________________
bપરા ગરૂદેવ કવિલય પ, નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિરું
સૌમ્યાકૃતિ, સાધનાશીલ પૂ. મ. કળાબાઈ મ., મારા જીવનને નવપલ્લવિત રાખનાર, જ્ઞાનગંગામાં સ્નાન કરાવનાર, વાત્સલ્યમૂર્તિ, વહાલા, ગુરુમૈયા પૂ. બા. બ્ર. મ. વિનોદિનીબાઈ મ. એ મારી પાછળ પિતાને જે કિંમતી સમયને ભેગ આપી, મારા જીવનઘડવૈયા બની મને પૂ. ગુરુદેવની વાણી સાંભળવાની, આનંદ માણવાની જે તક આપી છે અને જે કાંઈ મળ્યું છે, તેને યશ આ પવિત્ર ત્રિપુટીને આભારી છે. મારા પર તેમને અનંત ઉપકાર છે. તેને બદલે શી રીતે વાળી શકુ? તેમની હું ભવભવ ાણું છું. મારા જીવનમાં દયા, પ્રેમ, સેવા, કરુણું, મૈત્રીભાવનાના ઝરણું વહે, તેમાં સ્નાન કરી કૃતકૃત્ય બનું. તેમના પ્રત્યે વધારે ને વધારે શ્રધ્ધા-ભકિત જીવનમાં જલતી રહે તેવી પ્રાર્થના.
ભ. મહાવીરે કહ્યું છે કે, રાધા પમ દુહા ” એવી શ્રદ્ધાની દીવડી મારા હૃદયમાં પ્રગટાવી, પૂ. ગુરુજીએ ચીધેલા માર્ગે ચાલુ, જીવનમાં પ્રેમની ત જગાવી, તેઓશ્રીના જીવનમાંથી ઝરતી માનવતા, નમ્રતા, ઉદારતા, વિનય, વિવેક, સેવા, દયા, પ્રેમ, કરુણા, મંત્રી વગેરે ગુણને મારા જીવનમાં અપનાવી, જીવન જીવવાની કળાને શીખી, માનવતાને પ્રગટાવું તે જ સાચી જન્મશતાબ્દિ ઉજવી કહેવાય. એવી ભાવના સહ ભવોભવની ત્રણ સાધ્વી વસંતપ્રભાની સ્મરણાંજલિ અપું છું !
૩શ્રી જ્ઞાનગુરુદેવાય નમોનમઃ
84 બા.. સદાનંદી કણકુમારી મહાસતીજી અમારા મહાન ગુણિયલ જ્ઞાનગુરુજી કેવા હતા?
અમારા આ શબ્દો વાચક વર્ગને આશ્ચર્યકારક લાગશે, કારણ કે જે વ્યકિત માટે હું મારી અઢ૫ શકિત અને અલ્પ મતિ પ્રમાણે લખીશ તે માનવ હતા કે મહાદેવ હતા તે કહેવું પણ અશકય જ છે. પૂ. ગુરુદેવ તે વિશ્વસંત હતા. આખું વિશ્વ તેમનામાં સમાયેલું હતું. અને વિશ્વના હૃદય સિંહાસન પર તે બિરાજ્યા છે તે આ ગ્રંથથી જોઈ શકશે.
"वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि।
लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥” આ પ્લેક તેઓને બિલકુલ અનરૂપ છે. પ્રેમલમૂતિ પવિત્ર સંતના સમાગમમાં આવી ત્યારથી મારો અનુભવ કહીશ.
ફૂલ પ્રત્યે જેમ ભમરાઓ આકર્ષાઈ આવે છે, તેમ તેમના પ્રતિ મારું કઈ નજીકના ભવનું ત્રાણાનુંબંધ હશે તે ઈશ્વર જાણે. માનવી કાંઈ કલ્પી શક્તિ નથી. મહાપુરુષની અદશ્ય કૃપા નરમાંથી નારાયણ બનાવે છે. હું તે ધૂળમાં રમતી નાદાન છોકરી કહું તે પણ ના નહિં એવી હતી. પણ મારા સદ્દભાગ્યે મારા સ્વર્ગસ્થ બહેન શ્રી હીરાબહેન (લી. સં. ના બા બ્ર. સ્વ. પૂ. હર્ષાબાઈ સ્વામી) જેઓ પૂર્વની અધૂરી આરાધના પૂરી કરવા આવેલા હતા. બાલ્યાવસ્થાથી જ જે વૈરાગ્ય ભાવનાથી અલંકૃત હતા. તેઓશ્રી અમારા પરમ ઉપકારી પરમ શ્રદ્ધેય ગુરુણ દમયંતીબાઈ મહાસતી પાસે જ્ઞાનાભ્યાસ કરવા દીક્ષાની ભાવના સાથે નીકળ્યા હતા. અમારા કુટુંબનું એ સૌથી પ્રિય પાત્ર હતું. તેમના પરના અત્યંત પ્રેમને લઈ થોડા દિવસ થાય અને તેમને અભ્યાસ છોડાવી ઘેર તેડાવીએ. તેવી રીતે તેઓ એકવાર ઘેર આવ્યા. તેમને મેં પૂછ્યું તમારા ગુરુ કેણુ? તેમણે પૂ. ગુરુદેવશ્રી નાનચન્દ્રજી મહારાજનું નામ કહ્યું. બસ! તેમણે કહ્યું મને પૂજ્ય ગુરુજી પ્રત્યે અત્યંત આકર્ષણ જાગ્યું. મારા મનમાં સતત ઝંખના થયા કરતી કે હવે મારે જલ્દી જલ્દી પૂ. મ. સાહેબને મળવું છે, ગમે તેમ થાય મારે સાયલા જવું છે. દર્શન માટે હૃદય તલસાટ અનુભવી રહ્યું હતું. ઘરના કેઈને કહું તે પણ આવી વાત સાચી માનવામાં પણ ન આવે. પણ મારા સદ્દભાગે મારી પુણ્યરાશીની પ્રબળતાથી મારા માતાપિતાએ સામે ચાલીને જ મારી બહેનને કહ્યું આ ચંદનને તું લઈ જા. અમારે એને પણ દીક્ષા દેવી છે. ‘જોઈતું હતું ને સામેથી મળ્યું' એ રીતે હું ઝંખી રહી હતી તે પૂ. ગુરુદેવના મને પાવન દર્શન થયા. જાણે કે વર્ષોની વિરહ અગ્નિને શાંત કર્યો. પૂ. ગુરૂદેવને નજર ભરી ભરીને નીહાળ્યા. તેમનામાં મને અપાર–અપૂર્વ વાત્સલ્યના દર્શન થયા. મારું જીવન ધન્ય ધન્ય બન્યું-કૃતકૃત્ય થયું. એ વિભૂતિની વાત્સલ્યપૂર્ણ માધુર્યભરેલી કલ્યાણકામી મૂતિને મેં નીરખી અને વૈરાગ્યભાવ જાગે. સંસ્મરણ
[૫] For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org