________________
પૂજ્ય ગુરૂદેવ વિષય છે. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શકતા. ત્યાં કોઈ પણ ભેદભાવની સાંકળ ન હતી. પાપી કે પુણ્યશાળી પર એમની નજર સરખું જ અમૃત વેરતી.
જૈન જૈનેતર જે એમના સમાગમમાં આવ્યા હશે, જે ગામ તેમના પુનિત પગલાથી પાવન બન્યું હશે તે ગામની, તે જનતાની રેનક, ખુમારી ને તેમના વિચારોની વિશાળતા કઈક જુદી જ તરી આવશે. તેઓ જ્યાં બિરાજતા હોય તે સ્થાનનાં વાયુમંડળમાં ઉત્સાહ, આનંદ, પવિત્રતા અને નિર્વેરતાનું ગુજન થતું. શાંતિના સંત હતા, માનવતાના હિમાયતી હતા.
પૂ. ગુરુજીએ તે ખૂબ ખૂબ કાન્તિ કરી, ખૂબ સમાજસેવા કરી, સ્વપરનું કલ્યાણ કર્યું પણ આપણા સમાજની કમનસીબી એ છે કે જ્યારે આવા મહાન સંતે આપણી સમક્ષ હોય છે ત્યારે આપણે ઓળખી શકતા નથી. બલકે ઝેરના ઘૂંટડા પીવડાવી અડધી શક્તિ ક્ષીણ કરી નાખીએ છીએ. છતાં સંતે પિતાના સ્વભાવ પ્રમાણે સૌનું ભલું કર્યું જાય છે.
મારા પર પૂ. ગુરુદેવના અનંત અનંત ઉપકાર છે. તેઓ મને કહેતા, ચંદન! તું ચંદન છે ને ચંદન જેવી બનજે હો! પૂ. ગુરુદેવના સમાગમમાં આવનાર દરેકને એમ લાગતું કે પૂ. મ. સાહેબને મારા પર અત્યંત સદ્ભાવ છે. મારું પણ તેમ જ છે. મારા જીવનના વિકાસની મને જેટલી ચિંતા ન હતી તેટલી તેઓ ચિંતા રાખતા. તેમના ઉપકારને બદલે તે કઈ જન્મમાં વળે તેમ નથી. પણ તેઓએ સિદ્ધ કરેલી ક્ષમા, મૈત્રી, પવિત્રતા, વિશાળતા મારા જીવનમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પાંગરે અને તેમના નામને રેશન કરું અને મારા જીવનને સુવિનીત બનાવું અને તેમના સંસ્કારસૌરભથી સભર ભરેલા પૂ. ગુરુદેવના અદ્વૈતભાવને જેમનામાં હું નિહાળી રહી છું એવા પૂ. મ. શ્રી વિનંદિનીબાઈસ્વામીના ચરણમાં મારા જીવનને અર્પણ કરી દઉં એવા આશીર્વાદ ઈચ્છતી તેમની કૃપાકાંક્ષી સાધ્વી કરુણાની ભાવભરી અંજલી.
માનવમાંથી મહાવીર બનવાની પ્રેરણ કરનાર
# બા. બ્રા હસુમતીબાઈ મ. “નવ ભાન હતું રસજ્ઞાન તણું, નવ ધ્યાન હતું પ્રભુ આપતણું; થઈ પ્રેરક પોષક તત્વ ભર્ચ, અણુમૂલ્ય અમી ઉરમાંહે ધર્યું, ઉરથી ન જતું નવ વિસરતું, હસતું મુખ શાંતિથી શીખવતું
ગુરુરાજ કૃપા ફળ આપતણું, ચરણે ધરતાં કૃતકૃત્ય બનું.” આત્માના સ્વરૂપમાં રમણ કરનાર, સાહિત્યકુંજમાં કિલેલ કરાવનાર, આત્માના દિલરૂબાના તારને ઝણઝણાવનાર, સરસ્વતીના તરંગમાં ઉ૯લાસથી જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરાવનાર, ભવ્ય જીવોના ઉદ્ધારક, જનમાંથી જિનેશ્વર બનાવનાર, માનવમાંથી મહાવીર બનાવનાર, નરમાંથી નારાયણ બનાવનાર, જીવમાંથી શિવ બનાવનાર, પામરમાંથી પરમાત્મા બનાવનાર, વિભાવમાંથી વિભુ બનાવનાર, અહેમાંથી અરિહંત બનાવનાર, રાગીમાંથી વિતરાગી બનાવનાર, સોડહંમાંથી સિદ્ધ બનાવનાર, એવા અનેક સદ્ગુણોથી અલંકૃત અનંતાઅનંત ઉપકારી સ્વ. પૂ. ગુરુદેવ આપને પરમ પુનિત ચરણકમળમાં અંતરની ભાવભરી વંદનાનું અર્થ—અર્પણ કરું છું.
સ્થાનકવાસી જૈનપત્રમાં પૂ. ગુરુદેવ શ્રી નાનચન્દ્રજી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવનું આયોજન અને તેના સ્મૃતિગ્રંથની તૈયારી ૧૨ મહિનાથી ચાલી રહી છે તે વાંચી મારા અંતરની ઉમ ઉછળી આવી. રાત્રે ૩ વાગે અદશ્ય - ગુરુપ્રેરણા જાગી કે “સૂતાં સૂતાં પાટીમાં લખી નાખ.” શા માટે તું મુંઝાય છે? બસ, આ પ્રેરણાએ તા. ૧૦–૩–૭૬ ના મેં વિચાર્યું કે કાવ્યરૂપે શ્રદ્ધાંજલિ બે શબ્દો દ્વારા ભાવને વ્યકત કરી દઉં.
આજે પૂ. ગુરુદેવને સ્વર્ગે સિધાવ્યા ૧૨ મું વર્ષ ચાલે છે, સમય તે પાણીના રેલા જેવું છે. પલવારમાં વર્ષોના વર્ષ તે શુ? યુગ પણ વીતી જશે. પૂ. શ્રી. ગુરુદેવના ગુણગ્રામ જેટલા કરીએ તેટલા ઓછા છે. પણ હું તે વિષે કાંઈ પણ વિચારું છું, ત્યારે મારું હદય રડી પડે છે, ખરેખર મારો આત્મા મુંઝાય છે. “આપની સમૃતિના દીવા હજી દિલમાં પ્રકાશે છે.” સંસ્મરણે
[૭] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education Interational