________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સાંપ્રદાયિકતા અને તનાવને વર્ધમાન કરે છે. તેને લીધે હિતકર શાસ્ત્રો પણ ભયંકર બની જાય છે.
કવિવર્યશ્રીની સાથે પ્રથમ મુલાકાતનું સદભાગ્ય શ્રી દિવ્યપ્રભાબાઈ તથા વસંતપ્રભાબાઈ સ્વામીના દીક્ષાભિષેકના મંગળ પ્રસંગે લીંબડી મુકામે સાંપડયું. દીક્ષાભિષેકને ભરચક કાર્યક્રમમાં પણ રાત્રિના ૯ વાગે તેમણે મુલાકાતને સમય આપવાની અવિસ્મરણીય કૃપા કરી. ઔપચારિક કુશળ ક્ષેમ પૂછયા પછી મારા જીવન વિષે રસ લઈ મારી દાર્શનિક અભિરુચિ, ધર્મપસંદગીની કસેટી વિ. બાબતમાં પૂછયું
જૈનત્વના રંગે રંગાયેલું હતું. છએ દર્શનેના સામાન્ય અભ્યાસ પછી પણ મારી અભિરુચિ જૈનદર્શન તરફ હતી છતાં બીજા દર્શને, ધર્મો કે સંપ્રદાયે તરફ મને કેઈ સૂગ કે ધૃણા પણ ન્હોતી. ગીતાના જેટલા ભાગે અને ટીકાઓ ઉપલબ્ધ થયા તે વાંચવા, વિચારવા અને યથાર્થ રીતે સમજવા સદા પ્રયત્ન કર્યો હતો. તેથી ગીતા તરફ પણ મારું આકર્ષણ વધ્યું હતું છતાં કેન્દ્રમાં જનત્વનું પરિપુષ્ટ સ્થાને હતું એટલે મેં સહજભાવે જણાવ્યું-ભગવનઆમ તે મને જૈનત્વ તરફનું ગજબનું આકર્ષણ છે પરંતુ બીજા દર્શનને વાંચવા, તેમના તત્ત્વજ્ઞાનને તેમની રીતે સમજવા અને પચાવવાના મારા યથાર્થ પ્રયત્નને લઈ દર્શન વિષય ભલે તે નિયાયિક, વશેષિક, બૌદ્ધ, વેદાન્ત કે સાંખ્ય પણ હેય-મને સદા પ્રિય રહ્યા છે. આ બધા દર્શનના તત્ત્વજ્ઞાનના મધ્યબિન્દુને એક અધ્યાપક તરીકે ન્યાયપૂર્ણ અને તટસ્થ દષ્ટિએ સ વિચારવા પ્રયત્ન કરું છું. પરિણામે દાર્શનિક અભ્યાસમાં આનંદ અને સંતુષ્ટિ મળે છે.
હું વાતચીતના પ્રવાહમાં તેમની આંતરવૃત્તિને યથાર્થ પણે સ્પર્શી શકે. મારા હાર્દિક અને સહજ ઉત્તરથી તેઓ પ્રભાવિત અને સંતુષ્ટ થયા તે પણ આનુષંગિક રીતે સમજી શકાયું. તેમના હૃદયમાં અધ્યાપકની એકાંગી અને સંકીર્ણ દષ્ટિ અને અભ્યાસાથી ઓના મગજમાં પિતાની સંકુચિત દૃષ્ટિને ઠેકી બેસાડવાની જે હીનતમ મનેદશાની તેઓને અનુભૂતિ હતી તેથી અધ્યાપકે વિષે તેમના માનસમાં એક લઘુગ્રથી બંધાઈ ગઈ હતી તેવી મનોદશા મારામાં તેમને ન દેખાતાં તેઓ ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયા હતા. ( વિશાળ દષ્ટિ, સમભાવ, વિકાસ, પ્રેમ, સૌંદર્ય, જ્ઞાન અને કલ્યાણનું જ્યાં સામંજય દૃષ્ટિગોચર થાય એવા અધ્યાપકે પાસે પિતાની શિષ્યાઓને અભ્યાસ માટે મોકલવાની તેમની આંતરિક અને ભાવનાને મારા જવાબથી ગ્ય સંતુષ્ટિ મળી હતી. તેથી તેઓશ્રીએ કચ્છથી પધારેલા પૂ. દમયંતીબાઈસ્વામી, પૂ. કળાવતીબાઈસ્વામી અને બા.. શ્રી વિનોદિનીબાઈસ્વામીને શ્રી ત. મા. સ્થા. જૈન વિદ્યાલય, વડિયાના તત્તાવધાનમાં ચાલતી સિદ્ધાંતશાળામાં દર્શનશાસ્ત્રના વિશિષ્ટ અભ્યાસ માટે મોકલ્યાને સંતોષ થયું હતું. આ પ્રથમ મિલનને સંક્ષિપ્ત પરંતુ હૃદયગ્રાહી અને મારા માનસમાં તેમની સરળતા, સાત્વિકતા, સર્વધર્મ સમભાવ અને માનવતાના દિવ્યભાવને અંકિત કરતે ક્ષણવતી ઈતિહાસ છે.
દીક્ષાભિષેકનો ભવ્ય પ્રસંગ હતો, આવેલા અતિથિઓને વિરાટ સમુદાય હતો. તેમના તરફ અપ્રતિમ શ્રધ્ધા અને - ભકિત ધરાવનાર એક વિશિષ્ટતમ વર્ગ હતે. વા કૌશલ્ય, વિવિધરંગી પ્રતિભા અને પ્રભુતાને લઈ લીબડી સંપ્રદાયમાં તેઓ મોખરાના સ્થાને બિરાજતા હતા એટલે અપકાળના પરિચયથી જ મારે સંતોષ માની લેવાનું હતું. વધારે વખત તેઓશ્રી આપી શકે તેવી સ્થિતિ હતી. પરંતુ દીક્ષાના મંગળ દિવસે તેઓશ્રીએ તેમની રીતે હજારોની વિશાળ માનવ
સારગ્રાહી શબ્દોમાં જે મારો પરિચય આપે તે આજે પણ મારા કાને ગૂંજી રહ્યો છે. દીક્ષાભિષેકની, વિશાળ સભામાં પ્રવચનને આગ્રહપૂર્વક અવકાશ આપી તેઓશ્રીએ મારા તરફની સદ્ભાવના અને મમતાભરી લાગણી વ્યકત કરી હતી. તેમની સાથે મારે આ પરિચય પ્રથમ અને ચરમ નીવડયે. આ ક્ષણિક પ્રસંગના મધુર સંસ્મરણે આજે પણ મારા માનસમાં જીવંત છે.
- તેઓશ્રી સાગરસમ ગંભીર, ઉદાર હૃદય અને સહજ કારૂણ્ય આદિ સદ્દગુણેથી સહજ શાંતિ તથા શીતળતા અર્પતા હતા. પ્રેમથી ભરેલું તેમનું કોમળ હૃદય હતું, તેથી તેજોષિ તે સ્પશી પણ શક્ય ન હતે. ધર્મ, જ્ઞાન, ભકિતના તે જાણે જંગમ-સંગમ તીર્થ હતા.
જ્ઞાનશૂન્ય કિયા કલેશત્પાદક અને કૌશલ્યન્ય હોય છે અને કર્મ વગરનું જ્ઞાન વધ્ય હોય છે. ભકિત-શ્રદ્ધાથી શૂન્ય જ્ઞાનની પણ આવી જ કરૂણ સ્થિતિ છે. એવું જ્ઞાન કંટાળે જન્માવના અને ભારસમ બની જાય છે. તેથી ધર્મ, જ્ઞાન [૬૪].
વ્યકિતત્ત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org