________________
- પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મી સાબિદ સ્મૃતિગ્રંથ
જ
| કવિ
પ. નાનજી મહારાજ જમતાં©e 3
અનુપમ મૌલિકતા હતી. તેઓશ્રીની જિન તથા જિનવાણી પ્રત્યેની અપૂર્વ ભકિત હતી.
તેઓશ્રી માનવતાવાદી સમાજસુધારક અને પ્રભાવશાળી હતા તેમની રસિક વાગ્ધારાએ અનેકના જીવનમાં માનવતાના બીજા પણ થયાં હતા. અનાદિના અંધકારમાં રખડતા અનેક આત્માને સન્માર્ગે વાળનાર અને જગાડનાર હતા.
સ્વગરથ ગુરુદેવ એક જ વાત માનતા હતા. કે ગુલાબને પિતાનામાં રહેલ સૌરભની જાહેરાત કરવી પડતી નથી, તે સ્વયં પ્રસારિત છે. જૈન શાસનના સાચા સુકાની એક મહાન સુભટની અદાથી વફાદાર રહી જૈન શાસનની મહાન પ્રભાવના કરી છે
સ્ત્રી સમાજ તેમને સદા ઝoણી રહેશે. તેમણે સ્ત્રી-શિક્ષા માટે ક્રાન્તિકારી પગલું ભરી સ્ત્રીઓને અજ્ઞાન અંધકારમાંથી બહાર કાઢી જ્ઞાનપ્રકાશ આપે. તેઓ કેવળ ધર્મવીર હતા. એમ નહીં પણ સમાજસુધારકના અનેક કાર્યો કરતા. હતા. આજીવિકા માટે અતિ કષ્ટ અને પરિશ્રમ કરતા, મુંબઈની જનતા રાત્રે જ સમય મેળવી શકે તેમ લાગતાં સાધુ સમાજ માટે રાત્રિ પ્રવચન કે પ્રાથના વિરુદ્ધ છે છતાં તેઓશ્રીએ રાત્રિ પ્રવચન અને પ્રાર્થના શરૂ કરાવ્યાં કે જે આજ સુધી ચાલે છે.
ભકત અને શિષ્ય પ્રત્યે તેઓશ્રીને અને વાત્સલ્યભાવ હતું, અત્યંત સરળ સ્વભાવી હોવા ઉપરાંત સિદ્ધાંતની વાતને ગમે તેવી કટોકટીના પ્રસંગે પણ રજૂ કરતા અચકાતા ન હતા. વિધીઓ પ્રત્યે કયારેય તિરસ્કાર કે ધૃણા દાખવતા ન હતા. પ્રજય સ્વર્ગસ્થ નાનચંદ્રજી મહારાજને કેટકેટ ભાવવંદન કરી હાર્દિક શ્રદ્ધાંજલિ સમર્પ છું.
સંસ્કૃતિની સિતાર
સાધ્વી લીલમબાઈ મહાસતી માનવમાં મીઠી મહેંકભરી સંસ્કૃતિની સિતાર કર ગ્રહી સત્ય સ્વરૂપની સારેગમ છેડી જ્ઞાનચંદ્ર ગયા ચાંદની ચમકાવી, સોરઠની ભૂમિ પર એવા કંઈક સંતે આવ્યા ને ગયા,
નર-નારીમાં છુપાયેલા નૂરને ‘નાનચંદ્ર” ગુરુ પ્રગટાવી ગયા.” પૂ. મુનિરાજને પ્રત્યક્ષ પરિચય નથી, છતાં તેમનાથી પરિચિત છું. વ્યકિતના મિલન માત્રથી જ પરિચિત નથી થવાતું. પુષ્પમાં રહેલી સુવાસ માઈલેના માઈલે સુધી પિતાના અસ્તિત્વને પ્રગટ કરે છે. વ્યક્તિ પિતાના નાનકડા ક્ષેત્રને ત્યાગ કરે છે ત્યારે તે વિસ્તૃત કુટુંબને મેમ્બર બને છે. તેમાં પણ તેમની કૃતિઓ તે જગતને તેમનાંથી પરિચિત બનાવી દે છે. તેમની કૃતિ “માનવતાનું મીઠું જગત, “પ્રાર્થના પદ વગેરે વાંચીને અંતરીયું નમી પડે છે. એમ કહેવા કરતા પણ જે જે ક્ષેત્રમાં સાયલાના સંતના ચરણ સંચર્યા છે તે તે ક્ષેત્રમાં તેમના જીવંત શિલ્પને જોઈ મન મહેંકયા વગર, વાણી અવાચક બન્યા વગર અને કાયા થનગન્યા વગર રહી શકતી નથી. પૂ. મુનિરાજનું જે વિહરણ ક્ષેત્ર હતું તે ધરતીના ધાવણ ધાઈને ઉત્પન્ન થયેલા, આકાશ જેને આવાસ છે, ધરતી જેની શય્યા છે, વનસ્પતિ જેનું વસ્ત્ર છે, હિંસા જેને આહાર છે અને મદિરા જેનું પિય છે તેવા આકૃતિથી માનવ પરંતુ કાર્યથી દાનવ એવા જંગલીઓની પૂ. કવિવર્ય સંતે આળસને અળગી કરાવી. મૂળ પાયામાંથી જ મળેલા હાથ-પગ વગેરે અવયવનું જ્ઞાન કરાવી પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ દેડથી શું શું કાર્ય કરી શકાય છે તેવા પાઠ પઢાવી “પરપ્રાણીને પીડા ન પહોંચાડાય તેવા પ્રેરણાના પીયૂષ પ્રેમપૂર્વક પીવડાવી, માનવતાને તાજમહેલ કેમ કંડારાય છે તેનું કળા-કૌશલ્ય પ્રાપ્ત કરાવ્યું છે. દાનવતાને ત્યાગ કરી માનવતાને વરેલા ભાલકાંઠાના કાંડાળા માનવની ખાદીના વસ્ત્રમાં ઢંકાયેલી આદર્શ ખડતલ કાયામાં સંસ્કૃતિ ડોકિયા કરતી આજે દેખાય આવે છે. જાણે કે રૈના ગામમાં દેખાડેલ મનુષ્યત્વની દુર્લભ હેંક આ માન સંટમરણે
[૫૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org