________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય ૫. નાનત્રયદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિ
“મૂકી સદા મારા મનના મેલે, ગાવું ગુરુજ્ઞાન બનીને ઘેલા, હું આવ્યો સદા આરે, જે, જે ‘હસું ના રહી જાય કરો.”
છોડયા આપે રાગ, દ્વેષ ને માન, જ્ઞાનગુરુને કરું પ્રણામ,
જેણે આપ્યું મુજને અનુપમ જ્ઞાન, તેને કરું અંતરથી સમાન.” ઓ માતૃવહાલ વરસાવનાર ગુરુદેવ, આપશ્રીએ અનેક જીવો તેમજ મારા ઉપર અધિકાધિક મહાન જે કૃપાકિરણે વરસાવ્યા છે, તે ઝીલવાને કૃપાપાત્ર બની ભાગ્યશાળી બનું એ જ હાર્દિક ભાવના.
એ અદશ્ય રહેલી દિવ્ય મંગલમૂર્તિ જ્યાં હો ત્યાં પરમ છ શાંતિ, પરમશાંતિ, દિવ્યશાંતિ, સમાધિ-આનંદ પામે. અને તેમના આશ્રયે રહેલા સર્વ આત્માઓને આત્મિક શક્તિ મળે અને તેઓશ્રીને આપેલે સબોધ આપણે આપણા જીવનમાં જડી, મનમાંહી મઢી, સ્વભાવમાં સજી, અંતરમાં અપી, વિભાવને વમી, તેઓશ્રીને જે સેવાકાર્યો પ્રિય હતા તે તન-મન-વચને કરી વર્તનમાં વણવા સદભાગી બનીએ.પૂજ્ય ગુરુદેવના ગુણગ્રામ આ જડ શબ્દો દ્વારા કરીએ તેટલા ઓછા છે.
(ઉપજાતિ-તજ :) શીઘ તરૂં આ ભવવન માંહી, પ્રગટાવું ઉષા આતમ માંહી, ઝૂલું સદા જ્ઞાન પ્રભાની માંહી,
“હસું સદા ચિત્ત સમાધિ માંહી.” આ કાવ્ય, પૂ. તારક ગુરુદેવે સં. ૨૦૧૭ ની સાલમાં-એક જ લીટી ઉપરથી આ આત્માને ગીત બનાવી દીધું. સ્વ. પૂ. ગુરુદેવે નાના એવા એક પદની અંદર પણ આત્માનો સારાંશ સમજાવી દીધું છે કે આ દેહરૂપી મંદિરિયામાં જે હંસલે ન હોય તે અંધારું જ લાગે, અને આ દેહ ઉપર જીવન ઈમારત ચણીને સચોટ (દષ્ટાંત રૂપી) રીતે આપણું સમક્ષ આબેહુબ રજૂ કર્યું છે.
ત:- હંસલા વિનાનું અંધારૂં મંદિરિયામાં હંસલા વિનાનું અંધારૂં મંદિરિયામાં, હંસલા વિનાનું અંધારૂં. –એ ટેક સાત સાત સુંદર મહેલ બનાવ્યાં ને, ઊંડા ઊંડા ધરખ્યા છે. પાયા, ઝગમગ ઝગમગ તિ જલે ત્યારે, છેલ્લે જ્યારે વાગશે નગારૂ-મંદિરિયામાં-૧ દેહ મંદિર જ્યારે ડગુ ડગુ થાશે ને, શકિત બધી સમેટાશે, અમૃત સરખું મીઠું મીઠું માન્યું તે તે, સર્વે બનશે ખારું ખારું...મં.-૨ આશાના મહેલમાં ઉંધી ગયા તેને, પાછળથી થાશે પસ્તાવું,
સંતને શિષ્ય કહે સમજી લે શાણા, સવેળાએ સમજે તે સારૂં-૩ અહાહા....કરુણાસિંધુ, અને કયાં હું અલ્પ બિંદુ, ક્યાં શરણાઈના સૂરે-કયાં આ ગુરુપ્રેમને અધૂરે આત્મા. આવા મહાન વિરાટ વિભૂતિના ગુણગ્રામ ગાવા માટે તે મારું ગજું નથી, પણ ગુરુપ્રેમનાં પવિત્ર વાત્સલ્યથી પ્રેરાઈને-ફૂલ નહિં તે ફલની પાંખડી-માટે મારી કાલીઘેલી કાવ્ય-ભાષામાં બે શબ્દ આપની શ્રદ્ધાંજલિ રૂપે ચરણે ધરી કૃતકૃત્ય બનું..
(તર્જ – મેરા દિલ તેડનેવાલે) અમારા એ હૃદયવાસી, ગયા જ્યાં સર્વને છેડી, ખરે, એ કાળ ઓચિંતે, અરે કેમ આ દેડી? જન્મ થયે સાયલા ગામે, સંયમ લીધે અંજાર ગામે,
પિતા પાનાચંદભાઈના જાયા, માતા રળિયાત બાઈના લાડીલા. .. ૨ - સંટમરણ
[૯] For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org