________________
r
--
E
'પૂજ્ય ગુરૂદેવ શબવ પ. નાનાસજી મહારાજ જન્મ9; તાકિદ સ્મૃતિગ્રંય
આત્માને પ્રય બનાવ્યા. આગમ ઉદધિએ તત્વનું નવનીત પ્રાપ્ત કરી ભવ્ય આત્માને આનંદનું અમૃત આપ્યું.
તેઓશ્રીએ તિક્ષ્ણ બુધિએ શિક્ષણ લઈ આધ્યાત્મિક ભાવવાહી ઘણા કાવ્યના પવિત્ર પદની રચના કરેલ છે. જેની રચનામાંથી અમી ઝરતા, આધ્યાત્મિક ભાવો કંઈકના હૈયાને હચમચાવતા, દિલડાને ડેલાવતા, અંતરને ઉછાળતા, જેમની કવિત્વશક્તિ અજોડ અને અજબ હતી.
સરળતાની મતિ, સૌમ્યતાની સૂરતી ઝળકાવતા. ખોટી રીતે પાળવાની વાત નહીં. અકકડતા સામે અડગતા, દુષ્ટતા સામે દિવ્યતા, ક્રૂરતા સામે કેમળતા, વૈમનસ્ય સામે શમનસ્ય, એ તેમના જીવનને મુખ્ય આદર્શ હતો.
પૂ. ગુરુદેવના આંખના અમી–વિષધરના વિષને વમી નાંખતા અને સ્વભાવમાં શમી કલ્યાણકામી બની જતા. આવા ગુરુવર્ય મુકિતના રાજ લેવા આત્મકાજ કરી ચાલ્યા ગયા.
તેમના સાગરસમાં વિશાળ ગુણના ગુણાનુવાદ અલ્પમતી શું કરી શકે? અંતરના અહંભાવથી સદ્દગુણની મહેકતી મહેકે અંતરનું અર્થ આ સમયે અક્ષરરૂપે અર્પણ કરી આનંદ અનુભવીએ છીએ. તેમના આદર્શો જવાહિર જેવા ઝળકતા હતા.
અતિશયોકિતથી નહીં પણ અનુભવેલા મંગલ મિલનમાં જે કાંઈ “સુવર્ણ શિક્ષા સેનેરી સુવાક્યો અને અજોડ આદર્શો અમને મળેલા તેનું જ આ સંક્ષિપ્ત વર્ણન છે. તેમને શબ્દ દ્વારા મઢી ચરણમાં સમર્પણ કરતા, ધન્યતા–કૃતકૃત્યતા અનુભવીએ છીએ. તેમના આદર્શો સૌના જીવનની દીવડી બને.
તેમની પક્ષ વાણી સૌના જીવનની મીઠી વીરડી બને–વદુષી બા. બ્ર. પૂ. , તત્વચિંતક બા. બ્ર. પૂ. વિજયાબાઈ મહા. (જય-વિજય) સાધક-બેલડીનાં અંતરનું અર્થ અને મહેકતું માધુર્ય સમર્પિત કરીએ છીએ.
અજાણ્યું છતાં જાણ્યું! !
છે બા. બ્ર. વિદુષી હીરાબાઈ મહાસતીજી શું લખવું? તે પ્રશ્નને વિચારગ ન આપતાં મારા ભાગ્યને સદ્ભાગી માનું છું કે આજે એક પુણ્ય કી શાસન સિતારા સમ સાધક સંતની જન્મ શતાબ્દીને મંગલ ઉત્સવ ઉજવવાના છે તે શબ્દો શ્રવણગત થયા ત્યારે થયું ચાલે આપણે પણ કંઈક આંશિક ભાગ લઈએ. છેવટે બુદ્ધિની અપતા ભાસી....ત્યાં જ સિદ્ધસેન દિવાકર પ્રણીત.
बालोऽपि किं न निजबाहुयुगं वितत्य
विस्तीर्णतां कथयति स्वधियाऽभ्बुराशेः। સંત શિષ્ય વિષે લખવું એ તે શિશુ હાથે ચંદ્રને આંબવા જેવું છે ! એ વિશાળ સાગરના જલને નાનકડું નાવડું કેમ તરી શકે ? તે પણ સં ત-જીવનના વિશાળ સાગરમાંથી એક બે બંદ ટપકાવી જીવનની ધન્યતા અનુભવીશ.
અમારા કમભાગ્યે એ મહાપુરુષના દર્શન તથા વાણી-શ્રવણ આ જીવનમાં થયા નથી. પ્રત્યક્ષ પરિચય-અનુભવ થયો નથી. પરંતુ પક્ષ અનુભવ તે જરૂર જાયે. ભલે તેઓના આદર્શ ત્યાગપૂર્ણ જીવનને ન નિહાળ્યું, પણ તેઓશ્રીનું સાધનાશીલ જીવન ઉદ્દામ ગુણ – પુષ્પની મઘમઘતી પરિમલ- ખુબૂ આજે પણ પ્રસરી રહી છે, ને અનુભવાય રહી છે. પુષ્પ ન પેખ્યું પણ સુગંધ તે માણી....!!
તેઓશ્રીના પરિચયમાં આવેલા પ્રત્યેક માનવીના મુખમાંથી પૂ. ગુરુવર્ય પ્રત્યેના બહુમાન પૂર્વકની ગુણ શબ્દાવલી સાંભળતા હચું ભાવિત થયા વગર રહેતું નથી. તેઓશ્રીની દરેક પ્રત્યે મીઠી દૃષ્ટિ ને કુણી લાગણી હતી. તેઓની ઉદારતાવિશાળતા અને ગંભીરતા આદિ ગુણો અમાપ હતા. તેઓશ્રીનું વ્યકિતત્વ પ્રતિભાસંપન્ન હતું. તેઓની બુદ્ધિની બહુલતા દરેકને આશ્ચર્યચકિત બનાવતી હતી. તેઓના સાન્નિધ્યમાં બેસનારાઓ અને રહેનારાઓ શીતળતા ને શાંતતાને અનુભવ કરતા હતા. સંસ્મરણે
[૫૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org