________________
| પશ્વ ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ દિવ્યપુરુષની જીવનપરાગ
83 વિદુષી પ્રાણુકુંવરબાઈ મહાસતીજી વિશ્વના વિશાળ ફલક પર જન્મ લઈ જીવન ધારણ કરનાર છમાંથી જીવન જીવી જનારા તે લગભગ બધા જ હોય છે પણ જીવન જીવી જાણનારા બહુ જ જૂજ હોય છે.
જીવન જીવી જવું એ જુદી ચીજ છે. જીવન જીવી જાણવું એ જુદી ચીજ છે.
જીવન જીવી જવું એ પર્વતની ટોચ પરથી પત્થરને ગળે નીચે ગબડાવવા બરાબર છે. એમાં કઈ પ્રયત્નની, કઈ સાહસની કે કઈ મહાન ઉત્સાહની જરૂર રહેતી નથી. ગળે ટચ પર મૂકયે કે આપમેળે એ ગબડતે ગબડતો નીચે ઊતરી જ જવાને છે.
જીવન જીવી જવામાં પણ કઈ પ્રયત્નની, કઈ સાહસની કે કઈ મહાન ઉત્સાહની અપેક્ષા રહેતી નથી. જીવન મળ્યું એટલે આપમેળે એ છવાઈ તે જવાનું છે. કીડીનેય જીવન મળ્યું છે, મંકડીનેય જીવન મળ્યું છે, ને વિષ્ટામાં ખદબદતા અસંખ્ય કીડાઓને પણ જીવન મળ્યું છે, અને એજ જીવન માનવને પણ મળ્યું છે, જેમ કીડી, મંકડી કે કુંથુઆ પિતપતાને મળેલું જીવન જીવી જીવીને જગતમાંથી વિદાય લે છે, એમ માનવને પણ જીવન મળ્યું એટલે ગમે તેમ જીવન જીવીને ચાલ્યું જાય; તે જીવનની દૃષ્ટિએ વિષ્ટામાં ખદબદતાં કીડાના જીવનમાં ને માનવનાં જીવનમાં કઈ મોટો તફાવત ન આંકી શકાય,
હકીકતમાં જગતમાં જીવાતા બીજા તમામ જીવ કરતાં માનવમાં જીવનનું વધુ ને વધુ મૂલ્ય આજ સુધી અંકાતું આવ્યું છે, અને એથી જ એ પ્રશ્ન ઊભો થાય છે, કે માનવના જીવનમાં એવું તે શું રહેલું છે, જેથી સહુથી વધુ મૂલ્યવાન એને ગણી શકાય?
એની પાછળ છુપાયેલું મહાનમાં મહાન રહસ્ય એ છે કે બીજા બધાને જન્મસિદ્ધ માત્ર જીવન જીવી જવાને જ હકક મળેલ છે. ત્યારે માનવને જીવન જીવી જવાને જ નહીં પણ જીવન જીવી જાણવા મહાનમાં મહાન જન્મસિદ્ધ હકક જન્મ લેતાં જ મળી ગયું છે. એથી જ માનવનું મૂલ્યાંકન જગતના તમામ જી કરતાં કંઈક વધી જાય છે.
જીવન જીવી જાણવામાં પર્વતની ટોચ પરથી પત્થરને ગળે ગબડાવવાને નથી; પણ તળેટીમાં પડેલા ખરબચડા પત્થરને કળશને આકાર આપી પર્વતની ટોચ ઉપર ચડાવી ત્યાં ને ત્યાં સ્થિર રાખવાનું છે.
જીવન જીવી જાણવું એ કંઈ સહેલું નથી. જીવન તે જ જીવી જાણે જેનામાં સાહસ, ઉત્સાહ, પુરુષાર્થ અને પરાક્રમ હેય.
જગતમાં જન્મ લેતા મેટા ભાગના માનનું જીવન ખરબચડા પત્થરને ગેળા જેવું જ હોય છે. એમાં પ્રયત્ન અને પુરુષાર્થના ટાંકણ મારી સગુણને આકાર આપવામાં જે સફળ બને છે તે જ જીવન જીવી જાણે છે. “જેણે જીવી જાણ્યું તેને મૃત્યુને માણી જાણ્યું
એવા જૈન સમાજના મહાન તિર્ધર, શાસનશિરતાજ, કર્મ સાહિત્યના અજોડ જ્ઞાતા, કવિવર્ય, તારકપ્રભાવક અને આરાધક અમૂલ્ય નરરત્ન પ્રકાશ પાથરીને આપણી પાસેથી ચાલ્યું ગયું છે.
આ એક તેજીલો અને ચમકતો સિતારો લાખેને લાડકવાયો હતો. અનેકના જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક જાગૃતિની ત જગાવનાર, પહાડી દેહ તથા પહાડી અવાજના ધારક હતાં. હિંમત અને સાહસના રસિયા પૂજ્ય નાનચંદ્રજી મહારાજ અવનવા જ્ઞાન-વિજ્ઞાનનાં દ્વારે તથા દિશાઓનું ખેડાણ કરનારા, તત્વજ્ઞાનથી માંડીને ટેકનોલેજીના વિષયમાં પણ વિચક્ષણ હતાં. અદ્દભુત વાકપતાના ધારક, તીક્ષ્ણ તર્કશકિત તથા પ્રભાવક દૃષ્ટાંતે અને રેચક રજૂઆત એ એમની વ્યાખ્યાનશકિતની વિશિષ્ટતા હતી. શાસનશુદ્ધ દેશના, ઉસૂત્ર પ્રરૂપણા ન થાય તેની સખ્ત જાગૃતિ, એ એમની [પર
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org