SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાહિદ સ્મૃતિગ્રંથ અસ્તિત્વ રહેવાનું છે.” આનું મુખ્ય કારણ ભારતીય સંસ્કૃતિ છે. ધર્મ માનવીના હૈયાને સ્પર્શે છે, અને સમાજના યાને ઘેરી વળે છે. આ દેશના ધર્મની એ મહાન ખૂબી છે કે તે માત્ર વ્યકિતઓના ધ્યાને સ્પર્શીને વિરમી ગયે નથી, પરંતુ માનવીય સમાજનાં એકે-એક અંગ અને એક-એક ક્ષેત્રને સ્પર્શીને શાશ્વત અને સર્વધર્મ સમન્વયરૂપ અવિભાજ્ય બની ગયો છે. આનું મુખ્ય કારણ આપણા ઋષિમુનિઓ છે, સંતે અને ભકતે છે તેથી જ આપણે દેશ ઓલિયાઓને કે તેને દેશ કહેવાય છે. સાથે સાથે તે ધર્મપ્રધાન છે. વ્યકિતગત અને સમાજગત બન્ને સાધનામાં તાણાવાણાની જેમ વ્યાપેલ હોવાથી સર્વ ક્ષેત્રમાં પણ ધર્મભાવના પડેલી છે. ગરિમાપૂર્ણ માતૃભૂમિ અને તેની તપભૂમિ આપણી ગૌરવશાળી માતૃભૂમિ ભારતના સંતની ત્યાગમય તપોભૂમિ છે. સંત જ ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે. મુખ્યપણે સંતની સાધનાથી જ આ ભારતીય સંસ્કૃતિ અંકુરિત, પલવિત, પુષ્પિત અને ફલવતી બની છે. સાચું કહીએ તે સંતજનની દિનચર્યા અને ચિંતનમય વાણને ઈતિહાસ જ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિને ઈતિહાસ છે.” ભારતમાં આવી રષિમૂનિ સંતની પરંપરા ન હોત તે ભારતીય નરનારીઓ પાસે અધ્યાત્મવિદ્યા ન હોત અને તે ભારત જે જગત મીટ માંડે છે તે શી રીતે માંડત ? કારણ કે ભારત પાસે નથી વૈભવ કે નથી અમીરી. ભારતે હંમેશાં ગરીબીમાં જ અમીરી માણી છે અને અમીરાત હોય ત્યાં પણ ગરીબ જેવા સાદાઈ સંયમમાં જીવવાનું મહાલક્ષ્ય રાખ્યું છે. આજના ભૌતિક વિજ્ઞાનમાં ભારત વચ્ચે પછાત હતું, જો કે આજે નથી, પરંતુ હંમેશાં એણે ભેગને બદલે એ તેન વન મુલાઃ ” ત્યાગમાં જ સાચા ઉપભોગને સ્વાદ માણે છે ! આવી અજોડ અધ્યાત્મવિદ્યાને કારણે જ ભારતની અજોડ મહાનતા છે! એથી જ ભારતમાં ભૌતિકવાદના આ જમાનામાં પણ મહાત્મા ગાંધી જગ્યા અને તે પણ આધ્યાત્મિકતાની ફળદ્રુપભૂમિ ગુજરાતમાં. ભારત પર કુદરતની એ મહાન કૃપા છે કે આમ તે એક એક પ્રાન્તમાં નાના મોટા સંતે પાક્યા જ છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ગમે તે ખણે ભારતમાં જાઓ પણ સ્થળે–સ્થળે તમને સંતે જ સંતે આજે પણું નજરે ચઢશે. પ્રાચીન કાળથી માંડીને આ જ પર્યત એ વારસે અખંડ અને સાતત્યપણે ચાલ્યો આવતે જણાશે. આમ હોવાથી જ આ દેશમાં વિપત્તિઓના પહાડે ખડકાય કે પ્રલોભનના દરિયા ઊભા કરાય, પણ સર્વસામાન્ય ભારતીયજને એમાં અડોલ, અચળ રહી શકે છે. આંતરિક પવિત્રતા, સાદાઈ અને ઉચતા એ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત ગુણો છે. સંતેને જીવનવ્યવહાર અને ઉપદેશ આખી યે માનવજાતિને તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર હોય જ છે, પરંતુ પ્રાણિમાત્રને પણ જીવવાના અધિકાર માટે એકમાત્ર આ ભારત દેશ જ આધારસ્થળ છે. ભારતીય સંસ્કૃતિ ઉપર મુખ્યપણે તેને ઉપકાર છે અને તે સમયે સમયે સ્થાયી મૂલ્યનું સંરક્ષણ તેમના વડે જ થયું છે, થઈ રહ્યું છે અને થશે. તેથી જ આખું યે જગત ભારતનું અને ભારતીય સંતનું સદાને માટે કહ્યું છે. આવી મહાન સંતસંસ્કૃતિના મહાન પ્રતીકસમ અમારા સદૂગત ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ ગુજરાતની વિશિષ્ટ સંતપરંપરાને કારણે જ તેઓ ગુજરાત (સાયલા)માં જન્મ્યા. પ્રત્રયા પહેલાં અને પછીની સાધના તેઓશ્રી દીક્ષા પહેલાંથી જ (ખરેખર બચપણથી જ) જાણે કેઈ અદભુત ભેગીને આત્મા પિતાની અધુરી રહેલી સાધના પૂરી કરવા આવેલ હોય તેમ લાગતું. તેઓ જાતે કહેતા – “આત્મજ્ઞાનની અજોડ તાલાવેલી સાથે ભરપૂર વિરાગ્ય હતો. બાળપણથી જ નદીનાં ઝરણાં, કુદરતનાં અને ખાં દ્રશ્ય અને સંધ્યાનાં મેઘધનુષ્ય નીરખીને તેઓ એક બાજુ જીવનના વિધવિધ રંગે જોઈ આનંદ માણતા, તે બીજી બાજુ ક્ષણેક્ષણે પલટાતી પરિસ્થિતિ વિ. ને લીધે તેમનામાં તીવ્ર વૈરાગ્ય ઝળકી ઊઠત ! તેઓ ગાઢ જંગલમાં જઈ એકાન્તમાં જીવનની શોધ કરતા. દીક્ષા પછી પણ એક બાજુ ઉદારતાદિ સદ્ગુણે વડે પિતાની જૈનમુનિ મર્યાદા મુજબ રહીને પરોપકાર અને સેવાની પરબરૂપ બની જતા તે બીજી બાજુ સૂર્યગરમીથી તપેલાં લેખંડનાં ઘોર પતરાં ઉપર અને શિયાળાની ઠંડીમાં નદીની રેતીમાં સૂઈ ‘આયાવયંતી ગિહેસુ, હેમંતસુ અવાઉડા”ની જેમ સુ સમાહિત જૈન સાધુનું ઉદાહરણ પૂરું પાડતા. એમની આંતરબાહ્ય સાધુતા સેળે કળાએ ઝળકી ઊઠતી જણાઈ આવતી, એથી જ એમની કાવ્યકળા કે વકતૃત્વકળા કેવળ મને રંજન બની જતાં હતાં. વ્યકિતત્વ દર્શન www.jainelibrary.org [૩૨] Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy