SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ 'પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથર નિકટ જનેને ભાસતું. પ્રેમ વડે તેમના તરફ લાખની જનતા આકર્ષતી અને એવું પણ બનતું કે તેમના ચાતુર્માસની ખબર મળતાં જ દૂર દૂરથી લેકે, (જૈને તેમજ જૈનેતરે) નિયમિત તેમનું પ્રવચન સાંભળવા માટે પડાપડી કરીને પહોંચતા. દૂરના પરામાંથી રે પાસ કઢાવતા. તેમનું પ્રવચન, લેકેને જીવન સુધાર, કુટુંબ ઐક્ય, શિક્ષણ પ્રતિ ભાવ અને દુઃખીને ઉપયોગી થવા તરફને ભાવ પ્રગટાવતું. તેમણે પિતાની મેટાઈ પ્રકાશવા માટે કયારેય કશું કર્યું નથી. કુદરતી વાતાવરણ તેમને બહુ જ પસંદ હતું-એ લેગ સાંપડે ત્યારે તેઓ એકાંતમાં ચિંતન કરવા અથવા અધ્યાત્મના પદો રચવામાં મસ્ત બની જતા. પિતાની સાથે રહે અથવા પરિચયમાં આવે તેનું જીવન સુધરે, ઉંચી કક્ષાને એ માનવી બને એ તેમને સદભાવ સદાય કર્યા કરતું હતું. શ્રીમતને એમને ઉપદેશ હંમેશા એવો જ હોય કે સંપત્તિહીન તરફ નજર રાખો. એક દિવસ તમે એ જ કક્ષામાં હતા. માટે સંપત્તિથી કદી છકી ન જશે. જેમ તેઓ વધુ લોકપ્રિય થઈ ગયા તેમ તેમ વધુ વિનય અને જનતાના હિત માટે કર્તવ્યપરાયણ થયા હતા. સવાર અને સાંજ બન્ને સમયની તેમની પ્રાર્થનાની ઢબ અદ્દભૂત અને અનુકરણીય હતી. પ્રાર્થના વખતે તેમની મસ્ત અવસ્થા જણાઈ આવતી હતી. પિતાની સાથે શિષ્યગણ રહેતા તેમને પણ પિતાના જીવનની પ્રગતિ માટે સંપૂર્ણ છૂટ તેઓ આપતા. તેમની ઈચ્છા મુજબ સાયેલામાં જ જન્મ અને ત્યાં જ દેહ પડે એવી ભાવના તેમની ફળી. મુનિશ્રીએ પિતાની સરળતા અને ઉત્તમ પ્રકારની માનવતા વડે હજારો લોકોના દિલમાં વાસ કર્યો છે જે ચિરંજીવ રહેશે. તેમના કહેવાતા અનુયાયી અથવા પ્રેમીજનેએ તેમના નામથી ઘણી સ્મારક સંસ્થાઓ ઊભી કરી છે જેમાંથી અનેક બાળકો, સ્ત્રીઓ તથા ભીડવાળા ભાઈઓને મદદ મળી રહે છે. આવા પુરુષો મરતા નથી પણ તેઓ આ જગતના પટ પર મહામના માનવ તરીકે સદાય જીવતા જ રહે છે. મુનિશ્રીના આવા આદર્શ ગુણોને જેમ જેમ સંભારીયે તેમ તેમ, એવા સતેની બેટ કયારે પૂરાશે ? એવી ઝંખના થયા કરે છે. અદ્વિતીય સુધારક શ્રમણ શ્રી ન્યાલચંદ મૂળચંદ શેઠ સાધુજીવનની મર્યાદા સાચવીને લોકજીવનની સાથે ઓતપ્રેત થતાં એ કાળમાં એક સુધારક સાધુ તરીકે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને જે અનેક મુશ્કેલીઓને સામને કરવો પડે છે તેને હું એક સાક્ષી છું. આવા અજોડ સાધુએ જીવન સુધારની કેટલીક સમજણ આપીને મહાન ઉપકાર કર્યો છે. વ્યવહાર ધર્મને સમન્વય અને ધર્મ તથા રાષ્ટ્રને સંબંધ જોડીને આ મહામના મુનિએ લોકે ઉપર જે ભાત પાડી છે તે કદી વીસરી શકાય તેમ નથી. મહાવીર સ્વામીની અહિંસા અને સ્યાદવાદનું લજ્ઞ ચૂક્યા વિના પૂ. ગુરુદેવે પિતાના જાત અનુભવ દ્વારા લેકનાયકેનું, રાષ્ટ્રના ઘડવૈયાનું અને ગામડાનું જે ઘડતર કરેલ છે તેનું પરિણામ ઘણું સારું આવ્યું છે. એના વારસદારે આજે મોજુદ છે. આ વારસદાર લલાલજી તથા મુનિશ્રી સંતબાલજી ગુરુદેવના આ બંને વારસદારે-શિષ્ય પિતે મેળવેલા જ્ઞાનને ગુરુભકિત સાથે ઓતપ્રેત કરી પિત–પિતાના રાહે જન-કલ્યાણનું એક મોટું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ બધું પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજને આભારી છે. સંસ્મરણે [૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy