________________
5
પષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ભૂલાયે કેમ જીવનભર, હજી અંતરમાં બિરાજે છે તે દિવ્ય મંગલ મૂર્તિ આજે પિતાની શીળી છાયારૂપે જે આનંદ અને શાંતિ આપણા માટે વ્યાપક બનાવી ગયા છે, અને તેમની અમૃત રૂપી જ્ઞાનવાણી, સ્તવને, પ્રાર્થના મંદિર, આધ્યાત્મિક પદપુષ્પો, માનવતાનું મીઠું જગત વગેરે સાહિત્ય દ્વારા વિશ્વમાં-સૌરભરૂપે પ્રસરાવી ગયા છે, તેમના વહાલયા સંસ્મરણે આજે-હૃદયને રડાવી રહ્યા છે. તેઓ તે જે સાધના માટે આવ્યા હતા તે સાધના સંપૂર્ણ સાધી પિતાના આત્માને કૃતકૃત્ય બનાવી ગયા છે. પણ તેઓશ્રીની અમીભરી દષ્ટિ જતાં, આજે આપણે સમાજમાં, અને જેનશાસનમાં મહાન ખેટ પડી છે. દુઃખિત આત્માઓ માટે એ શીતલ વડલાની છાયારૂપી વિસામે આજે ક્યાંયે શોધ કર્યો મળે તેમ નથી.
તે આત્મારૂપે વ્યાપક હતા અને વિશ્વને પિતારૂપે બનાવવા માટે તેમણે ઘણી ઘણી સંસ્થાઓ, જૈન બોડિગે. સ્થપાવી અનેક જીવને ખૂબ જ શાંતિ પમાડી હતી. તેના ઉપકારને બદલે આપણે શી રીતે વાળી શકીએ ?
એ સંત મહંત પૂ. ગુરુજીના અગણિત ઉપકારનું અણ કદી ચૂકવી શકાય તેમ નથી. જ્યાં જ્યાં તેઓશ્રીનું આગમન થતું ત્યાં ત્યાં તપ-ત્યાગથી મહેકતી ફૂલવાડી મઘમઘતી બની જતી. અંતરને અખૂટ–પ્રેમભાવ ઉજડ વનમાં પણ ઉદ્યાને સર્જે છે. પૂ. ગુરુદેવના અંતરમાં પણ દિવ્ય પ્રેમના ઝરણાઓ સતત વહેતા હતા. જ્યાં જ્યાં પૂ. ગુરુદેવ ચાતુર્માસે તથા શેષકાળ રહ્યાં ત્યાં ત્યાં પૂ. ગુરુદેવે માનવકલ્યાણના સદ્ગુણીરૂપી અનેક આંબા વાવ્યા છે, તેના સુફળને સ્વાદ તેઓશ્રીના શિષ્ય સુશિષ્યાઓ-માણે રહ્યાં છે, જેને સમાજમાં અનેરી જાગૃતિ લાવ્યા છે અને અનુપમ પ્રેરણાઓ આપી છે અને મહાન ઉપકાર કર્યો છે. તેમ જ તેઓ વિરલ અદ્દભૂત ચમત્કારિક-અવધુત મહાન યોગી પણ હતા.... (મારા જ અનુભવેલ પ્રસંગ.)
સંવત ૨૦૧૭ની સાલમાં અમારા સ્વ. પ્રભાવક શ્રી ગુરુણીની સાથે અમે સાતેય કાણા જ્યારે કાઠિયાવાડમાંથી ઝાલાવાડમાં સૌ પ્રથમ પુનિત પુરુષની પુણ્યભૂમિ સાયલામાં પૂ. ગુરુદેવશ્રીના દર્શન માટે મંગલ પ્રવેશ કર્યો ત્યારે તેઓશ્રીના પરમ દર્શન કરી બીજાઓ જેમ તૃતી અનુભવતા, તેમ અમે બધા પણ પાવન થયાં. તે દરમ્યાન મને દોઢ વર્ષથી દેવના ઉપસર્ગ તે તેના માટે જૈન-જૈનતર બધાયે મંત્ર, તંત્ર કરાવવા ઘણું કહ્યું પણ મને પૂ. ગુરુદેવ પ્રત્યે અનહુદ શ્રધ્ધા, એટલે તેને પ્રેમથી સમજાવ્યાં કે, અમારે એ ન ક૯પે. પૂ. ગુરુદેવે પંચપરમેષ્ઠીનું સ્મરણ અમેઘ મંત્ર-જાપ આપ્યો હતે. તે મહામંત્ર પંચપરમેષ્ઠીને એક કલાક સ્વસ્થ ચિત્તે મારા અનંત ઉપકારીણી સ્વ. ગુરુણી પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજીએ એક ધારા જ એક કલાક પાંચ વર્ષ સુધી કર્યો. જે દિવસે ઉપસર્ગની શરૂઆત થયેલી તેજ દિવસે શાંત થયે! પણ તે ઉપસર્ગ એટલે ભયંકર કે, આહાર-પાણીનાં સમયે જ બેભાન બનાવે-એ-ત્રાસ જેઈને વાત્સલ્યવારિધિ પૂ. ગુરુદેવની કરૂણું વહેતી કે, આ દશ્ય કેમ જોવાય? આવા તે મહાન કરૂણા સાગર હતા. છતાં તેઓશ્રીની અદશ્ય અસીમ કૃપાથી મહાન શાંતિ સમાધિ છે.
એ અનંત કરૂણાનિધિનું ત્રણ ચૂકવવા મારામાં શકિત નથી. તેઓશ્રી નાના સાથે નાના અને મોટા સાથે મોટા અપાર લ્હાલ ધરાવનાર એ મહાન સંત આપણા પૂ. ગુરુદેવ હતાં. તે સૌ કોઈ જાણે છે. “જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ.” એ કહેવત મુજબ કવિત્વ શકિત તે અજબ ગજબની હતી.
એક વખત મેં મારી બાળબુદ્ધિથી હઠ પકડી કે, પૂ. ગુરુદેવ? હું આ કડી ભજનની બેલું તેના ઉપર આપશ્રી કૃપા કરીને આખું ગીત બનાવી દે પછી જ મારે વાપરવું છે, નહિં તે નહિ. પછી કહે બેલ, બેલ, કયું ભજન બનાવી દઉં? મેં ગાયું
હંસલા વિનાનું અંધારૂં મંદિરિયામાં, હંસલા વિનાનું અંધારૂ” તેઓ બોલ્યા કે તું પ્રેમથી વાપરી લે છે, હું બપોરે તને લખી દઈશ. પછી તું મને સંભળાવજે. અહ? પરમ કૃપાળ ગુરુદેવ, હવે આપને અસીમ ઉપકારને બદલે વાળવા મારામાં શકિત નથી. મારી તબિયત નાદુરસ્ત છે. છતાં ગુરુભકિતના પૂરને રોકી ન શકતા બે શબ્દો લખવા આ કલમ ઉત્સાહી બની છે. હું લેખક કે, કવિયત્રી પણ નથી. પણ ગુરુભકિતની ફુરણ થતાં રાત્રે સૂતાં સૂતાં પણ આપના સંસ્મરણેનું આલેખન કર્યું છે. [૪૮]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org