________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેજ પ્રમાણે
“જગતને બેધ દેવાને, જરૂરી વાત કહેવાને,
લઈ સદેશ પ્રભુજીના, અવનમાં ગાંધીજી આવ્યા. વધ્યા છે વીરના નામે અનાચાર બહુ જગમાં,
નયનથી ન્યાય નીરખવા, અવનમાં ગાંધીજી આવ્યા. ધરમના નામના ઝઘડા, પરસ્પર દ્વેષના રગડા,
કળાથી કાઢવા માટે અવનમાં ગાંધીજી આવ્યા.”
ગોખલે ગાંધીજીના રાજ્યપ્રેમના માર્ગદર્શક બન્યા એ ખરું, પણ ગાંધીજી પોતે કહે છે તેમ એમના અહિંસાધર્મીના પરમમાર્ગદર્શક તો શ્રીમદ્ રાજચંદ્ર એકલાજ બનેલા. હા, કુલ મળી એમના સ્વપર શ્રેયના પથપ્રદર્શક ત્રણ પુરુષો હતા. પણ ધમાર્ગના સર્વોચ્ચ પુરુષ તે એકમાત્ર શ્રીમદ્ રાજચંદ્ર જ હતા.
અહીં આ ધર્મજીવી યુગપુરુષે માત્ર યુગવાણી ઉચ્ચારી જ નહિ પરંતુ તદનુરૂપ આચરણ પણ કર્યું અને કરાવ્યું. તે વિચારમાં ગંભીર, વાણીમાં મધુર અને મનોહર તથા આચાર પાળવા-પળાવવામાં પ્રખર હતા. આથી જ માનવું પડે કે આવા યુગપુરુષ વ્યાપક પ્રમાણમાં લેાકેલાકના જીવનમાં પ્રેરણા, સ્ફૂર્તિ અને ચેતના ભરી શકે છે. અરે પચાસ વર્ષ પહેલાંની તેમની સમાજસુધારાની વાત લોકોને કડવા લાગતી તે આજે અનિવાર્યપણે મહત્ત્વની બની ચૂકી છે. તે કાળે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એવું વાતાવરણ હતુ કે કન્યાનાં મામાપ વૃદ્ધો સાથે પૈસા કાજે વળાવી દેતા એટલે કે કન્યાવિક્રય ખૂબ થતો. ત્યારે એક મહાન જૈન મુનિરાજ સ્પષ્ટપણે કહે, એટલું જ નહિ પરંતુ એવા આચાર બનાવ્યે જ છૂટકા કરે તે મહાપુરુષની યુગપ્રવર્તક શકિત કેટલી? ‘કન્યાના પૈસે લેવા તે મહાપાપ છે.’ એને પરિણામે પુણ્યવતા અને ધર્મચિંતકો નાનીમેાટી જ્ઞાતિ-જાતિ અને વર્ણના આગેવાના પ્રતિજ્ઞાબધ્ધ થઈ એવા પ્રચારની ધૂનમાં કેડ બાંધી આખાએ સમાજમાં ઘૂમી વળતા. પરિસ્થિતિ પાછી બીજી અતિ પર ગઈતેનાથી ઉલટી– જેવા વર્રાવક્રય પેડા કે તરત આ ધર્મપેગબરી વાણી સરી પડી“ આમાં તેા કન્યાનું ઘાર અપમાન છે.” શિક્ષિત મુરતીયા અને તેનાં માબાપ ‘આ તો જડ માલની માફક સાદે ચઢી ગયાં છે! લગ્ન એ તો એ આળાં-કોમળ હૈયાંને મેળવી દેવાની શુભ પ્રક્રિયા છે. એમાં રૂપ, ભણતર અને ચીજવસ્તુ કે ધનની લેવડ-દેવડ ગૌણ ખનવીજ જોઈએ તેજ સમાજ સ્વસ્થ બની શકે અને સાચા માનવસમાજનું નિર્માણ થાય.”
આજે આખાએ ગુજરાતના ધાર્મિક જીવનમાં અને સામાજિક જીવનમાં આ યુગે ભારતના ખીજા પ્રાંતા કરતાં વિશેષતા દેખાય છે તેમાં મહર્ષિ દયાનંદ પછી જૈન જૈનતર સતા પૈકી કોઈ નયે વધુ ફાળા હોય તે ગુજરાતના યુગ ઈતિહાસકાર એ ‘ વિરલ સંતવિભૂતિને ગૌરવપૂર્ણ રીતે યાદ કર્યા વિના નહીં રહી શકે. દિવસનાં પ્રવચને તે યેવૃદ્ધ અને જૈનાનુરાગી જના જરૂર ખાસ સમય કાઢીને પણ સાંભળી શકે, પરંતુ યુવાન ભાઈ-બહેનો અને દિવસે વ્યવસાયમાં રચ્યાં-પચ્યાં જૈન જૈનેતરો શી રીતે દિવસનો સમય નિરાંતે કાઢી શકે? એટલે આ નારીગૌરવના પ્રખર હિમાયતી મહાપુરૂષે દીદિષ્ટ વાપરીને ગાંધીયુગને સાથે સાંકળી દઈ સાર્વજનિક પ્રાર્થના અને પ્રવચનો રાત્રિએ શરુ કર્યાં. જેના લાભ તેઓ ગુજરાત ઉપરાંત ભારતના જે જે પ્રાંતામાં સ્થા. જૈન સાધુસમ્મેલનને નિમિત્તે ફર્યા, ત્યાં ત્યાં વ્યાપક સમાજચેતનાને ધર્મના ચાલમજીરંગે સાંગોપાંગ રંગી દીધી. માટે જ એ સંતમાં વિશ્વસંતપણાની આંખી સ્પષ્ટ થવા લાગેલી અને તેએ રાષ્ટ્રસંત ઉપરાંત વિશ્વસંતની ભૂમિકાએ જઈ શકે તેવી પરિસ્થિતિ આપોઆપ સર્જાઈ ગઈ !
ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ પ્રતીક -
શ્રી અરવિદ આશ્રમનાં પોંડીચેરીવાળાં માતાજીએ એક સ્થળે સાચું કહ્યું છે “આ ભારતરાષ્ટ્ર એ એક દુનિયાભરમાં સનાતન કહી શકાય એવા મહાન દેશ છે. ” તાજેતરમાં ગઈ એકત્રીસમી ડિસેંબરે ( ઈશુ વર્ષના બરાબર અંતિમ દિવસે) એક પત્રકારને આપેલી લાંખી મુલાકાત વખતે વિશ્વફલકમાં મહત્ત્વનો ભાગ ભજવતા ભારત માટે વર્તમાન વડા પ્રધાનને દરજ્જે બહેન શ્રી ઈન્દિરા ગાંધીએ ચોખ્ખા શબ્દોમાં ભારપૂર્વક કહેલું – “ભારત એવા દેશ છે કે જે હજારી વર્ષથી ટકી રહ્યો છે અને જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી અથવા માનવજાત પૃથ્વી પર હશે ત્યાં સુધી આ દેશનુ
સંસ્મરણે
Jain Education International
For Private Personal Use Only
[૩૧]
www.jainelibrary.org