SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ આત્માના દર્શન થઈ ન શકયા. આજે તે મહાન આત્મા ભૌતિક શરીરથી આપણી વચ્ચે નથી પરંતુ તે યશઃ શરીરથી આજે પણ વિદ્યમાન છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પર્યાયમાં પરિવર્તન થયુ' છે પરંતુ દ્રવ્યદૃષ્ટિએ તે તેઓ નિત્ય છે, શાશ્વત છે. કવિ નાનચંદ્રજી મ. પોતાના શિષ્ય સમુદાય સહિત અજમેર બૃહદ્ સાધુસમ્મેલનમાં સમ્મિલિત થવા માટે રાજસ્થાનની વીરભૂમિમાં આવ્યા હતા, મેં તેમના દર્શન પણ કર્યાં હશે પરંતુ સ્મરણ નથી તેથી હું તેમના સંબંધમાં વિશેષ લખી શકતી નથી. મને અત્યન્ત હર્ષોં થાય છે કે તે વિરાટ વ્યકિતત્વની કૃતિત્વને સ્થાયીરૂપ આપવા માટે સ્મૃતિગ્રન્થ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. આશા જ નહિ પિતુ દૃઢ વિશ્વાસ છે કે તે સ્મૃતિગ્રન્થમાં આગમ, સાહિત્ય, દર્શન વિ. વિષયાની મહાન સામગ્રીની સાથે તે મહાન આત્માનો પિરચય હશે કે જેથી એક નવા જ પ્રકાશ ખાહર આવશે. હું તે મહાન સન્તના શ્રી ચરણામાં શ્રદ્ધાસ્નિગ્ધ શ્રધ્ધાંજલિ સમર્પિત કરું છું. માનવતાની મંજૂલ સ્મૃતિ મહાસતી શ્રી પુષ્પાવતીજી, સાહિત્યરત્ન કવિવર્યશ્રી નાનચંદ્રજી મ. ના દનાના સૌભાગ્ય મને પ્રાપ્ત થયા નથી, પરંતુ તેમના તેજસ્વી વ્યકિતત્વ અને કૃતિત્વના સંબંધમાં મેં મારા લઘુભ્રાતા દેવેન્દ્રમુનિ શાસ્ત્રી પાસેથી ઘણું સાંભળ્યુ છે, તેના આધારે હુ સાધિકાર કહી શકું છું કે તેઓ એક મહાપુરુષ હતા અને મહાપુરુષના જીવનના સબંધમાં લખવું ઘણું જ કઠણ કાર્ય છે. કારણ કે તેમનુ વ્યકિતત્વ એટલું મહાન હોય છે, તેમનુ જીવન એટલું દિવ્ય હેાય છે, તેમના કાર્યોનુષ્ડાના એટલા બહુમુખી અને ચારિત્ર એટલુ' પવિત્ર હેાય છે કે તેને લઘુ નિબ ંધની સીમામાં બાંધવું તેટલું જ મુશ્કેલ હોય છે, જેટલુ ગાગરમાં સાગરને ભરવા. તેમના જીવનની ગાથાઓ બુઝાયેલા દિલામાં જાગૃતિના સંચાર કરે છે, કર્તવ્ય માર્ગમાં જૂજવાની અમર પ્રેરણા આપે છે, વિચારીને પવિત્ર બનાવે છે તેથી જ મહાવિ હર્ષે રાજા નળના ચારિત્રના વિષયમાં લખ્યું' છે કે પવિત્રમત્રાતનુતે જગત્યુગે સ્મૃતા રસક્ષાલન એવ યત્ કથા । કથન સાયનૢ ગિરમાવિલામયિ સ્વસેવિનીમેન પવિત્રયિતિ ॥ કવિશ્રી નાનચંદ્રજી મ. ની કવિતા વાંચતાં-વાંચતાં હૃદય આનઢથી ડોલવા લાગે છે. મેં વાંચી છે. ભાષાના લાલિત્યની સાથે ભાવામાં ગજબનુ ગાંભીર્ય છે. કવિશ્રીના પ્રવચનો સાંભળવાનો અવસર તેા મને મળ્યા નથી, પરન્તુ કવિશ્રીના પ્રવચનાના સંગ્રહ ‘માનવતાનુ મીઠું જગત’ વાંચવાની તક મને અવશ્ય મળી છે. તેમણે સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય વિષયા ઉપર જે પ્રવચનો આપ્યા છે તે ભારે કમાલના છે. તે પ્રવચનામાં તેમની વિચારક્રાન્તિના સ્પષ્ટ દર્શન થાય છે. હું તે માનવતાની મંજૂલ મૂર્તિના શ્રી ચરણામાં મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. તેમનું નિર્મળ જીવન સદા અમેને પ્રેરણા આપતુ રહે. કવિ નહીં પણ સંતશિષ્ય શ્રી દલસુખભાઈ માલવણિયા પોતાને ‘સ’ત’ નહી... પણ ‘સતશિષ્ય’ને નામે ઓળખાવી જેમણે સંતવાણી વહેવડાવી એ કવિવર પૂજ્ય નાનચંદ્રજી મહારાજ મારા જ સાયલા ગામના હતા, એટલે તેઓશ્રીના દર્શનનો લાભ મને મળ્યા છે, અને તેમની વાણી સાંભળીને [૫૮] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy