________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ સંસ્મરણય પ્રસંગોની સૌરભ
૪૩ વિદુષી મહાસતી દમયંતીબાઈ સ્વામી ગુરુદેવના હૃદયપૂર્વકના આશિર્વાદ એ જ અમારા સાધના-પથને અમૂલ્ય નિધિ છે. તેમના અનંત ઉપકારથી કઈ પણ રીતે અમે મુક્ત થઈ શકીએ તેમ નથી.” આ વાત ધ્યાનમાં રાખીને પત્રપુષ્પ વડે શ્રદ્ધાંજલિ સમર્પવા હૃદયસ્પર્શી ભાવોથી હું એ અમારા સગત ગુરુદેવ પરમપૂજ્ય શ્રી કવિવર્ય પંડિત નાનચંદ્રજી મહારાજના અવિસ્મરણીય પ્રેરક પ્રસંગે મારી તૂટી-ફૂટી કાલી ઘેલી ભાષામાં આલેખવા બેઠી છું. ગુણસાગર વ્યકિતત્વ
મારા વિનમ્ર અભિપ્રાય પ્રમાણે ગુરુદેવનું જીવન દુલા કવિ (કાગ)ના મહાસંત-ફકીરવાળા ગીતના જેવું એક બાજુ ગંગાસમાન નિર્મળ, મેરુસમાન ઉન્નત અને અડેલ, સમુદ્રસમ ગંભીર હતું અને બીજી બાજુ ચંદ્રમ શીતળ અને સૂર્યસમાન તેજસ્વી હતું. મહાકવિ ભારવિના કથન પ્રમાણે તેઓ એવા કેત્તર સાધુપુરુષ હતા કે શબ્દોમાં તેમના ગુણે વર્ણવવા અશક્ય છે. તેમના જીવનના પ્રદેશ પ્રદેશે, શરીરના રુવે-રુવે અને મનના અણુએ અણુમાં પ્રેમ છલછલ ભલે પ્રગટ દેખાતું હતું. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, શ્રીસંપન્ન, નિર્ધન, જ્ઞાની કે અજ્ઞાની સર્વ પ્રત્યે તેમનું પ્રેમામૃત ઝરણું સદા સમભાવે અખલિતપણે વહેતું નજરે ચડતું. માધુર્ય જાણે સાકાર દેહ ધરીને ન અવત હોય તેવી મન, વચન, કાયામાં મધુરતા વ્યાપેલી હતી. જેમ પુષ્પમાં સુગંધ, દૂધમાં મધુરતા, આગમાં ઉષ્ણતા એ સ્વભાવરૂપે, અનિવાર્ય ગુણ રૂપે વિદ્યમાન હોય છે, તેમ ગુરુદેવની રગેરગમાં વત્સલતા સ્વાભાવિક ગુણરૂપે બિરાજમાન હતી. એનું અવિરોધ પ્રમાણ એ છે કે ગમે તે જૈન-જૈનતર તેમના સંપર્કમાં આવતે તે છેડા જ વખતમાં તેમને બની જતે. ઉદારમતવાદી તથા સફળ પ્રવચનકાર
ગુરુદેવ પ્રભાવિત્પાદક સફળ પ્રવચનકાર હતા. તેમના કંઠમાં હલકભર્યો મીઠે રણકાર અને વાણમાં જાદુ હતો. જેવું મનમાં તેવું જ વચનમાં અને જેવું વચનમાં તેવું જ વર્તનમાં. આ વિરલ અલભ્ય ગુણ તેમને સહજ ઉપલબ્ધ હતે. તેથી તેઓ મહાત્મા, મુનિ, મહાકવિ અને મહાસંત બન્યા હતા. નિખાલસતા, ઉદારતા અને બિનસાંપ્રદાયિકતા આ ત્રિવેણીની ધારા એકાકાર પામી તેમનામાં નિરન્તર વહ્યા કરતી હતી. મને નાસિકમાં સન ૧૭૪ માં સ્થાનકવાસી જેવા કાન્તિપ્રિય જૈન સમાજના વર્તમાન આચાર્ય પૂજ્યશ્રી આનંદષિજી મહારાજ તથા માલવકેસરી પૂ. સૌભાગમલજી મહારાજનાં દર્શનશ્રવણને પવિત્ર લાભ પ્રાપ્ત થયું હતું. તે વખતે તેઓશ્રીએ વાર્તાલાપમાં કહ્યું હતું કે “પૂજ્ય નાનચંદ્રજી મહારાજશ્રી તે અમારા સૌના એકસરખા આપ્ત પુરુષ હતા. વર્ષો પહેલાં મળ્યા છીએ છતાં તેમની અખૂટ પ્રેરણા અને સંસ્મરણે ભૂલી શક્યા નથી.” આ કોઈ એક સમાજ કે સમુદાયના સંતેને જ અનુભવ નથી. ગમે તે ફિરકાના સાધુ – સાધ્વીજી હોય, મંદિરમાગી, દિગંબર, તેરાપંથી અથવા જેનેતર સંન્યાસી – સંત મળે તે પણ તેઓની આત્મીયતાને અનુભવ બધાને એકસરખે જ થાય. અને જ્યારે વાણીપ્રવાહને ધોધ વહેવા માંડે ત્યારે તે પૂછવું જ શું? સૌ આનંદરસમાં તરબોળ બની જાય. નીતિકારે કહે છે તેમ – ‘વકતા દશસહs” પરંતુ કવિ, વકતા અને અપૂર્વ આત્મરસ નિમગ્ન આવા મહાસંત તે કદાચ કરેડમાં પણ સાંપડે કે કેમ એ પ્રશ્ન છે. ધર્મયુગ પ્રવર્તક – યુગપુરષ.
હકીકતે તેઓ યુગપુરુષ હતા. યુગપુરુષ કાળને ચલાવી શકે છે, કાળ યુગપુરુષને ચલાવી શકતું નથી. ગાંધીજી હજી ભારતમાં ચમક્યા હતા તે પહેલાં જ તેમણે તેમને પિછાની લીધા હતા. નહીંતર એક જૈન મુનિ એક ગૃહસ્થ માટે એ જમાનામાં કેમ લખી શકે કે
જાગે ભારત જયા તમને ભારતવીર જગાડે છે, વિજયતણું વાજુ મનમોહન એ નરવીર વગાડે છે; ભારતના સ્વાધીનપણને વિજયી મારગ બતાવે છે,
સંતશિષ્ય એની સંગતથી જનજીવન સુધરી જાય છે.” [૩૦]
વ્યકિતત્વ દર્શન For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org