________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
સમભાવે સહન કરવી.
પ્રભુનું સમષ્ણુ – “નામ તિ મતો મત નત્તિ ” પ્રભુનું નામસ્મરણ કરવાથી ભભવના પાતક દૂર થઈ જાય. ભગવાનને ભજવાની અમૂલ્ય તક મળી છે એમ તેઓ મને કહેતા. પાત્રતા વિના સેનેરી-શિખામણ ગ્રહણ થાય નહિ તેથી પિતાની ક્ષતિને દૂર કરવી.
માસામાં ઉત્તરાધ્યયનનું ર૯મું અધ્યયન અને તન્વાર્થ સૂત્રને ૯ મે અધ્યાય એ બંનેના અર્થ સરળ રીતે સમજાવતા. ભગવાને શું કહ્યું છે? અનુપ્રેક્ષા રેજ કરવી જોઈએ અને આપણે શું કરીએ છીએ? પૂ. ગુરુદેવ જ્યારે વંચાવતા હોય ત્યારે એમની વિદ્વતાના દર્શન થાય. ૮૫-૮૬ વર્ષની ઉંમરે મેઢા પર થાક કે શેકની રેખામાત્રના દર્શન ન થાય. સદા ઊર્મિલ હસતો ચહેરો જ નજરે પડતે. રોજ પ્રાતઃકાળે અડધી, પિણી કલાક હૃદયસ્પર્શી દરેક વ્યકિતને
વનમાં લાગુ પડતું, નવીનતા ભરેલું નવનીત પીરસતા. કોઈને કોઈ શિખામણનું ભાતું બંધાવે જ. એમ જ થાય કે જન્મદેનારી “મા”એ તે કેવળ જન્મ જ આપે છે, પરંતુ આ “નવજીવનદાત્રી મા” તે ભવભવના જન્મ-મરણને દૂર કરનાર, જીવનને ઉનત અને પવિત્ર સ્થળે લઈ જનાર, મુકિત મંજીલને સર કરનાર, સૂક્ષ્મ વાતને સરળ અને હળવા રૂપમાં મૂકે છે. તેઓ કહેતા કે પહેલાં તે માણસ થવું જોઈએ. સાધુની વાત તે દૂર રહી, કારણ કે એનું સ્ટેજ તે ઘણું ઊંચું છે. જીવનમાં માનવતા પ્રગટે તે પણ ઘણું છે. જેમ મકાનને પાયે મજબૂત હોય તે ઈમારત ચણી શકાય. પાયા વિનાની ઈમારત કેવી? તેમ માનવતા વિનાની સાધુતા કેવી?
આપણે માણસ છીએ કે કેમ ?“પ્રત્યક્ષેત્ર નશ્ચારિત્રમાત્મનઃજિં તુ જે પમિતુલે જિં સરિતિ ” દરેક વ્યકિત પિતાના જીવનને જોઈ શકે છે કે, મારું જીવન, મારા કાર્યો, કેને લગતા છે? પોતાના જીવનમાં જુએ તે
ડીઘણી ખબર પડે ને? મારી પ્રકૃતિ જાનવર, માણસ કે દેવ જેવી છે? પાશવી વૃત્તિ આપણને ખૂબ હેરાન કરે ત્યારે તેને દૂર કરવા પુરુષાર્થ કરવો ઘટે. આકૃતિ માણસની મળી પણ પ્રકૃતિ જે માનવની ન હોય તે માનવજીવનને શો અર્થ ? માનવતાના ગુણે કેળવવા જોઈએ. કષાયત્યાગ, રાગદ્વેષ પર-વિજય, ક્ષમા, ઉદારતા, નિર્મળતા, પ્રામાણિકતા, પ્રેમ, મૈત્રીભાવ, નીતિ, ન્યાય વગેરે ગુણે જે જીવનમાં વિકસે તે માનવતા રૂપી પાયા પર ઉચ્ચ પ્રકારની સાધુતા અને સંયમની ઈમારત દીપી ઊઠશે. ઉત્તરોત્તર પુરુષાર્થને અંતે ક્ષપકશેણીએ આહણ કરી કેવળજ્ઞાન- કેવળદર્શન પામી ૮ કમને ક્ષય કરી, મુકિત રૂપી મંજીલને તમે મેળવી શકશે. તેઓ જીવનમાં ઉચ્ચ સુસંસ્કારનું સદૈવ સિંચન કરતા. માનવતા પર ખૂબ જ ભાર આપતા. એ માનવતાના સાચા હિમાયતી હતા.
ધ્યાન વિષે જ કહે, કેવી રીતે કરવું તે શિખવાડે, પરંતુ મારી વ્યતાના અભાવે એમની શિખામણ ધ્યાનમાં ન લીધી. આજથી ચાર વર્ષ પહેલાં ધ્યાન વિષે તાલાવેલી જાગી. તે વખતે કરાવનાર ન મળે. જે મળે તે મનને સંતોષ ન થાય. પ્ર. ગુરુજી કહેતા ત્યારે ન માન્યું. આજ્ઞાનું પાલન ન કર્યું. ક્ષમાસાગર પૂ. ગુરુજીની એ વાત યાદ આવતાં આંખમાંથી આંસુ સારે છે. હવે તે ગમે તેટલા વલખાં મારીએ તે નકામાં છે. આજે સમજાય છે કે, તેમની ઉદારતા કેટલી? ક્રાન્તિકારી એવા મહાત્માના ગુણોનું શું વર્ણન કરૂં? તેમના ગુણેને અંત આવે તેમ નથી.
જીવનમાં આવતી મુશ્કેલીઓ અને આપત્તિના સમયે પૂ. ગુરુજીનું સ્મરણ કરવાથી, આપ આપ સંકટ દૂર થતાં માર્ગ મળી રહે છે. ઘણીવાર પૂ. ગુરુદેવની કૃપાથી મોતના મોઢામાંથી ઉગરી છે. શુળીની સજા શૂળથી ગઈ છે. જેમ જેમ દિવસે અને વર્ષો વીતતા જાય છે તેમ તેમ તેમના પ્રત્યે શ્રદ્ધા વધારે મજબૂત બનતી જાય છે. મારા પર તેમની અનંત કૃપા નિરંતર વરસી રહી છે. અદશ્યપણે મારી નાવને ચલાવી રહ્યા છે. એવા ગુરુદેવની જોડી જગમાં મળવી મુશ્કેલ છે. પ્રેમળ જ્યોતિ ગુરુજીની અલૌકિક છૂપી શક્તિ આપણને પ્રેરણાદાયક બની રહે. આપણે બધા તેમના વારસદાર બની, તેઓશ્રીના ગુણવૈભવના વારસાને સુરક્ષિત રાખી, જીવનમાં અપનાવીએ. પૂ. ગુરુજીના સમાગમમાં આવેલ દરેક વ્યકિત કરોડોની કમાણી અલ્પ પ્રયત્ન કરી શકે છે.
મારા પર તેમને અનંત ઉપકાર છે. એમનું ઋણ તે ભભવ વાળી શકાય તેમ નથી, પરંતુ બીજા મારા અનંત ઉપકારી પરમકૃપાળુ ગુરુ શ્રી પૂ. મ. દમયંતીબાઈ મહાસતીજી, મારા શુષ્ક જીવનમાં સુસંસ્કારનું સિંચન કરનાર
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org