________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ, વિશ્વના મહાન માગદર્શક સંત
શ્રી જીલુભા જાડેજા (લે. કર્નલ ભૂ.પૂ.) જૈન સંપ્રદાયમાં લીંબડીનું સ્થાન અનેરું અને અનોખું છે. અનેક સાધુસંતને ત્યાં વાસ થએલ છે. લીંબડી
પ્રદાયની ગાદીસ્થળ હોવા ઉપરાંત ત્યાંના સ્થાનિક જેને અને જૈનેતર સમાજની એક ખાસ વિશિષ્ટતા છે કે જે બીજા સ્થળે જોવામાં નથી આવતી અને તે છે વિશાળ હૃદય અને સમાન દષ્ટિ અને તે પરંપરા હજી પણ જળવાઈ રહી છે.
પૂ. નાનચંદ્રજી મહારાજની જન્મશતાબ્દિની તયારીની જ્યારે મેં વાત સાંભળી ત્યારે આજથી ૫૦ વરસ પહેલાના દળે મારી આંખ સામે ખડા થયા. પૂ. જેઠમલજીસ્વામી જે તેઓશ્રીના સંપ્રદાયના હતા તેમને ક્ષત્રિયે તરફ ડે. પક્ષપાત ખરે. પિતે પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા. એટલે અમારી રાજપૂત બોર્ડિગમાં પધારે અને ધર્મલાભ આપે. તેમની સાથે પાછા ઉપાશ્રયમાં જઈએ એટલે પૂ. નાનચંદ્રજી મહારાજ અમને પાસે બેસાડીને વાત કરે અને ધર્મ લાભ આપે. તેમ ૧૦ વરસ તે તેઓશ્રીના દર્શનને લાભ મળતો રહ્યો, ઘણા વ્રત લેવડાવ્યા અને જૈન ધર્મની પૂરી ઓળખ આપી.
ઘણા વર્ષો પછી જ્યારે અમારા બહેન શ્રી દમયંતીબેન પૂ. મહારાજશ્રીના શિષ્ય બન્યા. મહાસતીજીનું પદ પામ્યાત્યારે તેમના દર્શન કરવા સાયેલા ગમે ત્યારે પૂ. મહારાજ સાહેબના દર્શન થયા. ત્યારે તેમણે મને ઘણા જ સ્નેહ અને પ્રેમથી પિતાના પુસ્તકે અને બીજું જૈન સાહિત્ય અને પ્રસાદીરૂપે આપ્યું. પછી તે જ્યારે જ્યારે ગુજરાત – સૌરાષ્ટ્રમાં આવવાનું થાય ત્યારે તેમના દર્શન કરવા જતે અને મહારાજશ્રી ધર્મલાભ આપતા.
પૂ. મહારાજશ્રી સંઘના એક મહાન નેતા ઉપરાંત ઉત્તમ કોટિના કવિ પણ હતા. એમની કાવ્ય રચનાઓ પીંગળશાસ્ત્રના નિયમ ઉપરાંત - આત્મા–પરમાત્માની એકતા-સાધારણ માનવીને માનવ તરીકે જીવન જીવવાની સૂચના અને શિખામણ અને સમાજની દરેક વ્યકિતને પિતાપિતાનો ધર્મ અને ફરજ બજાવવાનું, સારી કાવ્યમય રીતે સુચવ્યું છે. જૈન સંપ્રદાય ઉપરાંત ભારત અને વિશ્વના એક મહાન સંત તરીકે ઈતિહાસમાં તેમનું નામ અમર રહેશે.
આવા “સંતશિષ્યની જન્મશતાબ્દિ તે તેમનું હંમેશા સ્મરણ કરીએ તેજ સાચી ઉજવી કહેવાય.
કમલેગી નહિ પણ જ્ઞાનયોગી
8 શ્રી રતિલાલ મફાભાઈ શાહ-માંડવી પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મ. પ્રત્યે મારા પિતાશ્રીને સમાન વિચારેને કારણે ઘણે સદ્દભાવ હતું તેથી હું પણ એમના પ્રત્યે ખૂબ આકર્ષાય હતે. પં. છોટાલાલજી મ. તથા અન્ય કેટલાક મુનિઓને મળવાની મને તક મળી હતી પણ પૂ. ગુરુદેવને મળવાને કદી એ જ ન આવ્યું. આમ છતાં તેમના વિષે જે કંઈ સાહિત્ય પ્રાપ્ત થયેલું એ વાંચીને જ સંતોષ મેળવ્યું હતું.
વ્યકિતની મહત્તા એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને પ્રસિદ્ધિ પર અવલંબતી નથી. એ દષ્ટિએ તે વ્યકિત કદાચ ખૂબ નાની કરે. પ્રસિદ્ધિ પ્રાપ્ત થવી એ વ્યકિતના કર્મગ પર આધારિત છે અને કમળ પણ શુભ-અશુભ બને માગે પ્રવાહિત થતું હોઈ એથી વ્યકિતની મહત્તાનું માપ નીકળી શકતું નથી. જગતની મેટાઈમાં આમ તે ચંગીઝખાન-સિકંદર કે ઔરંગઝેબ, હિટલર જેવા પણ ગણાય પણ વ્યકિતની ખરી મહત્તા તે એ જનતાનું કેટલું કલ્યાણ કરી શકે છે, ઉત્થાનની પ્રેરણા આપી એને કેટલે ઊંચે ચડાવી શકે છે તેમજ જનતાને અનિષ્ટ નિવારણ માટે કેટલા પ્રમાણમાં માર્ગદર્શન આપી શકે છે એના પર અવલંબિત છે.
એટલું ખરું કે કર્મયોગી શુભ કે અશુભ માગે ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, જ્યારે જ્ઞાનગી અમુક મર્યાદિત વતુળ પૂરતાં જ સીમિત રહે છે અને ચારિત્ર વિભૂતિ તે ઘણીવાર જગતથી સાવ અજાણ ૨૭ી દુનિયાના એક [૭૦].
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org