SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પ્રત્યક્ષ દર્શનથી વંચિત રહ્યા. તેમના પ્રત્યક્ષ દર્શનની ખૂબ જ અભિલાષા હોવા છતાં પ્રકૃતિની અનુકૂળતા ન થવાથી દર્શનની અંતરાય રહી. વિચારપૂર્વક જીવનાર પ્રત્યેક વ્યકિત જીવનને એક આદર્શ-જીવનની કળાને ઉપલબ્ધ કરી જીવે છે. તેની દષ્ટિમાં કળારહિત અને આદર્શવિહીન જીવન એ જીવન જ હેતું નથી. આદર્શરહિત વ્યકિત પદભ્રષ્ટ થઈ જાય છે. મેટી ભ્રાંતિમાં પડી જાય છે. માનવતાના પુરસ્કર્તા, સર્વધર્મસમભાવના સમર્થક, ઉદારમતવાદી, ક્રાંતિકારી, સંતશિષ્ય, કવિવર્ય મહારાજ શ્રી નાનચંદ્રજી મહારાજે ૨૪ વર્ષની અલ્પ વયમાં અને ફૂલ જેવી કે મળ અવસ્થામાં જ જીવનને આદર્શ સ્થાપિત કરી લીધું હતું. તેજ આદર્શ પર જીવનની છેલ્લી પળ સુધી તેઓ અવિરતપણે અગ્રેસર થતા રહ્યા. તેમનું જ્ઞાન ન તે શુષ્ક જ્ઞાન હતું અને તેમને આદર્શ ન તો પંખવિહીન હતો. તેઓ માનતા હતા કે સમાજમાં રહીને આંખ બંધ કરીને યંગસાધનાનું નાટક ખેલી શકાય નહિ. સમાજને પિતાની દૃષ્ટિથી ઓઝલ કરી શકાય નહિ. તેમના જીવન વિષે મેં પૂ. ગુરુદેવ આત્માથી શ્રી મેહનષિજી મહારાજ અને મહારાષ્ટ્રમંત્રી પ્રવર્તકજી શ્રી વિનયષિજી મહારાજના મુખારવિંદથી તેમના માનવતાભર્યા ઉદાર ચિત્તની અનેક વાતો સાંભળી છે. જે કોઈ તેમના એકવારના પરિચયમાં આવતું કે તે સદાને માટે તેમને થઈ જતું. તેના મનમાં તેમના પ્રત્યેની શ્રદ્ધા સ્થિર થઈ જતી અને જેની પણ એક વાર તેમના પ્રત્યે શ્રધ્ધા ઉત્પન્ન થઈ કે તે મૂર્તિમાન બની જતી. તેમણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. નારીજાતિના ઉત્થાન માટે “મહિલા ઉદ્યોગ મંદિર ઠેકઠેકાણે ખેલાવી સમાજની અસહાય બેનેને સ્વાવલંબી બનાવી સન્માનપૂર્વક અને ગૌરવપૂર્ણ જીવન જીવતા શીખવાડ્યું, તેમણે સમાજની જે સેવા કરી તેમાં આ મોટામાં મોટી અને વિશિષ્ટ સેવા હતી. વિરલ વિભૂતિ શ્રી નાનચંદ્રજી મહારાજ પ્રાર્થના, પ્રવચન, ધ્યાન, સાધના વિ. કરતા હતા. તેની સાથે સાથે સમાજકલ્યાણ માટે ધ્રુવ કાંટાની જેમ બરાબર લક્ષ્ય આપતા હતા. તેમનામાં સમયને ઓળખવાની કળા હતી. આજે સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ આદિ ક્ષેત્રમાં જે વિશેષતા દેખાય છે તેમાં તેઓશ્રીને માટે ફાળે અને શ્રેય છે. તેઓશ્રીએ શિક્ષણપ્રચાર માટે અનેક જગ્યાએ છાત્રાલય પણ સ્થાપિત કર્યા છે જે આજે પણ વિદ્યાપ્રચારનું કાર્ય કરી રહ્યાં છે. તેઓશ્રીની વાણીમાં જાદુ હતું. એક વખત પણ જે તેમને સાંભળતે કે તેના હદયતળમાં ઊંડી છાપ પડી જતી. સ્થાનકવાસી સમાજ માટે લેકના હૃદય ઉપર મુંજીપણા (કંજુસાઈ)ની છાપ હતી, તે તેમણે લોકોમાં ઉદારતાના સંસ્કાર નાખી નિમૅળ બનાવી દીધી અને આજે સ્થાનકવાસી સમાજ ઉદારતામાં અને માનવકલ્યાણના કાર્યમાં અગ્રેસર છે તેને જે કંઈ શ્રેય ઘટતે હોય તે તેઓશ્રીને જ ફાળે જાય છે. તેઓશ્રીને યશ, પ્રશંસાની પડી ન હતી. હદયથી તેઓ સંત હતા, ફક્કડ સાધુ હતા. જડ ક્રિયાકાંડના પ્રદર્શન વડે તેમણે પિતાની સાધુતાને લીલામ થવા દીધી ન હતી. તેઓ સંપ્રદાયના કારાગૃહમાં કરી રહ્યા નહિ. કવિવર્યશ્રીનું પુષ્પ જેવું કમળ મન બધા સંપ્રદાયના સાધુઓ પ્રત્યે વિનમ્ર હતું. હૃદયથી, મનથી બધાને તેઓ સમાનરૂપથી પ્યાર કરતા હતા. તેમના હૃદયકમળના પુષ્પની એક પણ પાંખડીમાં એવી કામના પ્રવેશી શકી હોતી કે લોકે મને જાણે, મારું નામ થાય, મારી ખ્યાતિ વધે. ખરેખર આવું જીવન ઘણું કઠણ હોય છે, તેથી જ તુલસીદાસજીએ કહ્યું છે કે – કંચન તજી સહજ હૈ, સહજ ત્રિયાકે નેહ માન, બડાઈ, ઈર્ષ્યા તુલસી તજી દુર્લભ એહ, માણસ ઘરથી, પરિજન - પરિવારથી, નારીથી, ધનથી, તનથી, કંચનથી સંબંધ વિચ્છેદ કરી શકે છે, પરંતુ યશ, સમ્માન અને પ્રતિષ્ઠાથી મમત્વ તેડી શકતું નથી, પરંતુ આ બધી વાતોમાં પૂ. નાનચંદ્રજી મહારાજ અપવાદરૂપ હતા, કારણ કે તેમણે કદી પણ કીતિની ઈચ્છા રાખી નહિ. તેમનું ચાતુર્માસ જ્યાં પણ થતું ત્યાંનું વાતાવરણ અત્યન્ત શાન્ત અને પ્રેમયુકત રહેતું હતું. તેમના ચાતુર્માસથી [૨૮] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy