________________
પૂજ્ય ગુરૂદેવ Dિay પ. નામ રજી મહારાજ જન્માતાહિદ સ્મૃતિપ્રય
પરંતુ હાલ મુંબઈમાં બિરાજમાન અમારા ખરા અંતરત્નેહી પૂ. દમયંતીબાઈ મહાસતીજીને અતિ લાગણીભર્યો પ્રેમપત્ર અને એમાંય પૂજ્યશ્રીના જીવન પર સંસ્મરણુ લખવાનું ફરમાન આવ્યું. તેથી લખવાની ભાવના થઈ. લખવાને વિચાર આવતાં જ દૂરના ભૂતકાળમાં દષ્ટિ દોડી ગઈ બહ બાળપણમાં સંસારી અવસ્થામાં એક વખત પૂજ્યશ્રીને ધારી બિરાજવું થયું અને એમની ખ્યાતનામ કીતિ અમારી જન્મભૂમિ ઠેઠ દલખાણિયા સુધી પહોંચી.
પૂજ્યશ્રીની નામના સાંભળીને કુટુંબ સાથે દર્શને જવાનું થયું અને તે વખતે પૂજ્યશ્રીની કવિત્વશકિત અને વકતૃત્વશકિતનું દર્શન પહેલું કહો કે છેલ્લું, પણ તે સૌભાગ્ય જીવનમાં એક જ વખત પ્રાપ્ત થયું છે.
મહાન ગુણ સંતેની કવિતા કે વકતાપણાની પ્રસંશા કરવાનું કામ મારું નથી. એ કીર્તિની ચાંદની તે એની મેળે જ ખીલતી રહે છે. ત્યારે પૂજ્યશ્રીના પ્રથમ દર્શને મારા બાલજીવનના ટૂંક પરિચયમાં મેં શું જોયું !
તે લોખંડી સંતના મુખપર તરવરતી નિખાલસતા અને નિડરતાના અપૂર્વ દર્શન થયાં. અને એ સદગુણની બેલડી પર જ હું બે શબ્દ લખું છું.
આજના કહેવાતા શાસનપ્રેમી કે ધર્મપ્રેમી એવા કરોડપતિ શ્રીમતેની તબદિલી કરતાં અનેક સતીવૃંદ કે તેને જોયા છે. અરે! સુશ્રાવકજી! શાસ્ત્રજ્ઞ, આવા પ્રમાણપત્ર આપતા અનેકને સાંભળ્યાં છે.
પરંતુ મોકા પર કડવું સત્ય કહેનાર અને નીડરપણે કડવું આચરણ કરી બતાવનાર એવા પરમ સંત પૂ. નાનચંદ્રજી મહારાજ એકના જ જીવન દરમ્યાન દર્શન થયાં છે.
એકાંત જડ ક્રિયાને જળની જેમ વળગી પડેલા અનેક ધર્માધ ધનપતિઓને આ મહાન વ્યકિત પાસે કબૂલ કરવું પડ્યું છે કે આંતરજીવનની આધ્યાત્મિકતા વગર, મરમ સત્યની પાત્રતા વગર વીરના વારસદાર થવું કઠણ છે.
અહે! તે પુરુષની જન્મશતાબ્દિ સમયે આપણે એટલું જ મરીએ કે આપણામાં ખરી નિખાલસતા અને નીડરતા કયારે આવે!
સંયમ–માર્ગના પથપ્રદર્શક અને જ્ઞાનદીપક
શ્નરે વિદુષી બા.. લલિતાબાઈ મહાસતીજી સંયમ જીવનના દીપને પ્રષ્ટાવવા હજુ તે હું વાટ સંકોરતી હતી, ત્યાં જ આવી મળેલ પ્રકાશપૂંજને કેમ વિસરી શકું? જેમણે મારા દીપકમાં સ્નેડ પૂરીને જ્ઞાનની ચિનગારી પ્રગટાવી. સંયમી જીવનની કેડીએ પ્રથમ ચરણ મૂક્તા એટલે કે વિરાવ્યાવસ્થામાં જ જે મારા માર્ગદર્શક બનીને ઊભા રહ્યા તે પૂજ્ય ગુરુદેવના ગુણગ્રામ કરવા મારી પાસે કયાંથી શકિત હોય ?
મને યાદ છે એ દિવસે સં. ૨૦૦૨ માં ધોરાજીનું એમનું ચાતુર્માસ થયું. ચારેય મહિના “જૈન સિદ્ધાંત પ્રવેશિકા કે જે જિનેશ્વર પ્રભુની વાણીના સાગરમાં પ્રવેશવા નાવ સમાન છે, તેનું જ્ઞાન તેઓશ્રીએ મને અત્યંત પ્રેમથી અને ગહનતાથી કરાવ્યું જે આજ સુધી મારા અંતર મન પર એની ઊંડી છાપ સાથે એવું ને એવું વિદ્યમાન છે. તે
આવા પરમોપકારી ગુરુદેવની વિશિષ્ટતાઓનું ખ્યાન કરવું અને હું સાહસ સમજુ છું છતાં સમય આવ્યે કહ્યા વગર રહી શકતી નથી કે એમનું જીવન એટલે સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની શીતલતા, મેરૂની અડોલતા, કમળની નિર્લેપતા ધરતીની સહિષ્ણુતાને શુભ સમન્વય હતું. તેઓશ્રીને જીવન મંત્ર હતું, “જન સેવા તે પ્રભુની સેવા એમના જીવનની ક્ષણ ક્ષણ સેવાર્થે વપરાઈ હતી.
આવા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન મહાપુરુષના ચરણમાં અગણિત પ્રણિપાત છે.
સંસ્મરણે Jain Education Interational
[૫૧]
For Private & Personal Use Only
www.jainelibrary.org