________________
પૂજ્ય ગુરૂદેવ વિદ્યય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જનતાની ધર્મભાવના મૂર્તિમંત બની જતી હતી. તેમના ભદ્ર સ્વભાવથી, પિક્ષ વ્યવહારથી અને પ્રશાંત મુખમુદ્રાથી દ્વેષ, કલેશ અને ઝઘડા આપોઆપ શાંત થઈ જતા હતા.
તેમનું મન અને હૃદય શાંત સરાવરની જેમજ પ્રશાંત અને વિશાળ હતું. તેઓશ્રી બાળક, યુવાન અને વૃદ્ધ દરેક પ્રત્યે સમાન પ્રેમ ધરાવતા હતા. તેએમાં જાતિ, સંપ્રદાય, પ્રાન્ત અને પ્રદેશના કોઈ જાતના ભેદભાવ ન હતાં. તેઓ બધાને ચાહતા હતા અને બધા તેમને ચાહતા હતા. તે બધાના બની જતા હતા અને બધા તેમના બની જતા હતા.
નાનચંદ્રજી મહારાજ જે કઈ કહેતા તે વખત આવ્યે કરી બતાવતા હતા. નવી પેઢીને સુશિક્ષાની સાથે સાથે સુસંસ્કાર આપવાના તેઓ પ્રબળ સમર્થક હતા. તેઓ વ્યકિતગત રૂપથી જેટલા મહાન અને દિવ્ય હતા, તેટલા સામાજિક જગતમાં તેથી પણ વધુ મહાન હતા. તે બીજાના સુખદુઃખને આત્મીયભાવથી સાંભળતા હતા. પોતાના દુઃખદર્દથી ભરેલી જીવનગાથા ગાનાર એમ જ અનુમાન કરતા કે મારો કોઈ શુચિતક હોય તેા તે આજ મહાપુરુષ છે. પોતાના જીવનમાં તે સ્વ અને પરના ભેદરહિત બાળકની જેમ સાફ અને સરળ હૃદયવાળા બની રહ્યા.
તેમના સ્વભાવ ઘણા । જ સરળ હતા. ક્ષમા, મૃદુતા આદિ સાધુતાના ગુણા વિશેષપણે તેમનામાં ઝળકતા હતા. તેઓ ઉચ્ચ કોટિના કવિ હતા, અને સયનિષ્ઠ મહાગુણી સંત હતા. આજે તેઓ પોતાના પાર્થિવદેહમાં બિરાજમાન નથી તો પણ તેમનુ યશરૂપી સૂક્ષ્મ શરીર આજે પણ સમાજની અતષ્ટિનો વિષય બની ગયા છે. તે સંતજીવનની પુનિત પુષ્પવાટિકાથી આજે સમાજ મઘમઘી રહ્યો છે.
મને તેમના દનના સૌભાગ્ય પ્રાપ્ત થયા નથી પરંતુ તેમના ભકતાના મુખેથી આજ વાત સંભળાતી હતી કે નાનચંદ્રજી મહારાજના આચાર સરળ, વિચાર સરળ અને પરસ્પરના બધા વ્યવહાર સરળ. જે કંઈ કર્યું તે સાફ્ અને જે કઈ કહ્યું તે પણ સાફ્ અને સ્પષ્ટ દીવા જેવું, કયાંય છૂપું નહિ, કયાંય અળગાવ નહિ, દેખાવ નહિ. સંપ્રદાયાતીત તેમનું જીવન હતુ, સત્ય ગમે ત્યાં હોય, ગમે તેવુ હોય તે બધું તેમનુ થઈ જતું.
વિશ્વવિભૂતિ પૂજયશ્રી નાનચંદ્રજી મહારાજ નમ્રતાની મૂર્તિસમાન હતા. “ ધમ્મસ વિષ્ણુએ મૂલ” ધર્મનું મૂળ વિનય છે. આ જ વિનયને તેમણે પોતાના જીવનમાં સાકાર તાણાવાણાની જેમ એકરુપ બનાવ્યું હતું. નાનકની ભાષામાં કહું તેનાનક નન્હે હા રહે। જૈસી નહી દૂબ ”
66
આ ઉકિતને પણ તેમણે પોતાના જીવનમાં ચરતાર્થ કરી હતી. નમ્રતાની મૂર્તિ શ્રી નાનચંદ્રજી મહારાજે પોતાના
ગુરુની પરમાત્માની સમાન સેવા કરી હતી.
શેઠાણી શ્રી સમતાબેન અમુલખ અમીચંદ પૂજ્યપાદ્ શ્રી કવિ નાનચંદ્રજી મહારાજના સબંધમાં ઘણી પ્રેરક વાતા કહેતા હતા. તે વાતેામાં ગુરૂસેવાનો એક પ્રસંગ મને ખૂબ જ પ્રેરક લાગ્યો. તે એ કે શ્રી નાનચંદ્રજી મહારાજના ગુરુ જ્યારે ખીમાર હતા ત્યારે તેમના લઘુનીત, વડીનીત નિવારણનું કાર્ય સ્વયં પોતાના જ હાથે કરતા હતા. ચાવીસે કલાક ગુરુની સેવામાં રહેતા હતા. થૂંકવુ હોય તે પણ તેમની પાસે જઈ હાથેથી સાફ કરતા હતા. ગુરુની ખીમારી લાંબા વખત સુધી ચાલી. વ્યાખ્યાનનું કામેશા પૂજ્યશ્રીને સભાળવુ' પડતુ હતું તેથી તેમણે પોતાના ખીમાર ગુરૂની પાટ વ્યાખ્યાનની પાટ પાસે પડદો રખાવી રાખતા. કંઈ પણ દેહ અશુચિ નિવારણનું કામ પડતુ કે તરત જ કવિવર્ય વ્યાખ્યાન આપતા આપતા ઊભા થઈ જતા અને ગુરુની સેવામાં હાજર થઈ જતા. કામ પતી જતું કે તરત જ પાછા વ્યાખ્યાન શરૂ કરી દેતા. આ પ્રમાણે વિનયમૂર્તિ શ્રી નાનચંદ્રજી મહારાજ પોતાના ગુરુની સેવામાં અવિરતપણે સંલગ્ન રહેતા હતા.
તેમના ઉચ્ચ વ્યકિતત્વની છાપ મારા મન પર ભારે ઉપસી છે તેથી જ આવા મહાન આત્માને હું શ્રદ્ધાના પુષ્પો સમપી પરમ આનંદની અનુભૂતિ કરી રહી છું. આવા દિવ્ય પુરુષને મારા કોટિશ વદન હો.
સંસ્મરણા
Jain Education International
For Private & Personal Use Only
[૨૯]
www.jainelibrary.org