________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર
ધર્મસ્થાનમાં જ વ્યાખ્યાન આપવાની રૂઢિગત પ્રણાલિકાનો વિસ્તાર કરી અન્ય સ્થળોએ અને જૈન તેમજ જૈનેતર જનતામાં લોકભોગ્ય અને અસરકારક વ્યાખ્યાન આપવાને ન ચલે ઉપસાવ્યું. તેમજ સાંજના સમયે પ્રતિક્રમણ બાદ સર્વધર્મ સમન્વય પ્રાર્થનાઓ અને પ્રવચનની પ્રક્રિયા શરૂ કરી. તેમની આ બન્ને પ્રવૃત્તિઓએ જૈનત્વને જગતમાં ગાજતું કર્યું. સામાન્ય જનતા તેમના આવા ધાર્મિક વ્યાખ્યાન - પ્રવચનનો લાભ લઈ મંત્રમુગ્ધ બનવા લાગી અને ધન્યતા અનુભવવા લાગી. આમ ધર્મ અને નીતિના સંસ્કારનું પ્રેરણાબીજ પવા તેઓશ્રીએ ભગીરથ પુરુષાર્થ કર્યો.
માનવતા એ ધર્મને મૂળભૂત પામે છે. જેમ જળ વિનાના સરેવરમાં તીરાડો પડી જાય છે તેમ માનવતા વિહેણે ધર્મ અસ્ત-વ્યસ્ત બની જાય છે, એમ તેઓશ્રી દઢપણે માનતા. એમના સર્વ પ્રવચને, લખાણે, વ્યાખ્યાને અને ઉપદેશમાં હંમેશા માનવતાને સૂર અવશ્ય પ્રધાનપણે ગૂંજતો રહેતો.
જૈન સાંપ્રદાયિક વેશધારી સાધુ આવી વિશ્વવ્યાપક કર્તવ્યપ્રેરણા અને ઉપદેશ આપે તે સાંપ્રદાયિક-મમત્વવાળા રૂઢિગત પરિબળોમાં ઉહાપોહ જગાવે એ નિર્વિવાદ હતું. રૂઢિચુસ્ત વર્ગમાં તેમને સાદેવાચારમાં શિથિલ માનવા લાગ્યું. તેમના પ્રત્યે તિરસ્કાર અને ધિકકારનું વાતાવરણ પેદા કરવા પ્રયત્નશીલ બને. પણ આવા પ્રચાર અને પ્રયત્નની સામે તેમણે લાક્ષણિક રીતે પ્રેમવર્ષણ જ કર્યું. આવા વિરોધીઓ જે પ્રત્યક્ષ ખુલાસો મેળવવા અથવા વિચારવિનિમય કરવા આવતા તે તેમને પ્રેમપૂર્વક આવકારતા અને શાસ્ત્રોકત પ્રમાણેથી તેમની શંકાઓનું નિરસન કરી તે જૈન સાધુતાની મર્યાદામાં જ છે તેની સચેટ અને સંતોષકારક પ્રતીતિ કરાવી દેતા.
મનુ મહારાજે પ્રરૂપેલા ચારેય વર્ણાશ્રમના ગુણધર્મો તેમના આગવા વ્યકિતત્વમાં સમાયેલા હતાં. તેઓ અભ્યાસમાં બ્રાહ્મણ હતા. તેમને ભારતના સર્વ દશનના અભ્યાસને શોખ હતો. તેમણે રઘુવંશ, મહાભારત, રામાયણ, ભગવદગીતાવિગેરે ગ્રંથને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતે. ભગવદ્ગીતા તે લગભગ કંઠસ્થ હતી. ઉપદેશ આપવાની કળા ભલભલા પંડિતની પ્રશંસા માંગી ભે તેવી અસરકારક હતી.
કમે તેઓ ક્ષત્રિય હતા. વ્યવહારશુદ્ધિ, સાધનશુદ્ધિ, પરંપરાગત રૂઢિયુકત ધર્મક્તવ્યની શુદ્ધિ અંગે પ્રેરણાપ્રદ જે કાર્ય તેઓ ઉધતા તેને ગમે તેવા પ્રબળ અવધે સામે ટક્કર ઝીલવા છતાં પણ પિતાની વાણી અને વર્તનમાં કદાપિ કટુતાને પ્રવેશવા ન દેતા અને હરહંમેશ પ્રેમવર્ષણ જ કરતાં. તેમની આ સહજ પ્રકૃતિ ક્ષાત્રધર્મને દીપાવે તેવી હતી.
સમાપયેગી કાર્યો કરાવવામાં વૈશ્ય હતાં. તેઓશ્રી જન્મ વૈશ્ય તે હતાં જ પણ જ્યાં જ્યાં સામાજિક અસમાનતા ભાસતી અથવા તે જ્યાં જ્યાં દાને મેળવવાની આવશ્યકતા ઊભી થતી ત્યાં ત્યાં તેઓ પોતાની આગવી પ્રેમપ્રતિભાથી ધનિકો પાસેથી ચ્છિક દાન-દેણગી કરાવી જરૂરીઆતવાળી સંસ્થાઓને અથવા વ્યકિતઓને સ્વમાનભેર મળે એવાં સુંદર અને અસરકારક વિનિયુગના પ્રેરક બની રહેતાં.
સ્વભાવે અને સાધના કાર્યમાં પોતાની જાતને તદ્દન શદ્રજ માનતાં. જ્ઞાન-ગંભીરતા, વાંચન-વિસ્તાર, ચિંતનચણતર અને સાધના ક્ષપશમ પ્રશંસનીય હોવા છતાં તેઓમાં જ્ઞાનને જરા પણ અહંભાવ જણાતું ન હતું. હંમેશા નમ્રાતિનમ્ર જ રહી શકતા હતાં.
પડછંદ તથા સુડોળ અને સપ્રમાણ દેહયષ્ટિ, આકર્ષક દેડકાન્તિ, નમણી મુખાકૃતિ, તેજસ્વી વિશાળ ભાલપ્રદેશ, શીઘ્ર કવિત્વ, આગવી અને મધુર કંઠકળા, લાક્ષણિક અભિનયયુક્ત વેધક વ્યાખ્યાનશૈલી, વિ. તેમના વિશિષ્ટ ગુણો હતાં.
કુદરતની બક્ષિસ સમા આ ગુણોથી તેઓશ્રી જે જે ક્ષેત્રમાં વિચર્યા તે તે ક્ષેત્રના જૈન-જૈનેતર વર્તુળને આકષી જૈનદર્શનના ચાહક બનાવી શકયા. અજમેરના સાધુ સંમેલનથી પાછાં ફરતાં આગ્રા ફેર્ટમાં તેમણે પિતાની આ શકિતઓને અચ્છો પરિચય જૈન તેમજ જૈનેતર પ્રજાને કરાવ્યું જ હતું તેની સૌને જાણ હશે જ.
વેશથી તેઓ જૈન સાધુ ભલે હતા પણ ઉપદેશથી અને પ્રેરણાથી તે તેઓ રાષ્ટ્રીય સંત હતાં. રાષ્ટ્રીય ગીતા રચી તેમજ ખાદીપ્રચાર, હાથછડ ચોખા, હાથે દળેલ લેટ, સ્વદેશી પ્રચાર વિ. અનેક રાષ્ટ્રસ્થાનના કાર્યોમાં પોતાના સાધુત્વની મર્યાદામાં રહીને સુંદર કાવ્ય ફાળે, પ્રચાર કાળે અવશ્ય આપે છે જ. સંસ્મરણે
[૭૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org