________________
પૂજ્ય ગુરૂદેવ ડવિય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તૃપ્તિ પણ અનુભવી છે. જૈન સંપ્રદાયના એક સાધુ છતાં અને જૈનામાં કટ્ટરપંથી મનાતા સ્થાનકવાસી સ ́પ્રદાયના એ સાધુ હતાં પણ માચિહ્ન મુહપત્તિ સિવાય તેમનામાં સ્થાનકવાસી સાધુએમાં જે કેટલીકવાર સાંપ્રદાયિકતા દેખાય છે તેવું કશુ જ મેં જોયું નથી. તેમના ભકતામાં માત્ર સ્થાનકવાસી જૈને જ હતા એમ પણ ન હતુ. તેમની નિર્મળ સંતવાણી સાંભળવા બહુજનસમાજ એકત્ર થતા અને આધ્યાત્મિકતામાં તરાળ થઈને જતે મેં જોયા છે. એકવાર જે તેમને સાંભળતા તે તેમના ભકત થઈ રહેતા એમ પણ મેં જોયું છે.
જડ નિયમેાના તે કદાગ્રહી હતા નહીં. સામાન્ય રીતે જૈન સાધુએ રાત્રે અત્તીના પ્રકાશમાં વ્યાખ્યાન ન આપે પણ પૃ. નાનચંદ્રજીનું વ્યાખ્યાન રાત્રે જે રીતે જામતું અને બધા વર્ણના લોકો જે રીતે તેમને સાંભળતા તેવું તેમના દિવસના વ્યાખ્યાનમાં બનતુ નહિ. ભજના ખીજાના અને પોતાના સંગીતકારની અદાથી મીઠાં-સુરીલા અવાજે તે ગાતા અને લોકોને માટે તે પ્રેરક બનતાં હતાં. માત્ર જૈનધની પરિભાષામાં તેએ લાકોને ઉપદેશ આપતા નહી પણ ભારતના સમગ્ર સંતાની જે સામાન્ય પરિભાષા છે તેના જ મુખ્યત્વે તેઓ ઉપયોગ કરતા.
સામાજિક કુરૂઢિએ અને આર્થિક વિષમતા વિષે પણ તેમના વ્યાખ્યાનમાં ઠીકઠીક રીતે પ્રહારો થતા. અને છતાં તેમના ભકતોમાં ધનાઢયો પણ હતા. તે હૃદયગ્રાહી અને મનોહારી છટાથી તેમના તે વખતના વ્યાખ્યાનને જ આભારી માનવું રહ્યું.
સ્થા. જૈનાના સાધુસમ્મેલનમાં જે સૌહાર્દથી તેમણે વિરાધીઓને સાથે રાખવા પ્રયત્ન કર્યાં હતા તે આજે પણુ તે કાળે ઉપસ્થિત જનો યાદ કરે છે. એકતા માટેની તમન્ના તેમનામાં હતી પણ સાંપ્રદાયિકાને લીધે આજે પણ સમાજમાં તે સિદ્ધ થઈ શકી નથી તે ખેદ્યના વિષય છે. ગુજરાતના સ્થાનકવાસી બધા સપ્રદાયેા એક થાય તે માટે તેઓ પ્રયત્નશીલ હતા પણ તે ધ્યેય પણ સિધ્ધ થયું નહિ.
બાળકોમાં ધાર્મિક સંસ્કારા માટે તેનું ખાસ ધ્યાન હતુ. આથી જૈનશાળાની પ્રવૃત્તિમાં તેઓ સારી રસ
દાખવતા.
પોતે સતકેટિના કવિ હતા. એટલે આજે ગુજરાતી સાહિત્યમાં આધુનિક અર્થમાં તેએ કવિ તરીકે યાદ કરાતા નથી, પરંતુ સાધારણ જનતાને હૈયે તેમની સીધી સાદી કવિતા જે ચડી ગઈ છે તે જ તેમને કવિ ભલે ન ગણાવે પણ સંતપદ તા અપાવે જ છે અને કવિ કરતાં સંતપદ કાંઇ ઉતરતું નથી.
તેમણે સાયલામાં પોતાના છેલ્લા વર્ષોમાં સ્થિરવાસ કર્યાં હતા અને તેથી સાયલામાં તેમની ઉપસ્થિતિને કારણે વિદ્યાનુ વાતાવરણ જે જામ્યુ તેના ફળરૂપે આખા ગામમાં ગણતરીમાં લેવાય તેવુ કોઈ પણ મકાન હોય તો તે તેમના સ્મારકરૂપે ઊભુ' કરાયેલી નિશાળનું મકાન છે. તે તેમનુ ઉત્તમ સ્મારક તેમની જ જન્મભૂમિમાં સદાય તેમની સ્મૃતિને જાળવશે અને લેાકને જ્ઞાનની પરમ પૂરી પાડતુ રહેશે.
અનુભવી ગુરુ જ ધર્મનેતા બની શકે
5 શ્રી કાકા કાલેલકર
ગઈ કાલે જ મુનિશ્રી નાનચંદ્રજીનું જીવનચરિત્ર જોવા મળ્યુ છે. એ જ્યારે વાંચી શકીશ ત્યારે એમના પ્રત્યેનાં મારા આદરને સાષ થાય એવી એમની જીવન વિગતા જાણી લઈશ.
હમણાં મારી ઉમ્મર નેવુ' વટાવી ચૂકી છે! પિરણામે ભૂલકણાપણું એટલું વધ્યું છે કે આજે વાંચેલુ કાલે ભૂલી જવાય છે.’ તેથી મુનિશ્રી નાનચંદ્રજી વિષે જે શ્રધ્ધાભકિત આજ સુધી મનમાં ટકી છે, તેજ અહી' પ્રથમ નોંધી રાખવા માગું છું.
હું મુનિશ્રી નાનચંદ્રજીને અમારા આદરણીય મિત્ર મુનિશ્રી સતબાલજીના ગુરુ તરીકે જ જાણું છું અને ઓળખું છું. મુનિશ્રી જ્ઞાનચંદ્ર આ ખરું નામ હશે! ‘જ્ઞાન’નું જ‘નાન’ થયું હશે !) એક વિદ્વાન અનુભવી જૈન સાધુ એમને
સંસ્મરણા
[૫૯]
Jain Education International
www.jainelibrary.org
For Private Personal Use Only