________________
પૂજ્ય ગુરૂદ્ધ કવિવર્ય પ. નાનયજી મહારાજા જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ,
ગદવ વિવય
પ. નાનચcજી મહારાજ જમાતાGિ
વિકાસજનક સાહિત્યનું વાંચન કરાવ્યું. દરેક વાંચન વખતે સ્વાનુભવના ઉગારે ટાંકી તે તે સાહિત્યનું ઊંડું ગંભીર રહસ્ય સમજાવતા. છેલ્લે છેલ્લે શ્રી અરવિંદ ઘોષના સાહિત્યમાં પ્રવેશ કરાવ્યું. જો કે તેઓ જેટલું આપતા તેમાંનું અલ્પાંશે પણ અમે બુદ્ધિમાં યે ધારણ કરી શક્યા નથી. અને જીવનમાં તે યત્કિંચિત્ પણ ઉતારી શક્યા નથી. અપાત્ર એવા અમારા પર એમની કૃપાના ધેધ વરસતા તે જે ગ્ય સુપાત્ર હોય તેનું તે કેટલું કલ્યાણ થાય ?
તેમને સર્વ દર્શનનું જ્ઞાન હતું. યાહવાદ અને સમત્વયુક્ત દૃષ્ટિથી તેઓ સર્વધર્મ સમન્વય અને સર્વધર્મ સમભાવવાળું વલણ રાખતા. સર્વધર્મોની આધારશિલા માનવતા અને આધ્યાત્મિકતાની ખીલવટ એ તેમને પ્રિય વિષય હતા. તેમને સંગીતનું જ્ઞાન પણ સારું હતું. હૃદય ઉર્મિલ, કંઠ મધુર અને કવિત્વશકિત સહજ વરી હોવાથી તેમણે સેંકડો ભજન “સંતશિષ્યના ઉપનામથી રચ્યાં છે. પ્રાર્થનામંદિર અને ભજનપદ પુપિકાનાં ઘણાં ભજને દરરોજ સમય લઈને તેઓ અમને શીખવાડતા. કવિત્વશકિતની જેમ વકતૃત્વશક્તિ અને અભિનયકળા પણ તેમને એવી જ સુંદર વરી હતી. વળી યાદશકિત પણ તીવ્ર હતી. હજારો દૃષ્ટાંતે અને કથાઓ તેમને યાદ હતા. હજારે કથાઓનાં પાત્રોનાં નામઠામ અને પ્રસંગોની પરંપરા આટલી મોટી ઉંમરે પણ તેઓ કેવી રીતે યાદ રાખી શકતા હશે તેનું અમને ભારે આશ્ચર્ય થતું. જરા જરા વારમાં તે કેટલા ય દાખલા તેમનાં મોઢેથી સરી પડતાં અને જે વાત કહેતાં હોય તેનાં પાત્રો અને તે તે પ્રસંગે સાથે તે એટલાં તપ બનીને તેને એ જ સહજ તાદશ અભિનય કરતા કે સાંભળનારને તે વાત પ્રત્યક્ષ બની રહેતી હોય ને! એમ લાગે. સંપ, ઐક્ય, દયા, પ્રેમ, ક્ષમા, અરવૃતિ, અભિમાન, ત્યાગ, કષાયત્યાગ, સત્ય, બ્રહ્મચર્ય આદિ માનવધર્મના વિવિધ અંગે પર તેમનાં મધુર અને ચોટદાર પ્રવચને જેણે જેણે સાંભળ્યા હશે તે એની મધુરતા ભૂલી નહિ શકે. તેઓ લક્ષ્યપૂર્વક પ્રવચન કરતા ને ધારેલી અસર ઉપજાવતા, તેથી જ તેઓ “પ્રખરવક્તા” અને “કવિર્ય ના બિરુદને શોભાવતાં હતા.
જતિષ, વિદક અને સ્વરોદય જેવી અનેક વિદ્યાઓને તેમણે અભ્યાસ કર્યો હતો. તેમની એ કેટલીક ઉચ્ચ રહસ્યથી ભરપૂર દિવ્ય વિદ્યાઓ અમારે મન તે તેમની સાથે જ ગઈ. મેગ્ય પાત્રતાને અભાવે એ જ્ઞાનને વારસો અમે કેઈ ન લઈ શક્યા. એ પ્રમાદિતાને હવે ગમે તેટલું રડીએ પણ એ તક ફરી સહેલાઈથી ડી આવવાની છે ?
તેઓ વર્તમાનપત્રો નિયમિત વાંચતા. પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ વિષયનાં સંબંધમાં એતિહાસિક વિષય શું કે શું વિજ્ઞાન, શું રાજકારણ કે શું વર્તમાન ? વિશ્વના સામાજિક પ્રવાહા-દરેકમાં રસ ધરાવતા ને તેનું ઊંડું જ્ઞાન મેળવતા. તેઓ કહેતા કે ઉપદેશકે બધી બાજુનું જ્ઞાન મેળવવું જોઈએ. જરાક પણ નવરાશ મળે કે તરત વાંચન-ચિંતનમાં મશગુલ રહેતા. તે એવી એકાગ્રતાથી વાંચતા કે એકવાર વાંચેલું તેમને બરાબર યાદ રહી જતું અને તે વિષયને પછી ખૂબ વિચાર કરતા. આજના કૂદકે ને ભૂસકે આગળ વધતાં જતાં વિજ્ઞાનના વિષયમાં તે એ એટલે બધે રસ ધરાવતા કે તે અંગેના સાહિત્યની જેટલી વિગત તેમને ઉપલબ્ધ થતી તે દરેક વિગતને ઝીણવટથી વાંચતા વાંચેલા અને વિચારેલા દરેક ભારે વિષયને ખૂબ હળવી ભાષામાં શ્રોતાજનેને સરસ રીતે સમજાવતા. સેંકડે માણસે અવારનવાર દર્શનાર્થે કે અન્ય કઈ કારણે કંઈ પણ માર્ગદર્શન મેળવવા તેમની પાસે આવતા તે તે દરેકને એકસરખા પ્રેમથી તે સમય આપીને ઉપદેશ આપતા. કેઈની કંઈ પણ મુશ્કેલી હોય તે સહૃદયતાથી સાંભળતા ને મેગ્ય ઉકેલ બતાવતા. આ રીતે તેમને ઘણો સમય ખર્ચાવા છતાં નિરંતર અપ્રમતપણે પુરુષાર્થ ચાલુ રાખવાની ટેવ હોવાથી ખૂબ ખૂબ વાંચતા, વિચારતા, પચાવતા અને બીજાને આપતા.
જેમ જ્ઞાનની આરાધના નિરંતર કરતા તેમ ચારિત્રનું ઘડતર પણ એવું સુદઢ હતું. ચારિત્રને જીવંત પાઠ તેમની પાસેથી જોવા મળતા. તેઓ એટલી બધી ક્ષમતા ધરાવતા કે ગમે તેવા ઉગ્ર વિરોધીઓ, ટીકાકારે કે નિંદકો પ્રત્યે તેમને દ્વેષ ન હતે. હંમેશા તે એમ કહેતા કે આપણે જ બોલીએ છીએ કે “ આખા જગતના પ્રાણીઓ સાથે મૈત્રી છે.” જે આખા જગત સાથે મૈત્રી કરવી હોય તે કેટલું મોટું મન રાખવું જોઈએ? કઈ પણ દેશના, કેઈ પણ કેમના, કેઈ પણ ધર્મના કે સંપ્રદાયના માણસો મળે, પણ તે દરેકની સાથે હાદિક પ્રેમ પ્રગટાવતા.
તેમને વિનય, સેવા અને નિરભિમાનતા અનુપમ અને અજોડ હતાં. મારા પરના છેલ્લા પત્રમાં તેમણે લખ્યું છે કે, પુરતકમાંથી જેમ શીખવા મળે છે તેમ જગતના દરેક પ્રસંગમાંથી, પ્રાણી કે પદાર્થમાંથી પણ ઘણું ઘણું શીખવાનું મળે સંસ્મરણો
[૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org