________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પ. નાનાન્દ્રજી મહારાજ જન્માતાબ્દિ સ્મૃતિગ્રંથ
અને ભકિતના સુમેળ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિપૂર્વક નિહાળતાં કવિવરશ્રી આ ત્રણેના સક્રિય મૂર્ત સ્વરૂપ હતાં.
મારી દૃષ્ટિ તે હીરાપારખુ ઝવેરી હતા. પારદશી સૂક્ષ્મતમ ઉર્ધ્વ દિશામાં ગતિ કરનારી આધ્યાત્મિક વિચારદૃષ્ટિ સ`પન્ન હોવાથી શાસ્ત્રોના પરમાર્થમાં અવગાહન કરવાની મરજીવા જેવી આત્યન્તિક વૃત્તિ અને તદનુરૂપ સોચરણની ભાવનાને લઈ પારમાર્થિક અર્થમાં શાસ્ત્રજ્ઞ હતા.
સ્થૂલ દ્રષ્ટિએ વિચારનારા અને શાઓના બાહ્ય કલેવરને જ સ્પર્શી શકનારા અમુક રૂઢિવાદી પરપરા તેમને શિથિલાચારના પુરસ્કર્તા માનતા હતા પરંતુ વાણી અને વ્યવહારની આન્તિક ઊંચાઈને સમજી અને સ્પર્શી શકવાની ક્ષમતાવાળા એક સમુદાય તેએશ્રીને પરમદ્રષ્ટા અને પરમાર્થાસૃષ્ટા માનતા હતા. મારી દ્રષ્ટિએ સામાન્ય સાધુ સમાજમાં જોવા ન મળે એવી તેઓશ્રીમાં લોકોત્તર પ્રતિભા હતી. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની કળા હતી, પરમાત્મભાવ તરફ જ આકર્ષણ હતું, કવિત્વ અને પ્રતિભાની કુદરતે બક્ષેલી બક્ષીસના તેએ અધિપતિ હતા. પ્રભુતાના ઐશ્વર્યની દિશામાં ગતિ કરાવનાર આ પ્રકૃતિદત્ત અક્ષિસ જ તેમના માટે પ્રથમ સેાપાન બની ગયેલ હતુ.
બહુ
પૂર્ણ યાગના સાધક સત
પ્રાધ્યાપક શ્રી મલુકચંદ રતીલાલ શાહ, અમદાવાદ
શ્રીમદ્ રાજચંદ્રના જયંતી-ઉત્સવના સંદર્ભમાં સંત વિનોબાજીને કોઈએ પ્રશ્ન કર્યો કે શ્રીમદ્જી મહાત્માજીના માદક અનેલા એ ઠીક છે. બાકી તેમણે ભારતની શું નોંધપાત્ર સેવા કરી હતી ? ત્યારે વિનેાખાજીએ જવાણમાં જણાવ્યુ કે બીજી સેવાની વાત તેા જાણે ઠીક પરંતુ શ્રીમદ્ કે કોઈ આત્માથી પુરુષના માત્ર શ્વાસોશ્વાસ જ જો આ પૃથ્વી પર ચાલતા હોય તેા તે જ તેમને આ જગત પર અતિ મહાન ઉપકાર છે. આથી સમજાય છે કે સંતે પરીક્ષ રીતે પણુ માનવજાતનું મહાકલ્યાણ કરતા હોય છે. આપણે જેમની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યા છીએ તે પૂજય શ્રી નાનચંદ્રજી મહારાજ પણ આવા પરોક્ષ રીતે માનવ જાતનુ મહાકલ્યાણ કરનારા આત્માથી મહાપુરુષ તો હતા જ પરંતુ પ્રત્યક્ષ કયાગથી પણ તેમણે જૈન જૈનેતર સમાજની અને રાષ્ટ્રની એક વિરવિભૂતિને શેાભાવે તેવી વ્યાપક અને ઊંડી સેવા કરી હતી. તેમનાં આ પૃથ્વી પરના શ્વાસેાશ્વાસથી આજુબાજુની ધરા ધન્ય બનતી હતી; તેમનાં દર્શનના સાન્નિધ્યમાં માનવતાનું મીઠું જગત જોવા મળતુ હતું.
-
જેવી રીતે માતાને પેાતાનાં બધાં સંતાનેા તરફ એકસરખા વાત્સલ્યભાવ હોય છે છતાં ય ખીમાર અને મ બુધ્ધિના બાળકની તે વધુ કાળજી લે છે તેવી રીતે ગરીબ-તવંગર કે પછાત બુદ્ધિશાળી-સહુ વર્ગો તરફ સમભાવ હોવા છતાં પૂજ્યશ્રીને પછાત ગરીબ વર્ગ માટે અત્યંત કરૂણા અને આશા હતી. તે સંદર્ભમાં પ્રસંગ રજૂ કરુ –સને ૧૯૫૩ના અરસામાં જ્યારે પૂજ્યશ્રી લીબડીમાં બિરાજતા હતા. ત્યારે હું તેએશ્રીના દર્શને ગયેલ. એ કાળમાં રાજપીપળા વિભાગના નર્મદા કિનારા પરના આદિવાસી વિસ્તારોમાં રહીને હું સર્વોદય પ્રવૃત્તિઓ ચલાવતા હતા. પૂજ્યશ્રી સાથેના વાર્તાલાપમાં,, આદિવાસીઓની ઉન્નતિ અંગેની મારી પ્રવૃત્તિઓ જાણી લઈને તેએશ્રી મને તે સેવાકાર્ય અંગે માર્ગદર્શન આપી રહ્યા હતા. તે જ વખતે તેમના વ્યાખ્યાનનો સમય થયેા. અન્ય મુનિના વ્યાખ્યાન બાદ પાછળના અર્ધો કલાક તેઓશ્રીએ ખેલવાનું હતુ. વ્યાખ્યાન હાલની બાજુના રૂમમાં મારી સાથે વાત કરી રહેલા એવા તેઓશ્રીને આ માટે સંદેશા મેકલીને યાદી અપાઈ કે પૂજ્યશ્રીના પ્રવચન માટે રાહુ જોવાઈ રહી છે પરંતુ તેમણે જવાની ના પાડી ને મને બેસી રહેવાની સંજ્ઞા કરીને એવી મતલબનું કહ્યુ કે શહેરોનાં બુદ્ધિશાળી લોકોને બોધ પમાડવા મે ઘણી મહેનત કરી છે. પરંતુ તેમનામાં જે કાંઈ થોડો ઘણા સુધારા દેખાય છે તેથી વિશેષ તેઓ પ્રતિ કરે તેવી તેમને માટે મને આશા નથી. મને લાગે છે કે ગામડાના પછાત ગરીબ લાકો, આદિવાસીએ વગેરે માટે જો આટલી મહેનત લીધી હોત તો ઘણું વધારે કામ થાત. ઉપદેશ અને માર્ગદર્શનની ખરી જરૂર તે તેમને છે અને તેમને માટે કરેલી મહેનત ઊગી નીકળે તેમ છે. બાકી આ શહેરી લોકોની
૬૫
સંસ્મરણા
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org