________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે.
છે. હું પણ એક વિદ્યાથી જ છું....” પિતાના ગુરુની તેમણે જે સેવા કરી છે તે તે જેમણે નજરે જોઈ છે તે બધા મુક્તકંઠે વખાણે છે. સેવાધર્મની મહત્તાના અનેકવાર દષ્ટાંત આપી ભારપૂર્વક સમજાવતા. ઉત્તરા૦ અધ્ય૩ર ની તસેસ મગે ગુરુવિદ્ધસેવા એ પદવાળી ગાથા પર ખાસ ધ્યાન આપવાનું અને જીવનમાં ઉતારવાનું કહેતા.
તેમનું હૃદય એવું દયાળું હતું કે કેઈના પણ દુઃખની વાત સાંભળી તે કેમ દૂર થાય તે માટે પ્રયત્ન કરતા. વ્યકિતગત કે સામાજિક અજ્ઞાનજન્ય, રૂઢિજન્ય કે અસંયમજન્ય દુઃખ ટાળવા માટે તેમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે. અનેક સામાજિક સંસ્થાઓ સ્થાપવા માટે પ્રેરણા આપી અને તે સંસ્થાઓના નિભાવ માટે, તેમ જ સમાજમાં ક્ષદ્રતા ટાળી ઉદારતા તથા વ્યાપક ભ્રાતૃભાવના ફેલાય તે માટે દાનને પ્રવાહ વહેવડાવવા માટે એવાં સુમધુર પ્રવચન કરતાં કે તેથી ત્યાં દાનનો વરસાદ વરસતે. છાત્રાલય, મહિલામંડળ, ઔષધાલય, પુસ્તકાલય, શિષ્યવૃત્તિ માટે ફંડ આદિ અનેક સામાજિક, પ્રવૃત્તિમય સંસ્થાઓનાં નવાં નવાં બીજ રેપ્યાં. કઈ કઈ પ્રસંગે તે રૂઢિચુસ્ત વગ તરફથી તેમનાં ક્રાંતિકારી પગલાં માટે ઉગ્ર ટીકાઓ પણ થતી. છતાં તે પ્રેમથી એ બધી ટકા, નિંદા, ઈર્ષ કે વિરોધના ઝેર પી જતાં ને સદૈવ પ્રેમનું જ અમૃત વરસાવતાં. તે એવા નિર્વિકારી હતા કે તેમની આંખેથી કે તેમની પ્રત્યેક ક્રિયામાંથી સદા વિશુદ્ધ પ્રેમ અથવા વાત્સલ્ય જ ઝરતું. તેઓ કહેતાં કે, હું કઈ પણ બહેન સાથે વાત કરતો હોઉં ત્યારે મને લાગે છે કે હું મારી “મા ની જાતિ સાથે વાત કરું છું. નાની કે મેટી દરેક બહેનમાં તે માતૃત્વની ભાવના કરતાં. ફળસ્વરૂપે તેમનું પિતાનું હૃદય “મા” જેવું બની ગયું હતું. અમે તેમની પાસે જ્યારે જ્યારે જઈએ ત્યારે એમ ન લાગે કે આ માત્ર ગુરુ છે પણ એવો અનુભવ થતું કે અમારી મા” છે. એમનાં સ્વર્ગવાસથી જન્મદાત્રી માતાના વિયોગથી પણ વધુ અસહ્ય દુઃખદ વિગ એ અમારી નવજીવન દાત્રી માને લાગે છે. સ્વરચિત અંબૂવામી કે સ્થૂલિભદ્રનાં આખ્યાન પર જ્યારે તે પ્રવચન આપતાં ત્યારે એનું ગૌરવ એવી ભવ્ય રીતે સમજાવતાં કે, “જંબૂ કે રથલિભદ્રની ભૂમિકા પર તમે કદી વિચાર કરવાં છેલ્યા છે ? સ્વપરિણીત આઠ– આઠ નવયૌવના વિચક્ષણ કન્યાઓનાં બધાં જ શસ્ત્રો, કરોડોની દોલત અને ભરયુવાનીનાં પ્રબળ પ્રલોભને સામે હોવા છતાં એનાં રૂંવાડામાં પણ વિકાર ન થયે. એની કેવી સાધના હશે?” જ્યારે આ વાત એ સમજાવતાં ત્યારે એમની પિતાની મૂર્તિ પણ જાણે સાક્ષાત્ “અંબૂ જેવી લાગતી.
નિર્દોષ બાળક જેવાં સરળ ગુરુદેવ પિતે એવું માનતા ને જેવું કહેતાં તેવું જ આચરતાં. કદી પણ દંભ ન કરતાં. કોઈ ગમે તેવી ટીકા કરે છે તેથી ભ ન પામતા અને પિતાની ભૂલ લાગે છે તે સ્વીકારવામાં પણ વળી કેઈ નાના સાધુ કે અનુયાયી ગમે તેવી ભૂલ કરે પણ જે તેમની પાસે આવીને કરગરીને માફી માંગે તે તરત જ તેમનું હૃદય આદ્ર બની જતું ને તેને માફ કરતા. તેમની સરળતા ને ભલમનસાઈને કઈ દુરુપયેગ કરે તે પણ તે તેના પ્રત્યે ક્ષમા અને પ્રેમ જ રાખતા.
તેમની ત્યાગવૃતિ પણ એવી ઉચ્ચ કક્ષાની હતી. ગાંધીજીની વિચારસરણીને ઘણે અંશે તેમણે અપનાવી હતી. હંમેશા ખાદીના જ વસ્ત્રો ધારણ કરતાં અને હાથે દળેલા લેટની જ બનાવેલી ભિક્ષા લેતા. પ્રકૃતિને પ્રતિકૂળ તેમજ સાધનામાં બાધક ગમે તેવી સરસ મેહક ખાવાપીવાની ચીજ લેવા માટે ગમે તેટલે કેઈ આગ્રહ કરે તે પણ તે કદી લલચાતા નહિ. કેઈપણ વસ્તુ બીજાને આપવામાં તેમને જેટલે આનંદ આવતે તેટલે કદી પિતાને ઉપભેળ લેવામાં આનંદ ન થતો. દરેક વસ્તુને ઉપગ પતે કરકસરથી કરતાં. સહજત્યાગી હતા. “ઈચ્છા નિરોધ એ જ તપ, એ તપ હમેંશા પતે કરતાં ને બીજાને કરવાનું કહેતાં. નાના સાથે નાના જેવા, મેટા સાથે મેટા જેવા મિલનસાર પ્રકૃતિવાળા તે સર્વની સાથે ખુલ્લા દિલથી મળતાં ગમે તેવી મુશ્કેલીમાં ધર્ય ગુમાવતા નહીં ને અનુકૂળતામાં છલકાતા નહીં.
ગસાધના તેમજ પરમાત્માના ધ્યાન પરત્વે પણ તેમની ઉત્કટ અભિલાષા રહેતી. નિરંતર નિયમિત ધ્યાન કરતાં રાત્રે એકધારી બે કલાકથી વધારે નિદ્રા ન લેતાં. પ્રતિકમણ, પ્રાર્થના, પ્રવચન અને અન્ય નિત્યનિયા ગણતાં છેવટે પરમાત્માનું નામસ્મરણ સતત કરતાં. નિદ્રાધીન થયા પછી બે કલાકે અવશ્ય ધ્યાનારાધના પછી સહજ આરામ લેતા. વળી પાછા ફરી ફરી કલાક – દેઢ - કલાકે ધ્યાનચિંતન કરતાં. તે અમને કહેતાં કે આપણું ખરું આત્મકાર્ય તે રાત્રે જ થાય. દિવસે તે લેકે સમય લઈ લે પણ ધ્યાનચિંતન તે જ નિરાંતે થઈ શકે. શરીર અને આત્માની ભિન્નતા અનુભવવાને, અહંવૃત્તિ અને તેમાંથી જન્મતી બીજી આસુરી વૃત્તિઓ ઓગાળીને દેવી સાત્તિવક વૃતિ કેળવવાને તેમને
વ્યકિતત્ત્વ દર્શન Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only