SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ એમની સ્થિતિ મહાવીરસ્વામીના નિર્વાણ બાદ ગૌતમવામીની સ્થિતિ જેવી થઈ તે અતિશકિત નથી. એટલું જ નહિ પરંતુ અમે શ્રદ્ધા સાથે કહીએ છીએ કે પૂજ્યશ્રી પ્રત્યેનું એમનું યોગદાન મૂક છતાં પ્રબળ છે કે તે એટલું જ પૂજ્યશ્રીને આત્મા, તેમણે પ્રગટાવેલ “માનવતાની ઉજજવળ મશાલને વહન કરવા શકિત સ્ત્રોત નિરંતર એમના પ્રતિ વર્ષાવત રહેશે અને એ શુભ માર્ગદર્શન હેઠળ અનુયાયી વર્ગને અવશ્ય આધ્યાત્મિક શાન્તિ પમાડી કૃતાર્થ કરશે. ઉપરાંત આવી પડેલ કાર્યભાર તેઓશ્રી, પૂજ્યશ્રીની તાલીમ અનુસાર ઉપાડી લઈ પૂજ્યશ્રીએ પ્રગટાવેલ “માનવતા ની મહાન ત પ્રકાશતી રહે તેવા પ્રકારની માનવતાલક્ષી પ્રવૃત્તિઓ ચલાવવાની પૂજ્યશ્રીની અદશ્ય પ્રેરણા તેમને મળતી રહે, એ જ પૂજ્યશ્રીના આત્મા પ્રતિ અમારી હાર્દિક પ્રાર્થના.” આ પ્રસંગે અનંત ઉપકારી જળહળતી તસમા પરમશ્રદ્ધેય તારક પૂજ્ય ગુરુદેવના પુનિત આત્માને અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પરમઝધેય મહાન ઉપકારી ગુરુદેવ 8 વિદુષી શ્રી વિનંદિનીબાઈ મ. પરમ પૂજ્ય ગુરુદેવના સંસ્મરણો લખવાનું શરૂ કરું છું તે એમ થાય છે કે શું લખું ને શું ન લખું. એવું વિદ્વત્તાભર્યું લખતાં યે આવડતું નથી. છતાં “ત્વભકિતદેવ મુખરી કુરુતે બલાત્મામ... માત્ર ભકિતથી પ્રેરાઈને બાળકબુદ્ધિથી કંઈક સાંભળેલા તેમ જ કંઈક અનુભવેલા અનુભવો રજુ કરું છું. લીંબડી સંપ્રદાયના પૂ. સ્વ. આચાર્યદેવશ્રી દેવચન્દ્રજીસ્વામી જેવા મહાન વિદ્વાન ઉદારચરિત મહારાજશ્રીના વરદ હસ્તે વિ. સં. ૧૯૯૭ ના ફાગણ સુદ ૩ ને દિવસે કચ્છ અંજારમાં તેઓશ્રીએ દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષા પછી તન, મન અને સંપૂર્ણ જીવન સમર્થ ગુરચરણે સમર્પિત કરી તેઓ નિરંતર સંયમની ત્રિવિધ આરાધનામાં એટલા ઉત્સાહથી આગળ વધવા લાગ્યા જેથી તેમના પર ગુરુજીની કૃપાની અપાર વર્ષા થવા લાગી. ગુરુના હાથ પગ અને ડિયું બન્યા. ગુરુભાઈને પણ એટલા જ પ્યારા હતા. સકલ સંઘમાં તેમનું સન્માન પ્રતિદિન વૃદ્ધિગત થતું ચાલ્યું. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, અજમેર તેમ જ આગ્રા સુધીના પ્રદેશમાં તેઓ વિચર્યા. ૬૪ વર્ષ જેટલી દીર્ઘ ચારિત્રપર્યાય કે ૮૮ વર્ષની દીર્ઘ જીવનયાત્રા દરમ્યાન તેમણે આપણા સમાજ પર કેટલા ઉપકાર કર્યા તેનું પુરૂં વર્ણન કરવા હું સમર્થ નથી. માત્ર યત્કિંચિત સ્મરણ દ્વારા અંજલિ અર્પ છું. અમને તેમનાં સર્વપ્રથમ પુનિત દર્શન વર્ષો પહેલાં સં. ૨૦૦૮ના કાર્તિક સુદ એકાદશીએ ભાવનગરમાં થયાં. અમારે દીક્ષિત થવા પહેલાં તાલીમ લેવાને એ સમય હતો. દુન્યવી અનુભવથી અજ્ઞાત એ વખતનું અમારું જીવન હતું. એમની ભવ્ય આકૃતિ, મધુર સ્વર અને અગાધ જ્ઞાનયુકત સમર્થ વ્યકિતત્વથી તેજ વખતે અમે ખૂબ પ્રભાવિત થયાં હતાં. એમણે પ્રેમપૂર્વક અનેક મધુર બોધદાયક વચનામૃત કહ્યાં. અમને રોકાવા તેમણે આગ્રહ કરવા છતાં સગવશાત્ તે વખતે અમે ત્યાં વિશેષ રેકાઈ શક્યા નહીં. દીક્ષિત થયાં પછી પ્રારબ્ધગે કચ્છથી લીંબડી આવવાનું થયું. અને ત્યાં પૂ. ગુરુદેવનું વષીતપ પ્રસંગે પધારવાનું થતાં ફરીથી તેમના ચરણે આવવાનું, તેમનું માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. બસ, ત્યારથી તે અમારા જીવનના સર્વતમુખી સુકાની બન્યા. નાની મોટી દરેક પ્રવૃત્તિ કે પ્રત્યેક જરૂરિયાતની જવાબદારી તેમણે સંભાળી, ને તે છેલ્લા શ્વાસ સુધી. થાનગઢ, અમદાવાદ અને સ્થિરવાસ દરમ્યાન સાયેલા એમ ત્રણ ચાતુર્માસમાં અને એ સિવાય શેષકાળમાં અનેક વખત અનહદ કૃપા વરસાવીને ભરચક પ્રવૃત્તિમાંથી પણ પુષ્કળ સમય કાઢીને તેમણે અમને અભ્યાસ કરાવ્યું. દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, અનુયોગદ્વાર, ભગવતીજીને અમુક ભાગ, સૂયગડાંગ, સમવાયાંગ, વગેરે જૈન આગમનું સાદ્યત વાંચન ગુરુગમપૂર્વક કરાવીને એક અને ખી જીવનદૃષ્ટિ આપી. શાસ્ત્રવચનનાં અપેક્ષાપૂર્વકનાં મૂલ્ય સમજાવ્યાં. ઉપરાંત ગીતા અને તેમણે જ કરેલે સુભાષિત સંગ્રહ સંસ્કૃત કાવ્યાનંદ ભાગ ૧, ૨, ૩, ભકતામર, કલ્યાણુમંદિર આદિ સ્તોત્રોના અર્થ સમજાવ્યા. સમયસાર, પ્રવચનસાર, તત્ત્વાર્થસૂત્ર, ગીતાપ્રવચન, જૈનદીક્ષા, આધ્યાત્મિક પ્રબંધાવલી વગેરે જીવનસ્પશી [૩૮] વ્યકિતત્ત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy