________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મરાતાહિદ સ્મૃતિગ્રંથ
ન હોય! આજે પણ જે સંત-સતીજીઓ ત્યાં વિહાર કરીને જતાં હોય તેને આ આદર્શ નમૂના નજરોનજર જોવા મળે છે. પ્યારા સંતના અનુયાયીઓને પૂછતા હજુએ તેઓના ભાવવિભોર હયાં બોલી ઊઠે છે કે અમારા સાચા ઘડવૈયા, અમારા પ્રભુ સાયલાના સંત ગુરૂદેવ “નાનચંદ્રજીના શિષ્ય સંતબાલજી મહારાજ જ છે.
આવી વાત કળાથી કંડારેલી કૃતિઓની આદર્શ માનવમૂર્તિઓ પાસેથી કાનોકાન સાંભળવા-જોવા મળે છે ત્યારે આ સાથ્વીનું અંતઃકરણ પૂર્વક નમી પડે છે, અને ધન્યવાદ દીધા વિના રહી શકાતું નથી. વાહ! વાહ! સાયલાના સાધકસંત! આપે તે જૈન શાસનને અદ્ભૂત-અનુપમ સિદ્ધાંત સાગરમાં ડૂબકી મારી માનવતાના મૌતિકને ગ્રહણ કરી સાધક દશાની કઠેર સાધના સાધી, પદયાત્રાએ – પ્રવાસ કરીને જ્યાં જ્યાં જેને જેને જરૂર હતી ત્યાં ત્યાં તેની જરૂરિયાત પૂરી પાડી, માનવભવનું પ્રથમ સોપાન સર કરાવ્યું. જેમ વર્ષાઋતુમાં ડહોળાયેલા પાણીને શરદઋતુને સમાગમ થતાં નિર્મળતા. પ્રાપ્ત થાય છે તેમ અજ્ઞાનના અંધકારમાં અટવાયેલા માનવીને જ્ઞાનને પ્રકાશ આપી નાનચંદ્ર નામ સાર્થક કર્યું. ધન્ય આપની સાધના ! એવા સાધક સંતને શત્ કટિ વંદના.
લીંબડી સંપ્રદાયના શાસન સિતારા પૂ. બા. બ્ર. કવિવર્ય નાનચંદ્રજી મહારાજના જીવન ઉપવનમાં મહેકતા શેષ સૌરભયુકત સંસ્મરણે....
ગોંડળ સંઘાણી સંપ્રદાયના વિદુષી બા.બ્ર. જયાબાઈ મહાસતીજી આર્યભૂમિના સાહિત્ય, ઔદાર્ય ગુણથી અલંકૃત, જીવન માધુર્યથી મહેકતા,....સાત્વિક શૌર્ય ઝળકાવતા..... કવિવર્ય પૂજ્ય નાનચંદજી મહારાજ.......
કાદવમાંથી કમળ ખિલ્યુ, અલિપ્ત દશાને આદર્શ છે અને ભવ્ય આત્માને મુકિતને રાહ ચી. આવા તત્વજ્ઞ ગુણાનુરાગી સંતના સદ્દગુણનું બહુમાન અલ્પજ્ઞ માનવ જડ પેન દ્વારા કેમ કરી શકે ?
ગુણાનુરાગથી જીવનના સદ્દભાગ્યે પૂ. ગુરુદેવના સાનિધ્યમાં રહેવાને સુઅવસર પ્રાપ્ત થતાં. દર્શનને અમૂલ્ય લાભ મળેલ હતે. મિલન થતાં મલીનતા મુરઝાઈ અને મંગલતા સરજાઈ ગઈ.
તેમના જીવનની કાર્યવાહી ભવ્ય આત્માને ભાવવાહી બનાવી આપે. જીવનને પ્રાથમિક ગુણ વિશાળતા અને વિશેષતાભર્યો હતો. જેનાથી વિરલતા ઝળકતી વિનયની વાટે શ્રદ્ધાના દીપક પ્રગટાવ્યા, પ્રકાશના પરિમલે લેકને પ્રકાશિત કર્યો.
ગુરુભક્તિ એટલે જાણે પંચમ કાળમાં ભગવંત મહાવીરને ગણધર ગૌતમના આદર્શને જ્યોર્તિમય બનાવતા તેમના અંતરને નાદ એ જ હતું કે હે નાથ? જોઈએ છીએ ગુરુભકિત, જેનાથી મુકિત તે મારા ચરણની દાસી બની ચરણ ચુમતી મસ્તક કાવતી આવશે. સેવાના સુમને માનવ જિંદગાનીના બાગમાં મહેકતા સેવાને મેવા લેવા અજોડ અને અજબ પુરુષાથી બન્યા.
દિવ્યદ્રષ્ટિથી દીપતા એવા સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી દેવચંદ્રજી મહારાજ જેમની પ્રશાંતભાવે નવ વર્ષ સુધી અજબ સેવા કરી, ગજબ મુકિતના મેવા લીધા.
દિલના દયાળુ, મનના માયાળુ, પ્રકૃતિના પ્રેમાળ, વિચારના વિશાળ, સ્વભાવે સ્નેહાળ ગુરુદેવને જોઈ અમારા મસ્તક નત મસ્તક બની તેમના ચરણમાં મૂકી પડતા.
માનવ જીવનમાં તેમને એક “Principal” સિધ્ધાંત હતો કે, આ માનવ જિંદગાની મળ્યા પછી શું કરવું જોઈએ?
આ પ્રમાદી સમાજ પ્રમદ ભાવનામાં કેમ લે? પતન પામેલા પામર આત્મા પ્રકૃતિના-પ્રવૃત્તિના પરિવર્તન કરી કેમ પ્રગતિ સાધી શકે, એને વિચાર પ્રતિક્ષણે તેમના અંતરને સ્પર્શત-મનમાં ફુરસ્ત અને સમાજ માટે કંઈક કરી છૂટવા પ્રેરતે હતે.
આગમના અજોડ અભ્યાસી....તત્ત્વચિંતક ચેતન્યચિંતક બન્યા. સનાતન વિદ્યાના ખજાનચી બની કંઈક અય [૫૪]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org