________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિવ પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
તેમના જીવન વિષે કોઈ વિદ્વાન, કલાકુશલ અને જેમણે તેમને જોયા-જાણ્યા કે અનુભવ્યા હોય તેવા લેખકે લખવા બેસે તે પાનાનાં પાના ભરાય પણ મારી પાસે એ શકિત નથી.
પૂ. ગુરુદેવ સાથેના મારા ત્રણ વર્ષના પરિચયમાં મેં જે જોયું ને જે અનુભવ્યું તે ખરેખર અત્યંત પ્રેરણપ્રદ હતું. ભાગ્યશાળી હોય તેને આવો સંતગ મળે તેમ હું માનું છું.
સૌથી પહેલાં તે એ કહેવું પડશે કે ૮૮ વર્ષની ઉંમરે, જીવનના આરે પહોંચેલા હોવા છતાં તેમનું શરીરસૌષ્ઠવ આજના સૌંદર્યના પ્રસાધનોથી સજજ થયેલા યુવાનને પણ શરમાવે તેવું હતું. આ અવસ્થાએ પણ તેમની કામ
1 સ્કતિ અને ચીવટ પણ આપણે જોઈ રહીએ તેવા હતા. વ્યવસ્થા અને સુઘડતા તે તેમને જ વરેલા હતા. મહેમાનેની સતત આવજાની વચ્ચે પણ પિતાના કાર્યો, પત્રલેખન, વાંચન વગેરે એવી એકાગ્રતા અને કુશળતાથી કરી લે કે આપણે વિચારતા રહી જઈએ કે ગુરુદેવ આટલું બધું કામ કેવી રીતે કરી લે છે? વળી જે જિજ્ઞાસુ ભકતે આવે તેમને પણ એટલા જ પ્રેમથી સન્માની કંઈક ને કંઈક પ્રેરણા લઈને જાય તેવો ઉપદેશ શબ્દ દ્વારા અને જીવન દ્વારા આપતા. અને સાથે સાથે અમારા સાવી સમુદાયમાંથી જે ત્યાં ઉપસ્થિત હોય તેમને પણ જ્ઞાનાભ્યાસ કરાવતા. નાને માણસ આવે તે તેઓ તેમના જેવા બનીને દિલથી તેની વાત સાંભળતા. ને કઈ વૈજ્ઞાનિક, ડેકટર કે મિલમાલિક આવે તે તેમની પાસેના રહસ્ય જાણવામાં પણ તલ્લીન બની જતા. જિજ્ઞાસાવૃત્તિ બાળક જેવી તીવ્ર હતી. તેઓ કહેતા હું પણ વિદ્યાર્થી જ છું. વળી એવા મોટા વિદ્વાન ગણાતા માણસેને પણ મનુષ્ય જીવનને મુખ્ય ઉદ્દેશ સુંદર, મધુર અને સચેટ શૈલીથી સમજાવી દેતા. દરેક વસ્તુમાંથી આપણે પ્રેરણા લેતા શીખવું જોઈએ. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણે ત્યાગ અને ક્ષણિકતાને બોધ આપી રહી છે. જીવન ભેગા માટે નથી, ત્યાગ માટે છે. ત્યાગમાં જે આનંદની અનુભૂતિ થાય છે તે ભેગમાં આનંદ નથી એમ સમજાવતા.
પૂ. ગુરુદેવ ક્ષમા, પ્રેમ, કરુણું ને સરળતાની સાક્ષાત્ મૂર્તિ હતા. દયાના દેવતા હતા. કોઈનું પણ દુઃખ તેઓ જોઈ શકતા નહીં. અને પોતાના પર આવતા કષ્ટોની એક રેખા પણ બહાર આવવા ન દે. તેમના વિરોધીઓનું પણ તેમણે અંતરથી કલ્યાણ ઈચ્છયું છે. તેમને પ્રેમ સાગર જે હતે. જીવ માત્રને તેઓ આત્મીયતાથી જોતા. આ બધી માત્ર બોલવાની કે ઉપરના દેખાવની વાત નથી. તેમના મન, વાણી અને કાર્યની પવિત્રતા, મધુરતા અને સરલતાને અજબ સુભગ સંગમ હતો.
તેમની સંકલ્પશક્તિ અને રચનાત્મક કાર્યશક્તિ પણ અદ્દભુત હતા. કઈ પણ લેકકલ્યાણના કાર્યો કરતા વિડ્યો આવે તે પણ સામે પૂરે ચાલીને ઝેર પીને અમૃત પીરસતાં પીરસતાં તે કાર્ય પૂરું કરીને રહેતા.
પૂ. ગુરુદેવ યુગદષ્ટા હતા. આવતા ૫૦ વર્ષ તેઓ જોઈ શકતા. આવતી કાલના માનવની ખાસિયતે, ઉપાધિઓ અને જરૂરિયાતને તે ઓળખી શકતા. તે આગળ જોઈને આગળ ચાલતા. ત્યારે આજના ઘણા જ ધર્મગુરુઓમાં હું જોઈ શકું છું કે તેઓ પાછળ જોઈને આગળ ચાલી રહ્યા છે. તેનું પરિણામ આપણે સૌ અનુભવી રહ્યા છીએ. વધારે મારે કહેવાનું ન હોય પણ એટલું જરૂર કહીશ કે માઈકમાં બોલવું કે ન બોલવું તેને હજુ યથાર્થ નિર્ણય આજ સુધી આચાર્યો કરી શક્યા નથી. ત્યારે તેઓ વર્ષો પહેલાં લેકેની જરૂરિયાત અને જનતાને સન્માર્ગે દોરવાના હેતુથી માઈકમાં પ્રવચન આપતા.
સરસ્વતીના તેઓ પ્યારા ‘લાલ હતા. વચનસિદ્ધિને વરેલા હતા. તેમના વચનથી સમાજના અનેક લેકકલ્યાણના કાર્યો પૂરા થયા છે. કાવ્ય મધુરતાની તે શી વાત કરવી? તેમના સૂરીલા કંઠ પાસે કોયલને સૂર પણ ઝાંખ લાગે. તેઓ જ્યારે ગાતા હોય ત્યારે આજુબાજુનું ભાન વિસારી પ્રભુમાં લીન બની જતા. અમને પણ તેઓ કહેતા કે જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે એમ માનવું જોઈએ કે મારી સામે ભગવાન બિરાજે છે. જે ભક્તિ કરી છે તે અંતરના દેવને રીઝવવા કરવાની છે. બહારની દુનિયાના લોકોને રાજી રાખવા નહીં.
- લીંબડી સંપ્રદાયના તેઓ સિતારા હતા, મહાન ભાગ્યવિધાતા હતા. જૈન સમાજના અણમોલ રત્ન હતા અને સારાયે વિશ્વની એ વિભૂતિ હતા. સંતેના શિરોમણી હતા, સતીઓના શિરછત્ર હતા, પાપીઓના પુણ્યતીર્થ હતા. પુણ્યવન્તના પયગંબર હતા, આબાલવૃદ્ધને વિસામે હતા. એ મહામના ગુરુજી પાસે સો પિતાપિતાના દિલના દરવાજા ખોલી
વ્યકિતત્વ દર્શન
[૪૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org