________________
R, GImacતેજી મહારાજ જસતાલિ
જલ્દી ન ફેરવું, કારણ સહેજ પડખું ફરું ત્યાં તે ચુનીલાલજી આવે અને કહે કેમ સાહેબ! શું કામ છે? રાત્રે બાર વાગ્યા હોય તો પણ ઊડીને આવે, પૂરા સજાગ, કદી બોલાવવા ન પડે આવી સેવા અંતિમ સમય સુધી પ્રસન્નતાથી કરી. આજે પણ તેઓશ્રી દયાન–સાધના અને આત્મલક્ષી દૃષ્ટિથી સ્વ–પરનું કલ્યાણ સાધી રહ્યા છે. અમારા વિકાસમાં તેમને ભારે મોટો હિસ્સો છે. તેવા શ્રી ચુનીલાલજી મહારાજ “ચિત્તમુનિના ઉપનામથી પ્રસિદ્ધ છે.
બીજા વિદ્વાન શિષ્યરત્ન પૂ. સંતબાલજી મહારાજ છે કે જેમણે સંયમ અને ચારિત્રની સાધના સાથે કર્મની અનુપમ સાધના કરી છે. ભાલ નળ કાંઠાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની સુગંધ ગામડાઓમાં અને શહેરમાં ખુબ પ્રસરી છે. વિશ્વવાહ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સમાજોપયોગી કલ્યાણકારી પ્રવૃત્તિઓનું સંચાલન તેઓશ્રીના માર્ગદર્શનથી ચાલી રહ્યું છે. જનતા જે દુર્બસનેમાં ફસાઈ ગઈ હતી અને નિર્માલ્ય બની ગઈ હતી તેમાં નવો પ્રાણ ફૂંકી દારૂ, માંસ વિ. ભયંકર બદીઓથી મુક્ત કરી. રાષ્ટ્રીય કેગ્રેસને પિતાની સાધક જીવનની મર્યાદામાં રહીને પણ ભારે સહકાર આપે. તેથી તેમને રાષ્ટ્રસંત તરીકે બહુમાન મળ્યું છે. આજે ચીંચણમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં સ્થિરતા કરી આત્મકલ્યાણ અને સમાજકલ્યાણના પ્રેરક સ્થંભ બની માર્ગદર્શન કરી રહ્યા છે.
માનવતાના પૂજારી
૪ વિદુષી સાઠવી હેમકુંવરબાઈ મ. સ્વર્ગસ્થ કવિવર્ય પં. મહારાજ શ્રી નાનચંદ્રજી મ. ની જન્મ શતાબ્દીનું આ છેલ્લું વર્ષ છે. તે યાદ કરી આજે આપણે-ગંગાજળમાં અવગાહન કરવાનું છે. આ પુણ્ય પ્રસંગે પૂજ્યશ્રીની પ્રભાવશાળી મૂર્તિ માનસપટ ઉપર ઉપસી આવે છે. પૂજ્યશ્રીએ પોતાના જીવન અને કવન દ્વારા એક સન્નિષ્ઠ સેનાનીની–અદાથી “માનવતા ના મહામૂલ્યને સ્થાપિત કરેલ છે. સમાજ ઉપરનો આ ઉપકાર ચિરસ્મરણીય રહેશે.
પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ એક ક્રાન્તિકારી સંત હતા. જ્યારે જ્યારે પૂ. ગુરુદેવના અંતરમાંથી અનાહત નાદને રણકે ઉઠે, ત્યારે ત્યારે તરત જ તેઓ પ્રયત્નપૂર્વક તેને અમલ પણ કરતા. પૂ. ગુરુદેવ જૈન પરંપરાના સંત હતા છતાં પણ જૈનેતર લેકે આ પ્રતાપી પુરુષ પાસેથી ખૂબ જ અણમોલ લાભ લેતા, અને વર્તમાન યુગને અનુસરીને આગેકૂચ કરતા. ગ્રામાનુગ્રામ વિચરીને સમાજને “માનવતા ના પાઠેનું અમૃતપાન કરાવતા. રૂઢિગત સંસ્કારે, જ્યારે ધર્મતત્વને અવરુદ્ધ કરતા, ત્યારે પિતાની લાક્ષણિક શિલીથી રૂઢિચુસ્ત જેને સમજાવી અંતરમાં ઉતરાવતા. સામાન્ય ગુણે જેવા કે, દયાળુતા, સત્યનિષ્ઠા, વિધવાત્સલ્ય, પ્રેમાળપણું, નીડરતા વિગેરે ગુણો તે એમના જીવનમાં ઓતપ્રેત હતા.
આજને યુગ એવા સંકાન્તિકાળમાંથી પસાર થઈ રહેલ છે કે જ્યારે માનવતાનાં મૂલ્ય ઘટતાં જાય છે, ત્યારે પૂજ્યશ્રી ગુરુદેવ સૂકાં રણની અંદર મીઠી વીરડી સમાન હતા. માનવતાને દિવ્ય સંદેશ એક અચ્છા વિજ્ઞાનિકની અદાથી આપી ગયા છે.
પૂજ્ય ગુરુદેવના અનુરાગીઓ અને ભકતો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પ્રણાલિકા પ્રમાણે વાર્ષિક તિથિ ઉજવાતી હોય છે. આપણે જે પૂ. ગુરુદેવના ચાહક કે ભકત હોઈએ તે તેઓશ્રીના સદ્ગુણેમાંને એકાદ ગુણ આપણું જીવનમાં ઉતરે એવી આપણે ભાવના ભાવીએ.
આપણું મંડળને સૂરજ આથમી ગયે, શિરતાજ ચાલ્યો ગયે. એ અપ્રિય છતાં વાસ્તવિક હકીકત છે. આપણુ ગુરુદેવ હવે આપણી સાથે નથી. અહ! તેમના નેત્રમાંથી કે અમીપ્રવાહ વહેતે હતો! પૂજ્યશ્રીનાં દર્શન માત્રથી કેવી શાન્તિ વર્તાતી હતી! આપણા-તારકદેવની ખોટ પુરાય તેવી નથી, આ દુખ ભુલાય તેમ નથી.
તેઓશ્રીના પરમ અંતેવાસી શિષ્ય શ્રી ચુનીલાલજી (ચિત્તમુનિશ્રી) સ્વામીએ તેઓશ્રીની સારી જિંદગી સેવા કરીને દુષ્કર એ “સેવાધર્મ” જે પરમગહને ગિનામપ્ય ગમ્ય : એ સૂકિતને સાર્થક કરેલ છે. પૂજ્યશ્રીના નિર્વાણથી સંસ્મરણો
| [૩૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org