SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનજી મહારાજ જમશતાહિદ સ્મૃતિગ્રંથ ગયા, જ્યાં એમની શાંતિને હવે કોઈ કયારે પણ ભંગ કરી શકે નહિ, એવા દિવ્યધામમાં જઈ વસ્યા. અમે તે પિલી પ્રચલિત ઉકિત અનુસાર ચામડીના જોડા કરી પહેરાવીએ તેયે તેમના અણુથી મુકત થઈ શકીએ નહિ. નિરંતર ભાવના ભાવીએ કે અંતરમાં એમની સ્મૃતિને દીપ અખંડ જલ્યા કરે ને અમારા જીવનને પ્રકાશિત બનાવે, ઉજજવલ રાખે. પરમ તત્તર તરફ પ્રગતિ કરાવે. ને તેમને પરિશ્રમ અલ્પાંશે સાર્થક કરી શકવા જેવી ગ્યતા પ્રાવીએ એવું ફરી ફરી માંગીએ છીએ. જ્ઞાનગુરુદેવ સદાયે અમર છે. અમર રહેવાનાં સાહિત્યરૂપે, પત્રરૂપે, પ્રભુભજનરૂપે, કાંતિરૂપે, પપકારની પરંપરાની અવિચ્છિન સ્મૃતિરૂપે, સંસ્થાઓરૂપે, ભકતના ઊના આંસુરૂપે અને ન જાણે સ્કૂલ કે સૂક્ષ્મ કેટલાંય પ્રતિક રૂપે–અનેકરૂપે તેઓ અમર છે. એની મધુર સુવાસ મઘમઘે છે. એને ઉજજવલ યશ દૂર-સુદૂર દિગતમાં પ્રસરે છે. એમણે ગાયેલું વિશ્વ વાત્સલ્યનું ગાન યુગયુગ સુધી ગવાતું રહેશે ને એમનું આહલાદક મરણ નિરંતર નવી રોશની પ્રગટાવતું રહેશે. 8 જય ગુરુદેવ.... ગુરુગુણમુગ્ધ વિનંદિનીના શતશઃ વંદન મિક્ષપંથનો રાહ ચીંધનાર પરમગુરુ ૪ સાધ્વી વસંતપ્રભાબાઈ પૃથ્વીના પટાંગણે પ્રકાશ ફેલાવનાર, અદ્દભુત વાત્સલ્ય વરસાવનાર, માનવતાના પુરસ્કર્તા, મારા મૂર્શિત જીવનને ધબકતું અને ચેતનવંતુ બનાવનાર, પરમ કૃપાળુ પરમેપકારી કવિવર્ય પૂ. જ્ઞાન ગુરુદેવના પરમ પવિત્ર ચરણકમળમાં લાખ લાખ વંદન!! આજે પૂ. ગુરુદેવનું નામસ્મરણ કરતાં રેમમમાં આનંદ વ્યાપી જાય છે. બીજી તરફ અદ્દભુત વેગી પ્રત્યે પ્રેમની લાગણીઓ ઊભરાય છે. એ કાન્તિકારી મહાન વ્યકિતના અનંત ગુણોનું વર્ણન કરવા મારી શકિત નથી. છતાં પણ તેમના પ્રત્યેની “ભકિત’ જ મને મનના ભાવ પ્રગટ કરવાનું કહી રહી છે. એ વિરલ વિભૂતિના ગુણગાન ગાવા કેનું મન ઉત્સાહી ન બને? પૂ. ગુરુદેવ તે ખરેખર ગુરુદેવ જ હતા. તેઓશ્રીના જીવનમાં અપાર કળાઓનું દર્શન થતું, શાસ્ત્રનું જ્ઞાન, થેકડાનું જ્ઞાન, જયોતિષનું, સંગીતનું, વિજ્ઞાન અને ભૂગોળનું જ્ઞાન વગેરે સર્વતોમુખી પ્રતિભા એમના જીવનમાં દષ્ટિગોચર થતી. પૂ. ગુરુદેવ દિવ્ય વિભૂતિ હતા. એમની મહાનતા ઉંમરમાં નહિં પણ જ્ઞાનમાં જ ઝળકતી. જેમ વૃક્ષની છાયા નીચે વિસામો લેવા બેસનાર પથિકના તન-મનના તાપ શમી જાય છે, તેમ પરમતારક ગુરુદેવની છત્રછાયાને અદ્દભુત પ્રભાવ જેના પર પડે તેને અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. જેમ સૂર્ય હજરે માઈલ દૂર છે પણ તેની પ્રભા જ સૂર્યવિકસીત કમળને વિકસીત કરી દે છે. તેમ એમના ઉપદેશની વાત તે દૂર રહી, પરંતુ એમની શાંત-મૌન જીવનચર્યા પણ આપણને ઘણે બોધપાઠ આપી જાય છે. મારા શિરછત્ર, પરમ હિતચિંતક, અનંત ઉપકારી, શાસનના સમ્રાટે મને સંયમપથનું સરળ, સચેટ, સુખદ સર્વોચ્ચ કોટિનું જે માર્ગદર્શન આપ્યું તે ભવભવ ભૂલી શકાય તેમ નથી. એ નવયુગ સૃષ્ટાને પ્રથમ સમાગમ મુંબઈ (માટુંગા)માં થયે. જોતાંવેંત તે જાણે કે દિવ્ય વિરલ વિભૂતિ અને અલૌકિક પુરુષ ન હોય! તેમ લાગ્યું. પ્રથમ દર્શનથી જ કઠણ હૃદય કાંઈક કુણું બન્યું. પવિત્ર દર્શનથી પાવન થઈ ઘેર ગઈ. સમય સમયનું કાર્ય કર્યું જાય છે. બે ત્રણ વર્ષ એમ જ નીકળી ગયા. સં. ૨૦૧૫માં પૂ. ગુરુદેવનું ચોમાસું બેરીવલી કૃષ્ણકુંજમાં હતું. ફરી એ દિવ્ય વિભૂતિના દર્શન થયા. મધુર શૈલી, અને સંતસમાગમને લાભ મળે. સંયમની મહત્તા વિષે કહ્યું કે, સફેદ કપડાં પહેરવાથી, મુહપત્તિ બાંધવાથી, રહરણ પાસે રાખવાથી વગેરે બાહ્ય ક્રિયાઓ કરવાથી કાંઈ સંયમ કે સાધુનું ૬ ઠ્ઠ ગુણસ્થાનક મળી જતું નથી, પરંતુ [૪૨] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy