SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ (પત્ર ગુરુદેવ કવિધય પં. નાનાસજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ સતેજ બનાવે છે. એમ પણ બને છે. ભગવાન મહાવીર આવી વિભૂતિઓમાં પરમ અગ્રણીરૂપે છે. સેંકડો વર્ષ વીત્યા છતાં, તેમનું જીવન અને કવન જાણે આપણી સામે જ છે. નિરંતર વધતા વ્યાજની જેમ એ વીરની જીવન-મૂડીની આપણી સ્મૃતિ સદૈવ વધતી જ રહે છે. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે પણ સંતજીવન જીવીને તે સમયે પ્રવર્તમાન ગાંધીયુગના નવા મૂલ્ય ઝીલીને, સમાજમાં જ્ઞાન, ભકિત અને કર્મથી યુકત પૂર્ણગને આચાર ઉપદેશીને, કાન્તિની જે ચિનગારી પ્રજવલિત કરેલી તે માટે તેઓશ્રી પણ વ્યકિત અને સમાજના હૃદયના સ્મૃતિપટ પર સદૈવ રહીને આગામી પેઢીઓને પ્રેરણા અર્યા કરશે તેમાં કોઈ શંકા નથી. જન્મશતાબ્દિ નિમિત્તે કાન્તિપ્રિય પૂજયશ્રીની સ્મૃતિને આપણે પ્રણમીએ છીએ ત્યારે તેમના જમાનાની માંગ પ્રમાણે તે કાળે લોકકલ્યાણના હેતુથી તેમણે રાત્રિપ્રવચને શરૂ કરવા વ. જે નવા ચીલા પાડ્યા તેવી રીતે આપણે એ જ કાતિપ્રિય તને આત્મસાત કરીને, યુગબળને કારણે જૈન શ્રમણ-શ્રાવકની ચાર તીર્થ સંસ્થામાં તેમ જ આપણા ગૃહ અને સામાજિક જીવનમાં વર્તમાનયુગમાં જે નવા સુધારા કરવા જરૂરી હોય તે કરવાની હિંમત કે શાણપણું બતાવીને જ - એ રીતે જ, તેમના કાન્તિકારી મિશનને સાચી અંજલિ આપી શકીએ; અને તે માટે પૂજયશ્રીની જન્મશતાબ્દિથી વધુ રૂડો સમય બીજો કયે હેઈ શકે? ધર્મશાસ્ત્ર કહે છે કે ગંગા પાપ હરે છે, ચંદ્ર તાપ હરે છે અને કલ્પવૃક્ષ દીનતા ટાળે છે પરંતુ સંતનું ચરણ એકી સાથે આ ત્રણેને હરે છે : गंगा पापं विधु तापं दैन्यंच हाति कल्पतरुः । __ पापं तापं दैन्यंच हरति संतसमागमः ॥ - પૂજયશ્રી પણ આવા એક પરમ સંત હતા. એવા જ્ઞાન-ભકિત-કર્મના સુભગ સમન્વયવાળી પૂજયશ્રીની જીવનસ્મૃતિના ત્રિવેણી સંગમમાં અહર્નિશ સ્નાન કરીને અને એ રીતે તે આપણે પણ સંતશિષ્ય” બની રહીએ- એજ આપણા સહુની અભિલાષા અને મંગળ પુરુષાર્થ છે. મહામના મુનિશ્રી નાનચંદ્રજી - શ્રી દુર્લભજી કે. ખેતાણી ૮૮ વર્ષની વૃદ્ધ ઉંમરે તેમણે પિતાના જન્મસ્થાનમાં જ દેહ છો. સુરેન્દ્રનગર જીલ્લાનું સાયલા ગામ-ત્યાં કાયમની એક સેવામંદિર નામની સંસ્થા ચાલતી-મહારાજશ્રી પ્રત્યે જેમને અપૂર્વ ભાવ હત–તેમની સહાયથી એ સંસ્થાનું સંચાલન થતું હતું. મુનિશ્રીને સ્વભાવ વિનેદી હતે. બચપણથી જ અભિનય અને સંગીતકળાને શેખ કેળવેલું હતું. સાધુસંતોને સમાગમ ગૃહસ્થાશ્રમ માંડવાને ભાવ ટળે અને સંન્યાસ સ્વીકાર્યો. પોપકારી વૃત્તિ અને તેમાં જૈન ધર્મના દયા, કરુણાના સંસ્કારોનું સિંચન થતાં તેમનું જીવન એક સંતના સાચા સ્વરૂપમાં પ્રકાશી ઊડ્યું–વાચાળ અને વિદી સ્વભાવે તેમનામાં વકતૃત્વ શક્તિ ખીલી ઊઠી. સાથે સાથે કાવ્યરચનાની કળા કુદરતી જ પ્રગટી નીકળી. તેઓ ઉચ્ચ કક્ષાના વ્યાખ્યાનકાર થયા અને અધ્યાત્મના પદે રચનારા કવિ પણ બન્યા. તેમના ગુરુમહારાજશ્રી દેવચંદ્રજીની બીમારીના પ્રસંગે અથાગ સેવા કરીને અપાર ગુરુકૃપા સંપાદન કરી. માનવતાના શ્રેષ્ઠ ગુણ આ ગુરુકૃપા વડે તેમનામાં પ્રગટયા. દુઃખનું દુઃખ દેખી અકળાઈ જતા. શિક્ષણ તથા સંરકારના અભાવે તેમનું હૃદય કકળી ઊઠતું. સંત મહાત્માઓના ઉત્તમ ચારિત્ર તથા તત્વચિંતનને જોતાં જ તેમની મહત્વાકાંક્ષા જાગી ઊઠતી. સંસ્કૃત ભાષા, કાવ્યશકિત, વકતૃત્વ શકિત તથા તવજ્ઞાન અને આગને અભ્યાસ પછી પણ જાણપણની તેમની જિજ્ઞાસા અજબ હતી. સાધુ સંતે ગૃહસ્થની સાથેના વાર્તાલાપમાં કયારેક કે વ્યક્તિ વિશેની જાણપણાની જીજ્ઞાસા કે અમુક વિષયમાં પિતાની ઉણપ હોય એટલે વધુ પ્રકાશ પાડવાની ઉત્કટ ઇચ્છા નથી દર્શાવતા હતા. એમ કરવાથી પિતાનું સંસ્મરણો [૬૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy