________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
તેઓની આકૃતિ સૌય, પ્રકૃતિ શાંત અને સંસ્કૃતિ આદર્શમય હતી. તેઓ સંત સવભાવી હતા, જીવનમાં તંત ના હતે. મહંત સ્વભાવી હતા, જીવનમાં મમત્વ ન હતું. કાર્ય સ્વભાવી હતા, પ્રમતતા ન હતી. નિંદા અને પ્રશંસા પચાવવાની તેઓ અગાધ શકિત ધરાવતા હતા. આ બાલગોપાલ સહને તેઓ પ્રેમભીના શબ્દોથી બોલાવતા હતા. તેઓને શિષ્ય પ્રત્યે વ્યવહાર માતા જેવો હતો. તેઓશ્રીને પ્રત્યેક સમય શાસ્ત્ર વાંચન અને કર્તવ્યમાં જ પસાર થતા હતા.
પૂ. ચિત્તમનીશ્રીઓ તથા પૂ. સંતબાલશ્રીએ લખેલ તેમનું જીવનચરિત્ર વાંચ્યું. તેમના છપાયેલા વ્યાખ્યાન “માનવતાનું મીઠું જગત’, તેમના બનાવેલા ભજનપદ પુપિકામાંથી કાવ્યો વાંચ્યા. તેમના પરમાત્માને પંથ બતાવનાર પ્રેરક પદે વાંચ્યા. એ બધું વાંચતા થયું કે કેવા એ અવધૂત યેગી હશે? કેવા એ વિશાળ વિચારક હશે ? કેટલા એ પરમાત્મા પ્રેમી હશે?
આ બધું વાંચતા જરૂર વિચાર આવે કે તેમના અંતરમાં એક દિવ્ય ભાવના સદૈવ રમતી હતી કે “સર્વ જન હિતાય, સર્વજન સુખાય, કાર્ય નિષ્કામભાવે કરવું.
તેઓએ જનકલ્યાણના કામો, આત્મોન્નતિના કામો, શાસન ઉજજવલતાના ઘણાં કામો કરી એક આદર્શ જીવનના પ્રણેતા બની ગયા. તેઓશ્રી જ્યાં હોય ત્યાંથી સર્વ પર અમીવર્ષા વરસાવતા રહે, પરમ શ્રધેય એ તારણહારને અમારા હાર્દિક વંદન. ,
પૂ. સંતરત્ન નાનચન્દ્રજી મ. સા.નું વિરાટ વ્યકિતત્વ
3 વિદુષી મહાસતી શ્રી મદનકુંવરજી કવિવર્ય શ્રીજી મહારાજના વિષયમાં અનેક સુવાસ ભરેલા પ્રસંગે મને સાંભળવા મળ્યા છે તે ખરેખર ઘણા જ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક છે. જે મહાન વ્યકિતત્વ વિષે હું મારી અલ્પબુદ્ધિ પ્રમાણે બે શબ્દો લખવા પ્રયાસ કરી રહી છું તે સાધારણમાંથી અસાધારણ મહાન બન્યા છે.
(૧) જ્યારે એમને વિરાગ્ય જાગ્રત થયે ત્યારે એમના હદયમાં કેશલૂચન કરવાની ઈચ્છા થઈ. તેઓશ્રી એક મુનિરાજ પાસે ગયા અને પિતાના ભાવ વ્યકત કર્યા ત્યારે એ મુનિરાજે કહ્યું-ભેળિયા ! સાધુ ગૃહરથને લેચ નથી કરતા. ત્યારે એ ઉત્કટ વિરાણી નાઈની પાસે ગયા ને કહ્યું મારે લેચ કરી આપ. તે નાઈએ કહ્યું-મને હાથેથી લેચ કરતા નથી આવડતું ત્યારે તેમણે કહ્યું-તે ચીપીયાથી ખેંચી નાખ. નાઈ એ (હજામે) ચીપીયાથી વાળ ખેંચવા માંડ્યા તે લેહીની ધાર વહેવા લાગી. ઘેર આવ્યા. ભાભીએ જોયું તો તેમને ભારે દુઃખ થયું. તમે આવાં કષ્ટો સહન કરે તે અમારાથી જોઈ શકાતા નથી. સાંભળ્યું છે કે સુખડ લગાડવાથી ઠંડક વળે છે અને ટીસીઓ બંધ થઈ જાય છે. કબાટમાં જોયું તે ઉતાવળમાં સુખડને બદલે સૂંઠ આવી ગઈ. લેપ કરવાથી ઘણી બળતરા અને વેદના થઈ પરંતુ તે વખતે એ મહાપુરુષે જે શાન્તિપૂર્વક કષ્ટ સહન કર્યું તેવું આત્મબળ સિવાય બીજો કઈ સહન કરી શકે જ નહિ. આત્મબળ એ માનવજીવનને આદર્શ પામે છે. આત્મબળથી પરમ આનંદ મળે છે. તે જ શાશ્વત અને અમર જીવન છે. દુર્બળતા દુઃખસ્વરૂપ છે અને દુર્બળતા જીવને પ્રમાદી ને કાયર બનાવે છે.
- કવિવર્યશ્રીજી મ. સા. માં આત્મબળ ખૂબ જ હતું. ગૃહસ્થાવસ્થામાં જ એમણે શીત-ઉષ્ણની આતાપના પણ ચાલુ કરી દીધી હતી. શરીર ઉપર ફલા પડી જતા પણ એ આત્મબલી કયારે ય કાયર ન બન્યા એવી હતી એમની વિરાગની દઢતા અને આત્મબળને આદર્શ.
તેઓશ્રીની આત્મશક્તિ, વાકશકિત, ઘેર્યશકિત, વીરતા, ગંભીરતા, સહિષ્ણુતા મહાન હતી. એમના જીવનમાં ઓતપ્રોત હતા. સામે ચ સવ ભૂસું એ પાઠ તેઓશ્રી સારી રીતે ચરિતાર્થ કરી રહ્યા હતા.
પૂજ્ય પ્રવર શ્રી નાનચંદ્રજી મહારાજની સેવાભાવના, ગુરુભકિત અદ્વિતીય હતી. એમની ગુરુભકિત તે એવી હતી [૫૬]
વ્યક્તિત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org