SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ કે શાસ્ત્રમાં ભગવાન મહાવીર પ્રત્યે ગણધર ગૌતમની જે ભકિત હતી તેનું તાદશ્ય ચિત્ર રજૂ થતું હતુ. પૂજ્યશ્રીના દર્શન કરીને પાવન થવાને મને અવસર ન મળે પણ એમના ગુણ સાંભળીને વિચાર થાય છે કે એવા મહાન સંતને વિષે કંઈ પણ લખવું એ સૂરજને દીવે દેખાડવા જેવું છે. આવા ત્યાગી, કર્મનિષ્ઠ તેમજ સમાજ-સુધારક સંતનું નામ કર્ણાચર થતાં જ સંસારસાગરને પાર કરવાની અનુપમ પ્રેરણા મળે છે. પૂજ્યશ્રીનું જીવન ગંગા જેવું નિર્મળ, મેરૂ જેવું ઉચ્ચ, સમુદ્ર સમાન ગંભીર, ચંદ્રમા સરખું શીતળ અને સૂર્ય જેવું તેજવી હતું. તેમના સદ્દગુણેથી સભર જીવન માટે મારા મુખમાંથી ઉર્દૂ સાયરની પંકિતઓ સરી પડે છે. ફૂલ બનકર મહકા, તુઝકે જમાના જાને ! - તેરી ભીની ખૂશબૂ કે, સારા સંસાર જાને . શ્રદ્ધાલકના દેવના ચરણેમાં મહાસતી શ્રી પ્રકાશવતીજી જૈન જગતના તિર્ધર નક્ષત્ર કવિવર્ય પરમ શ્રદધેય શ્રી નાનચંદ્રજીનું જીવન સૂર્ય સમાન તેજસ્વી, ચન્દ્ર સમાન શીતળ, પૃથ્વીની જેવું વિશાળ હતું. જો કે મેં તેમના દર્શન કર્યા નથી પરંતુ મેં પરમ આદરણીય શ્રદધેય સદ્ગુરુવર્ય રાજસ્થાન કેસરી પુષ્કરમુનિજી મ. તથા મારા પ્રિય બ્રાતા દેવેન્દ્ર મુનિજી મ., કે જે પ્રસ્તુત ગ્રન્થ રત્નના સમ્પાદક તથા લેખક છે. તેમની પાસેથી તેમજ મારા પુત્ર રમેશમુનિજી, રાજેન્દ્રમુનિજીના મુખેથી કવિ નાનચંદ્રજી મ. ના સંબંધમાં ઘણું સાંભળ્યું છે કે તેઓ ગૌરવશાળી ગુજરાતના દેદિપ્યમાન રત્ન હતા. તેમની કવિતા તથા પ્રવચનમાં એવા પ્રકારને જાદુ હતું કે શ્રોતાઓ આનંદમાં ડોલી ઊઠતા હતા, ચુંબકની જેમ ખેંચાઈને ચાલ્યા આવતા, પાપી પણ ધર્માત્મા બની જતા અને કૃપણુ પણ દાની બની જતા. સન્ત કઈ પ્રાન્ત, રાષ્ટ્રની વિભૂતિ હોતી નથી. તે તે વિશ્વની વિભૂતિ છે. તેમના નિર્મળ વિચારથી વિશ્વને ઉદ્ધાર થાય છે. આજને માનવી જે સન્તના વિચારને આચારરૂપમાં પરિવર્તિત કરી નાખે તે આજની વિષમતા ખતમ થઈ શકે અને સર્વત્ર સુખશાન્તિનું સામ્રાજ્ય વ્યાપી શકે. મને અસીમ હર્ષ થાય છે કે કવિ શ્રી નાનચંદ્રજી મ. જેવા મહાન સન્તને વિરાટકાય સ્મૃતિગ્રન્થ પ્રકાશિત થઈ રહ્યો છે અને સમાજ તેમને જન્મશતાબ્દિ મહોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. હું તે શ્રદ્ધાલકના દેવતાના ચરણમાં શત-શત વન્દન કરી મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને એવી મંગલકામના કરું છું કે તેમના સદ્દગુણે મારા જીવનમાં ઉતરે અને મારું જીવન મહાન બને. શ્રદ્ધાનિધ્ધ શ્રદ્ધાંજલી # મહાસતી શ્રી પ્રભાવતીજી આ વિરાટ વિશ્વમાં હજારો પ્રાણ જન્મ લે છે અને કૂકર તથા શૂકરની જેમ વિષયવિકારોના કાદવમાં ખેંચી પિતાનું જીવન બરબાદ કરી નાખે છે. એવા જીવનને ભલા કેણ સ્મરણ કરે છે? ઈતિહાસના સોનેરી પૃષ્ઠોમાં તેમનું જ નામ ચમકે છે કે જેમનું જીવન યશસ્વી, વર્ચસ્વી અને તેજસ્વી છે. કવિસમ્રાટ નાનચંદ્રજી મહારાજનું જીવન એવું જ મહાન જીવન હતું. મેં મારા પ્રિય પુત્ર દેવેન્દ્રમનિ પાસેથી તે મહાપુરુષના સંસ્મરણે સાંભળ્યા હતા. તે સંમણે સાંભળી મારી પણ ઈચ્છા તે મહાપુરુષના દર્શન કરવાની થઈ હતી પરંતુ પરિસ્થિતિવશ હું સૌરાષ્ટ્રમાં જઈ ન શકી અને તે મહાન સંસ્મરણે For Private & Personal Use Only [૫૭] Jain Education International www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy