________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ધર્મ શ્રદ્ધાજ્ઞાન અને ભક્તિના સંગમના પ્રતીકસમા કવિવર
૫. રાશનલાલ જૈન, વડિયા
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ જેવા પ્રભુપરાયણ, અતિથી મહામાનવના સંબંધમાં કંઈ પણ લખવા કરતાં મારા જેવી સ્થૂલ બુદ્ધિપરાયણ અને રાજસ-તામસવૃત્તિઓથી સઘન વ્યકિતત્વવાળી વ્યકિત માટે મૌન શ્રદ્ધાંજલિ એ જ હિતકર અને અભયંકર હોવા છતાં ભગવતી સ્વરૂપા મહાસતી દમયંતીબાઈના અનુરાગપૂર્ણ આમંત્રણનો અસ્વીકાર કરવાનું મારું સામર્થ્ય નથી. તેથી શારીરિક પ્રતિકૂળતાઓની વચ્ચે પણ એ શ્રદ્ધાપુષ્પો શ્રીચરણે ધરૂ છું.
પ્રકૃતિથી બાળક જેવા સરળ, ભદ્રિક અને કોમળ, વ્યકિતત્વની દૃષ્ટિએ ઉદ્દાત્ત, ઉદાર અને ઉત્ક્રાન્ત વ્યકિતત્વથી સભર, પ્રતિભાસ’પન્ન આ પુણ્યશ્લોક દિવ્યપુરુષના પરમ ઐશ્વર્યને વાણી અને કલમના આધારે માપવા જોખવા એ ચિત દિશાના બંધબેસતા વ્યવહાર ભલે માની લેવાય પરંતુ લેાકેાત્તર પુરુષોનું વ્યકિતત્વ તા સદા શબ્દાતીત જ રહે છે.
શ્રી કૃષ્ણના હાથમાં જે ચક્ર રહે છે તે સુદર્શન ચક્રના નામે ઓળખાય છે. સામાન્યતયા આ ચક્ર મૃત્યુને વાહક છે. કૃષ્ણ આ ચક્ર જેના ઉપર ફેંકે છે તેના શિરચ્છેદ થયા વગર રહેતા નથી. ખરી રીતે તે માથાને ધડથી એક ક્ષણમાં જુદું પાડનાર આ ચક્ર સુદર્શનને બદલે કુદન તરીકે ઓળખાવવુ જોઇએ પરંતુ કૃષ્ણ જેવી વિરાટ વ્યકિતત્વ ધરાવતી વ્યકિતના હાથમાં પડેલું આ યમરાજસમુ મૃત્યુ–વાહક ચક્ર પણ સુદન બની જાય છે.
શ્રી રામના ધનુ રત્વ સાથેના અવિનાભાવ સંબધ છે. રામ સદા ધનુર્ધારી છે. ધનુષ એ તે ચાકખું હિંસાનુ પ્રતીક છે છતાં જ્યાં રામ હાય અને ધનુષ્ય તેમના હાથમાં ન હેાય એવુ એકેય ચિત્ર કોઈ ને કયાંય જોવા નહિ મળે. હિંસાના સાક્ષાત્ પ્રતીકસમું આ શસ્ત્ર પણ શ્રી રામના હાથમાં રક્ષાનું ઉપકરણ બની જાય છે. આજ કારણે ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે પોતાના સ્વરૂપના સંકેતો આપતા સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યુ છે કે ધનુર્ધારયામાં હું રામ છું. આજ ધનુષ જો રામના બદલે રાવણના હાથમાં હોત તો હિંસા, પાપ અને અનર્થ દંડની અવિરત અન પરંપરા સર્જાઈ જાત, પરંતુ હિંસાનુ આ શસ્ર શ્રી રામના હાથમાં સુરક્ષિત છે તેથી ત્યાં કશા જ અનર્થને અવકાશ નથી એટલે જ ભગવાન કૃષ્ણે સ્વયં ધનુર્ધારિયામાં રામ હોવાના દાવા કરી શકે છે.
તાત્પર્ય એ છે કે સ્થૂલદ્રષ્ટિએ હિંસાનું સાધન જણાતુ ધનુષ કે મૃત્યુના વાહક ગણાતું ચક્ર પણ સુપાત્રના હાથમાં જતાં ઉપકરણુ–ઉપકારનું સાધન મની જાય છે અને અધિકારીના હાથમાં આવતાં સારા સાધનો પણ અધિકરણપાપહિંસાના સાધન બની જાય છે. વસ્તુ તે સદા વસ્તુ જ હાય છે પરંતુ વ્યકિતની પાત્રતા અને અપાત્રતાના આધારે સાધનમાં પણ સારા – નરસાપણાનું આપણ થાય છે.
જેમને કેન્દ્રબિન્દુ – લક્ષ્ય બનાવી આ આખું લખાણ લખાઈ રહ્યું છે તે વવના વ્યકિતત્વની છાપ મારા ઉપર જે રીતે અંકિત થઈ છે તે અમિટ છે, પ્રથમ દર્શને જ તેમનું શરીરસૌષ્ડવ, ભવ્ય લલાટ, ગજકર્ણ, સુંદર આકૃતિ એ બધાં ગમે તે વ્યકિતને એમના તરફ આકર્ષે તેવા હતાં. બાહ્ય આકૃતિમાં જે ભવ્યતા અને વિશિષ્ટતાના દર્શન થતા હતા તેમ એમના સાન્નિધ્યમાં આવનાર એમની પાસે શાન્તિ, શીતળતા અને સમાધિની અનુભૂતિ કર્યા વગર રહેતા નહિ.
ભવ્ય પ્રતિભા અને અદ્ભુત વિદ્વત્તા, બીજાને મંત્રમુગ્ધ બનાવી ઘે એવી વાક્છટા છતાં નિરહંકાર વૃત્તિ, સાત્વિકતા અને સરળતાના સુમેળ ભાગ્યે જ કયાંય જોવા મળે એવો સુમેળ સદેહે તેમના સ્વરૂપમાં પ્રતીત થતા હતા. શાસ્ત્રાના તલસ્પશી અભ્યાસ, વૈજ્ઞાનિક રીતે છણાવટ કરવાની અદ્ભુત કળા, તે યુગની વાણીને આધુનિકરૂપ આપવાની વિશિષ્ટતમ કળાના કુશળ કારીગર છતાં શાસ્ત્રાના અક્ષરશ કે સ્થૂલ દેહને જ વળગી રહેવાની પારપરિક વૃત્તિ અને રૂઢિચુસ્તતાના સદંતર અભાવ જેમાં દેખાતા. શાસ્ત્રોના અક્ષરોને સ્પવા કરતાં તેમની વાણીના પ્રાણાના અંતરતમમાં પ્રવેશવાની આંતરિક વૃત્તિવાળા જાગૃત આત્મા હતા. ઉપર જણાવેલ તેમ વિવેકશૂન્ય અને ક્રિયાક્રાંડામાં માત્ર રચ્યાપચ્યા રહેનારા છેદન, ભેદન અને વિદ્યારણ કલુષિતતા, મહ'ની
સંતુષ્ટિ,
[3]
www.jainelibrary.org
પુરુષોના હાથમાં આવેલા શાસ્ત્રો પણ શસ્ત્રોના કરવાની અપ્રતિમ શકિત ધરાવે છે તેમ
તે
સંસ્મરણા
Jain Education International
કામ કરતાં હોય છે. શસ્ત્રો જેમ ખીજાનુ શાસ્ત્રાની વાણીની આડમાં સકુચિતતા,
For Private & Personal Use Only