________________
પા ગુરૂદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પુરુષાર્થ જીવનભર ચાલુ રહ્યો. જે જે સદ્દગુણ પિતે આચરતાં તેજ આચરવાનો ઉપદેશ બીજાને આપતાં
વળી સ્વચ્છતા, સુઘડતા, નિયમિતતા, વ્યવસ્થિતતા, વચનપાલન અને શિસ્તપાલન જેવા નાના મોટા કેટલાય સગુણોથી તેમનું ચારિત્ર શોભતું હતું. દરરોજ સવારે ચાર વાગ્યાથી સાડા અગિયાર અને બપોરે દેઢથી રાતે સાડાનવ સુધી લગભગ એક સ્થાને અપ્રમાદપણે વાંચન, લેખન, પ્રવચન, આગન્તુકે સાથે મિલન, ચિંતન, મનન, આદિ કાર્યો કરતાં. વચ્ચે આરામ લેવા માટે ગમે તેટલું વિનવીએ તે પણ આરામ ન લેતા પણ હસીને જવાબ દેતા, મારે તે આરામ જ છે ને? તમે જેટલે શ્રમ કરે છે એટલે શ્રમ મારે કયાં કરવાનો છે? જીવનના છેલ્લા દિવસ સુધી આ રીતે પિતાની શકિતનું ટીપેટીપું સ્વપરના શ્રેય અથે ખરડ્યું. અધી સદી કરતાં પણ વધારે વર્ષો સુધી મોટે ભાગે સૌરાષ્ટ્રમાં વિચરીને અનેક કઢિઓને તેડીને, નવા વિચારે અપને, જીવનનાં કે યુગના નવા મૂલ્ય સમજાવીને તેમણે સ્થા. જૈન જગતમાં એક નવો જ યુગ સર એમ કહીએ તો પણ અતિશયોકિત નથી. અથવા નવયુગના ઘડતરમાં જીવનભર બનતે સાથ આપ્યો. જૈન સ્થાનકવાસી સંપ્રદાયના સાધુવેશમાં ને સાધુજીવનની મર્યાદામાં રહીને પણ એમનું દિલ કદી સાંપ્રદાયિકતાના બંધનમાં જકડાયું ન હતું. એ માત્ર સ્થા. સમાજના ન હતા પણ આખા વિશ્વના બંધુ હતા.
નિત્ય પ્રભાતે મંગલ પ્રવચન આપતા. સર્વદા નવી જીવનસ્પર્શી સમાચિત માર્મિક વાનગી નવાં ને નવાં જ દષ્ટાન્ત સહ પીરસતાં અને પછી જીવનશુદ્ધિ માટે પ્રત્યક્ષ ચારિત્રનું ઘડતર કરવા એક એક પ્રતિજ્ઞા આપતા. બેલતા હોય ત્યારે ગુરુદેવની વૃદ્ધાવસ્થા કે નરમ તબિયતને કેઈને જરાયે ખ્યાલ ન આવી શકે. પિતાને હાથે જેટલું પિતાનું કાર્ય થઈ શકે તે બધું જાતે જ કરવાની તેમની ભાવના રહેતી. “બને તેટલી ઓછામાં ઓછી સેવા લેવી અને વધુમાં વધુ પરેપકાર કરવો એ સૂત્રને તેઓ વર્યા હતા. જ્ઞાન અને ક્રિયાને સુમેળ કેમ થાય એ વાત વારંવાર સમજાવતાં. ઓઘદ્રષ્ટિથી સમજણ વિના પરિણામશૂન્ય ક્રિયાઓ કરનાર કે તેનું અભિમાન ધરાવનાર વર્ગને તે ક્રિયાનું સાચું પ્રોજન અને સાચી ફલસિદ્ધિ સમજાવતાં. જ્યાં જ્યાં તેમનાં પગલાં થતાં ત્યાં તે તે સંઘને કંઈક ને કંઈક સક્રિય પ્રેરણા મળતી. અમદાવાદમાં ઘરે ઘરે શભ પિટીની શરૂઆત કરાવી. લીંબડીમાં સર્વપ્રથમ મહિલા મંડળ સ્થપાવીને બહેનને કેળવણી લેતી તેમજ સ્વાશ્રયી બનાવતી કરવામાં પ્રબળ પ્રેરણા આપી. જે જમાનામાં વિધવા, ત્યકતા કે નિરાધાર બહેને અશિક્ષિત અને પરાધીન હાલતમાં, દુઃખમાં સબડતી પણ ઘર બહાર નીકળી ન શકતી. તે વખતે બહેને માટે સંસ્થાઓની પ્રેરણા આપી. લીંબડીમાં છાત્રાલયના વિદ્યાર્થીઓને જાતે સમય આપી સંવાદ દ્વારા કે અન્ય વાર્તા, પ્રવચન આદિ પ્રવૃત્તિ દ્વારા સારા સંસ્કારોનું સિંચન કર્યું ને આદર્શ સમાજસેવક બનવાની તાલીમ આપી. કેટલી વિશાલ, ઉદાર, વ્યાપક દૃષ્ટિ ! ભાવીનાં એંધાણ જાણે અગાઉથી નિહાળતા. દશ-અગિયાર વર્ષમાં તેમને જે સત્સંગ સાંપડયો તેમાં જેટલું જોવાનું, સાંભળવાનું કે અનુભવવાનું મળ્યું છે તેનું આ તે એક અલ્પતમ આલેખન છે. ખરેખર તે તેમના સાગરદિલનું સાચું માપ અમે લઈ શક્યા જ નથી. અમારે માટે લેવું શક્ય નથી.
તેમને ઓળખવા મુશ્કેલ છતાં તે અજબ જાદુ કરી ગયા. વૈરાગ્યને સ્વાદ ચખાડીને અત્યંત રોગ લગાડી ગયા. અપાર મમત્વ દર્શાવીને પિતે તે અંતરના ઊંડાણમાં નિર્મોહી જ રહ્યા. તેમના ભજનમાં પ્રભુ પ્રત્યે જે ભાવ તેમણે પ્રદર્શિત કર્યો છે, જે ગુણ ગાયા છે, તે ભાવ અને તે ગુણે તેમનામાં જ મૂર્તિમંત દેખાતા.
“સિંહના બાળ સિંહ જેવાં હોય એમ તેમના સુશીલ શિષ્ય પૂ. ચિત્તમુનિ મહારાજ સાહેબ તેમની અનન્ય સેવા કરતાં. તેમને ચરણે પિતાનું જીવન અપી તેમનાં આદર્શને અનુરૂપ સુવિનિત કર્તવ્યપરાયણ શિષ્ય બની તેમની કૃપાદષ્ટિ મેળવી સુંદર જીવનવિકાસ સાધ્યું છે. તેમનાં અધૂરાં કાર્યો પૂરાં કરવા અને આધ્યાત્મિક
કરી રહ્યા છે. તેમનાં બીજા વિદ્વાન શિષ્ય પૂ. સંતબાલજી તેમનાથી દૂર રહીને પણ વિકાસ સાધી વિશ્વકલ્યાણમાં જે ફાળો આપે છે તે સૌને સુવિદિત છે. છૂટા પડયા છતાં ગુરુશિષ્યને પ્રેમ અંત સુધી એ જ અખંડ રહ્યો. પૂ. ગુરુદેવની શિષ્યાઓ, ગુણાનુરાગી ઉદારચરિત ગૃહસ્થ અને અનેક ભક્તિભીના શ્રાવિકા બહેને એ બધા અનુયાયીઓમાં પૂ. ગુરુદેવે પેલી સંસ્કારની, માનવતાની અને પ્રેમની સુવાસ મહેકે છે. આવા એક મોટા વિશ્વકુટુંબને વર્ષો સુધી શીતલ છાયા અપી, વાત્સલ્યના મધુરફળ ચખાડીને અણધારી, અકલ્પી એક કર કૃષ્ણનવમી કાળરાત્રિએ જીવનલીલા સંકેલી લીધી. જ્ઞાન, ભકિત અને કર્મવેગથી યુકત, સમત્વનિષ્ઠ એ મહાગી – પૂર્ણગી અનંત સમાધિમાં પિઢી
સંસ્મરણ
[૪૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org