સહકાર આપોઆપ મળતે જ રહે છે અને સમાજોત્થાન તથા રાષ્ટ્ર ભાવનાનાં ઉત્તમ કાર્યો કરી સમાજને સુવ્યવસ્થિત સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. આવા માનવતાને મહાન ઉપદેશક રાષ્ટ્રીય સંતનો આત્મા જ્યાં હોય ત્યાં તેને કેટ કેટ ભાવવંદના હો.
શ્રધ્ધા કેન્દ્ર
* શ્રી જશવંતભાઈ દફતરી
જૈન શાસનના યુગપુરુષ માનવતા અને ગાંધીવાદના પ્રચારક પ્રાતઃસ્મરણીય એ ગુરુદેવનાં અનેક સંસ્મરણે મેં મારા પૂ. દાદીમા પાસેથી સાંભળ્યા છે. જેમાં એક પ્રસંગ માનવના શ્રધ્ધાદીપને કેવી રીતે જવલંત બનાવે એ ગુરુદેવે સરળતાથી શીખવ્યું, તેને છે. | મારા પૂ. દાદીમા નાની ઉંમરનાં હતા. ધર્મપ્રેમ ઘણે પણ ભણતર ઓછું. ગુરુદેવે તેમને ભકતામરને મુખપાઠ કરી લેવા સૂચના કરી. દાદીમાને પિતાનાં ઉચ્ચાર, સ્મરણશકિત પર બહુ શ્રદ્ધા નહોતી. ગુરુદેવ તે જ ટકેર કરે અને દાદીમાની પાસે શુધ્ધ ઉચ્ચારણ કરાવી આગળને પ્લેક આપે. ખરેખર ગુરુદેવની કૃપાને ચમત્કાર કહે કે પછી જે સમજે તે પણ ભકતામર આખું ચે શુદ્ધ ઉચ્ચારણ સાથે તેમને મેઢે થઈ ગયું. એ ગુરુદેવ તે ભૌતિકદેહુ રૂપે ભલે નથી પણ ચૈિતન્યદેહ રૂપે સચરાચરમાં વસી રહ્યા છે. શ્રદધાદીપમાં જ્ઞાનની જોત જલાવનાર, વિશ્વાસને જેમ આપનાર ગુરુને મહિમા યાવત્ સૂર્યચંદ્ર સુધી રહેશે.
મહાન સાધક અને કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજ
3. શ્રી રિષભદાસ રાંક જૈનદર્શનની વ્યાપકતા અને સમન્વયદષ્ટિને જૈન સમાજમાં અભાવ જોવાને મળે છે. આના લીધે સંપ્રદાય, ગચ્છ અને સંઘોમાં તે વહેંચાઈ ગયું છે. તેના લીધે જૈન ધર્મની વિશિષ્ટતાઓ અને સમાજની વિશિષ્ટ વ્યકિતઓને સમાજને જે લાભ મળવો જોઈએ, એ મળી શકતું નથી. અહીં સુધી કે, એક સંપ્રદાયના મહાપુરુષને સમ્યક્ પરિચય બીજા સંપ્રદાયની જનતાને મળી શકતું નથી. આવી વૃત્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે; પણ આજથી પચાસ વરસ પહેલાં
વધારે પ્રમાણમાં હતી. એના લીધે સ્થાનકવાસી સમાજમાં થયેલા બે તિર્ધરને જૈન સમાજમાં વિશેષ પરિચય થઈ [૭૪]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org