SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ય ગુરૂદ્ધ ફવિર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ, ગીતામંથન, ગીતા પ્રવચન, આધ્યાત્મિક પ્રબંધાવલિ તેમજ વિવિધ પ્રકારનું જૈનેતર સાહિત્ય પણુ ઊંડાણથી તેમણે વંચાવ્યું અને તેમની અસીમ કૃપાથી જ અમને પ્રત્યક્ષ અનુભવ થયો કે જો સમ્યગદષ્ટિએ નીરખાય તે ભૂલ્યચૂક્ય કોઈ અસમ્યક વિચાર કે વાત આવી જાય તે જે તે સમ્યકરૂપ જ બની જાય છે. સત્સાધનની જરૂર – તેઓશ્રીની વિશેષતા એ હતી કે તેઓ વારંવાર કહેતા – આખરે તે આ સાહિત્ય - શાસ્ત્ર બધાં સાધન માત્ર છે. તમે હંમેશા વિચાર અને મનન કરે અને પળે પળ વિચારવાની આદત પાડો કે દીક્ષા શા માટે લીધી છે? સંયમની મહત્તા કેટલી અને તે શા માટે? જે આસ્ત્રોના ત્યાગ કરવાનાં પચ્ચકખાણ લીધાં છે તે વાતનું યથાર્થ પાલન થાય છે ખરું? સંવરને મહિમા શા માટે? નિર્જરા તપ છે તે પ્રમાણે તપ થાય છે? તપના આભ્યન્તર અને બાહ્ય એમ બાર ભેદો શા માટે? બંધ અને મેક્ષનું સ્વરૂપ શું છે? મુકિતમાર્ગની તાલાવેલી કેટલી ? મહાવ્રતે સ્વીકાર્યા પછી એનું સતત ભાન રહેવું જોઈએ કે હું સંયમી છું. લોકો મને ખમાસમણે કહે છે તે મારામાં ક્ષમા કેટલી વધી ? પંદર, વીસ, પચ્ચીસ વર્ષને દીક્ષા પર્યાય થઈ ગયું છે તે કાળ દરમિયાન નિઃસ્પૃહતા, વિશાળતા, ઉદારતા, વિયાવચ્ચ, (સર્વ સેવા) ઈન્દ્રિયનિગ્રહ, સહિષ્ણુતા વિ. સદ્દગુણોની વૃદ્ધિ કેટલા પ્રમાણમાં થઈ? વિષયે અને કષા ઉપર કેટલે વિજ્ય પ્રાપ્ત થયે? તેઓ ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં આવતી ગાથા “અપૂણામેવ જુજઝાહિને વારંવાર વિરતારપૂર્વક અર્થ સમજાવતા. તાત્પર્ય એ છે કે મુખ્ય લડાઈ તે આપણા પિતાને મનરૂપી બહિરાત્મા સાથે કરી અન્તરાત્માને વિજય મેળવવાને છે. તેઓશ્રી ભ. મહાવીરદેવે નિર્વાણકાળે જે ચરમવાણી ઉચ્ચારી, તેમાંથી સંપાદિત થયેલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાંના વિનય - અધ્યયનને અત્યન્ત ઝીણવટથી સમજાવતા, કારણ કે એજ ધર્મનું મૂળ છે. શ્રીમદ્ રાજચંદે કહ્યું તેમ “અધમાધમ અધિકે પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું?” એનું રહસ્ય પણ એ જ છે. અમને નવદીક્ષિતાને “ઈ ગિયાગાર સંપનેને અર્થ અજબ રીતે સમજાવ્યું છે. સુપાત્ર શિષ્યના કેમેરામની અંદર વિનયની પ્રતિષ્ઠા હેય. ગુરુના ચહેરા ઉપરથી જ તે સમજી જાય કે ગુરુદેવ શું ઈચ્છે છે? સુવિનીત શિષ્યનો એક પણ વિચાર એ ન હોય કે જેની જાણ ગુરુને ન હોય ! “જેણે તન, મન, ધન અર્ચી ગુરુચરણમાં રે’ આ માત્ર તેમની વાત ન હતી. સંવત ૧૯૬૭થી ૧૭૬ સુધી જે ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનના ૪૩ મા બેલ મુજબ ઈંગિતાકારસંપન્નપણે એમણે લીંબડીમાં સ્થિરવાસ સેવી ભરજુવાનીમાં જે અજોડ ગુરુસેવા કરી છે, તે કેણ કરી શકે? લઘુનીત, વડીનીતની બધી ક્રિયા, બળખ કાઢ, પડખું ફેરવવું આ બધું મતલબ કે એક બાજુ વ્યાખ્યાનમાં એકાગ્રતા હોય ત્યારે બીજી બાજુ પક્ષઘાતથી પીડિત ગુરુદેવને સાચવવા-આમ ઉભયમુખી એકાગ્ર સાધના એ યોગેશ્વર ગુરુદેવને સહજસાધ્ય બની ગઈ હતી. તેઓશ્રીએ સ્વ-પર શ્રેયનાં અનેક સત્કાર્યો કર્યા જેમાં મહિલા સન્માન, ગૌરવ માટે સ્વાવલંબી જીવનથી માંડીને શિક્ષા-દીક્ષાના ક્ષેત્રે અદ્દભુત કાર્યો કર્યા છે, નિરાધાર, વિધવા અને ત્યકતા બહેનને સ્વાધીન બનાવી કે જે પાછી બીજી અનેક પિતાના જેવી બહેનને સંયમલક્ષી સ્વાધીન બનાવી શકે. ગુરુદેવને ચરણે સમર્પણ આવા અમારા ગુરુદેવ વિષે લખી લખીને કેટલું લખીએ. આખરે લેખિની અને વાણી મૌન ભજે છે. એવા એ અમારા ગુરુદેવની ચરણપા અમારા જીવનના કણેકણમાં અનુપ્રાણિત છે. તેમની કૃપાદૃષ્ટિ હંમેશાં અમારા ઉપર વરસતી રહે અને અમારા જીવનપથમાં પ્રકાશ પાથરતી રહે એ જ મંગળભાવના સાથે પરમતારક ગુરુદેવને અમારા કેરિકેટિ વંદન. ગુરુદેવના સુવિનીત શિવ્યો પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના શિષ્ય પરિવારમાં અમે હંમેશા જેમને પાંચમા આરાના “પંથકના હુલામણા ઉપનામથી સંબોધીએ છીએ તે પં. રત્ન શ્રી ચુનીલાલજી મહારાજે ગુરુદેવની અંતિમ સમય સુધી સતત જીવનભર સેવા કરી છે તે તે અજોડ અને અવર્ણનીય છે. ખુદ ગુરુદેવ કહેતા કે મારે રાત્રે પડખુ ફેરવવું હોય < વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy