________________
જ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
જાણપણું ઓછું છે એવું દર્શાવાઈ જાય એની બીક રહે છે, અને તેથી Inferiority Complex લઘુગ્રંથી બંધાય જાય છે. પિતે આઠ આનાની મૂડી ધરાવતા હોય તે પણ સવા રૂપિયાની પૂંજીવાળા છે એ દેખાવ કરવામાં પ્રાયઃ પિતાનું ડહાપણ માને છે. એ દાખલે ત્યાગી અને ગૃહસ્થી બધાને લાગુ પડે છે! આ સ્વચ્છદ ગણાય. પણ હજારે શિષ્યોના ગુરુ ગણાતા, તેમજ મેટા કહેવાતા ત્યાગી પુરુષોમાં બહુધા આવી ટેવ જ હોય છે!
- મનિ નાનચંદ્રજી બાળપણથી જ ગમે તેની પાસેથી વધુ જાણી લેવાની જીજ્ઞાસાવાળા હતા. એ ટેવ એમણે પિતાના ગુરુમહારાજ પૂજ્ય દેવચંદ્રજીસ્વામીની વરસેથી અનન્ય સેવા કરતાં કરતાં સારી રીતે કેળવી હતી એ જ એમની મહત્તા હતી. ગમે તેની પાસે ઉપયોગી જ્ઞાન હોય છે, તેની પાસેથી એ વસ્તુ મેળવી લેવાનું તેઓ ચૂકતા નહીં, એમાં પિતાની ફરજ સમજતા.
પ્રારંભથી જ તેઓ એના પ્રશંસક હતા. એ રીતે પિતાની પચાસ વર્ષની દીક્ષા અને એંશી વર્ષની ઉંમર થવા છતાં એ જીજ્ઞાસા એવી ને એવી સતેજ હતી એને હું સાક્ષી છું.
ધર્મ વિષે તેઓ હંમેશાં એમ માનતા કે, પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ તથા કરણાભાવ રાખનાર ખરે ધમી જ છે. સંપ્રદાયનું મમત્વ કયારે ય એમને નથી સતાવી શકયું.
અન્ય સંપ્રદાયના સંત પુરુષ જેવા કે કબીર, રમણ મહર્ષિ, અરવિંદ આદિના જીવન ચરિત્રે તે પૂર્ણ રસપૂર્વક વાંચતા અને સત્સંગની તક મળે ત્યારે ચર્ચા કરતા.
વિજ્ઞાનની મોટી મોટી શેની જડ આપણા જૈન ધર્મના છકાય, નવ તત્વ આદિ થેકડાઓમાં છે. આપણા ગણધરેએ, તીર્થકરની વાણીમાંથી તારવીને આપણા માટે ગૂંથી મૂકેલ છે–એ વિષે એમને ખૂબ રસ હતો.
ઘણી વૃદ્ધ વયે પણ સમાજની વાહવાહ કે ખમાખમાની તમા રાખતા નહીં. પણ વિજ્ઞાન વિષે જાણકારી મળે તે આવા પ્રકારનો સમન્વય કરવામાં તેઓ ભેજનના સમયને વિસારી મૂકીને ગભીંત ચર્ચામાં બેસી રહેતા.
ધ્યાન અને પ્રાર્થના માટે તેઓ ખૂબ જ નિયમિત હતા એટલું જ નહીં, પણ નવી ફુરણા થતાં જ પ્રાર્થનામાં ગાવાના નવાં પદ તથા એકાગ્ર થવા માટેની ધન માટે નવાં છંદ જેડને સહુને રાગમાં શીખવતા. ઘણું જાણીને પણ અમલમાં ન મૂકયું-તે તે જાણપણાને ખોટો ભાર મનુષ્ય ખેંચી રહ્યો હોય છે એવી સચેટ માન્યતાને કારણે જીવનની દિનચર્યામાં અનેક નવી રીતભાતને તેઓ અમલમાં મૂકીને જ રાજી થતા.
ગૃહસ્થાશ્રમમાં પુરુષ પિતે જ સર્વ કાંઈ છે, સ્ત્રી તે ઘર તથા બાળકને સંભાળનાર છે; એવી રૂઢ વાતને તેઓ નકારી કાઢતા, અને ગમે ત્યાં જાય, ત્યારે સ્ત્રીઓની આગેવાની હોવી જોઈએ, સ્ત્રીઓ સંસ્કારી હોવી જોઈએ, તેમને શિક્ષિત બનાવ્યા વગર સંસારરૂપી રથ નહી ચાલી શકે એવી વાતો પર પ્રવચનમાં ભાર દઈને સમજાવતા. એટલું જ નહીં પણ સ્ત્રીઓની સંસ્થાઓ ઊભી કરી બહેનોને તેનું સંચાલન કરવાનું શીખવતા.
સારા વાંચનના ફેલાવા માટે ઠેર ઠેર સારી લાયબ્રેરીઓ ઊભી કરવા આદેશ આપતા. સમસ્ત ધર્મને સમન્વય થવો જોઈએ એમ તેઓ માનતા. તેથી કરીને બધા ધર્મોને ઊંડો અભ્યાસ કરે તથા વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ તથા અગ્રેસ સાથે નિકટતા સાધીને જૈનધર્મ એ વિશ્વધર્મ છે એવો પ્રચાર કરીને લોકોમાં નવા પ્રકારનો સમાજવાદ ઊભે કરતા. મહાત્મા ગાંધીજીના રાષ્ટ્રવાદના પ્રચારની સાથે જ તેમણે તેમને સહવાસ કેળ તથા વચ્ચે ખાદીના પહેરવા શરૂ કર્યા.
સાધુ અથવા સંન્યાસીની વ્યાખ્યા તેઓ એમ કરતા કે- “શ્રમણ એટલે સદાય શ્રમ કરે તે અને “નિગ્રંથ એટલે દદયને વિષે કશાય માટે એક પણ ગ્રંથી–ગાંઠ ન રાખે તે.
આવી માન્યતાને તેઓ લોકો સમક્ષ પ્રવચનમાં ઉપદેશ આપતા એટલું જ નહિ પણ પિતાના જીવનમાં એટલે વતનમાં ઉતારતા. જેથી તેમના વર્તનની છાપ અન્ય ત્યાગીઓ પર પણ પડતી. આવા અનેક સદ્દગુણેને અપનાવ્યા પછી તેમનામાં સહજ, કુદરતી પ્રેમનું ઝરણું ફૂટી નીકળ્યું હોય એમ તેમના
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org